________________
પ્રકરણ ૭ મું.
સાહિત્ય-રક્ષા. “શ્રી વિજય કમલ સૂરિશ્વરજી પ્રાચિન હસ્તલિખિત
પુસ્તકેદ્ધાર ફન્ડ-સુરત.' જે જૈન સાહિત્ય હાલ ભંડારોમાં જોવાય છે તે મુખ્યતઃ હસ્તલિખિત છે. તેમાંથી કેટલાય પુસ્તક પ્રકાશિત થયા છે, થાય છે, અને થશે, છતાં શક્ય છે કેટલાક અમુકય પ્રાચિન પુસ્તકો નષ્ટ થયા હોય-થતાં હેય. તેની રક્ષા કરવા એક ફડની જરૂર હતી. તે ઉપરના ફડે પુરી પાડી છે. આ ફંડનો ઉદ્દેશ નહિ છપાયેલા એવા જીર્ણ થતાં હસ્ત લીખિત પુસ્તકો નવેશર લખાવવાને છે. આ ફન્ડ સ્વ. આચાર્ય વિજય કમલ સૂરિશ્વરજીના સદુપદેશથીજ અસ્થિત્વમાં આવ્યું છે. આ ફન્ડ તરફથી હાલ પચાશેક પુસ્તક લખાયા છે. પુસ્તકોની પસંદગી માટે આ ફન્ડના સ્થાપન સમયે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી સાગરાનંદ સૂરિ શ્વરજી તથા આચાર્ય મહારાજશ્રી વિજય કમલ સૂરિશ્વરજી તથા અન્ય સુવિહિત મુનિરાજેની એક સમિતિ જેવું નિમવામાં આવ્યું છે. આ ફન્ડ તરફથી પુસ્તકે લખાવી તે શ્રી જૈન આનંદ પુસ્તકાલયમાં મુકવામાં આવે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com