________________
૭૧
એ મુજબ આ આક્ષેપોએ જેને જગાડયાં, જૈનેને સ્વકર્તવ્યનું ભાન કરાવ્યું. જૈનોને જીવનના ઘેરી માર્ગે વાળ્યા. એટલા માટે ઘડીભર તે તે આક્ષેપોને વધાવી લઈએ. - જ્યારે જૈન સમાજ જાગૃત થઈ ત્યારે સાહિત્ય અને સાહિત્ય ભંડારને ઉધ્ધાર એક ઉત્તમ કર્તવ્ય ક્ષેત્ર જણાયું અને કેટલાક સાહિત્ય સેવક-પૂજ્ય આચાર્યો અને સુવિહત મૂનિવરોએ આ દિશામાં એગ્ય ધ્યાન આપવા માંડયું. ધીમે ધીમે સાહિત્ય અને ભંડારોને ઉધ્ધાર થવા લાગે. જેના પરિણામે આજે પાછું જગત જૈન સાહિત્યથી, જૈન ધર્મની વિશાળતાથી, જગત્ વøભ જેન સિધ્યા તેથી, અને જૈન ધર્મની મહત્તાથી જાણીતું થયું. યુરોપ આદિ પશ્ચિમના પ્રદેશોમાં પણ જૈન ધમની યથાતથ્યતા સ્વિકારાઈ. ત્યાંના લેકે પણ જૈનત્વના પ્રશંસકો અને પૂજારીઓ બન્યા. ત્યાંની યુનીવરસીટીઓના અભ્યાસક્રમમાં જૈન સાહિત્યને સ્થાન મળ્યું, અને ભારતને પણ જૈન ધર્મની વિશાળતા અને મહત્તાની ખાત્રી થઈ. ભારતની યુનીવર્સીટીઓમાં પણ જેન સાહિત્ય દાખલ થયું, છતાં પણ જૈન સમાજે તે દિશામાં ઘણું ઘણું કરવાનું છે તે ભૂલવું જોઈતું નથી.
આવું ઉત્તમ કર્તવ્ય ક્ષેત્ર મળે અને સુરતની શુરી જૈન જનતા આંખ મીંચી બેસી રહે તે સંભવેજ કેમ? સુરતે પણ આ ક્ષેત્રમાં સાહિત્યના ઉધ્ધાર અર્થે ઝુકાવ્યું..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com