________________
(૯) સ્ત્રીઓના હાથ એને ઉત્તમ કળાના નમુના છે. સ્ત્રી એટલેજ કળાની દેવી, આથી ગૃહવ્યવસ્થાના પ્રત્યેક કાર્યમાં કળા હેવી જોઈએ. સાથે ઉત્તમ ભરત ગુંથણ અને સીવણ હેવું જોઈએ.
(૧૦) વ્યહવારિક કેળવણી સાથે હૃદયની પવિત્રતા કેળવવા અને જીવનને તેના ઉચ્ચ માગે લઈ જવા, માનુષી જીવનની સાર્થકતા કરવા, ધર્મ અને નિતિનું જ્ઞાન હેવું જોઈએ.
આતે સામાન્ય રૂપરેખા છે પણ આવું ઘણું ઘણું પ્રત્યેક સ્ત્રી સંસ્થામાં નિયમ રૂપે હોવું જોઇએ. જો કે તે દિશામાં કેટલુંક કાર્ય થાય છે તે અવશ્ય પ્રશંસાને પાત્ર છે છતાં જૈન સમાજની ભાવી પુનઃ રચના માટે જેટલું આવશ્યક છે તેટલું તે કયે જ છુટકે. આથી આ સંસ્થાના ઉત્સાહી કાર્યવાહકે તે કરવાને નહિ ચુકે એમ ઈચ્છું છું. આથી સારીય જૈન સમાજને સ્ત્રી કેળવણીના નામે હું વિજ્ઞપ્તિ કરૂં છું કે સમસ્ત ગુજરાતમાં સ્ત્રી કેળવણીની આ એકજ આપણી સંસ્થા છે તેને આદર્શો પહોંચાડવાને સે યથાશકિત ફાળો આપે કે જેથી સમસ્ત મહા ગુજરાતના જૈનેનું આ સંસ્થા ગૈારવ સ્થાન બને.
પ્રથમ આ સંસ્થાનો વહીવટ સ્ત્રી વ્યવસ્થાપિકા મારફત થતા, પણ ગં. સ્વરૂ૫ રૂક્ષમણીબાઈના અવસાન પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com