________________
વર્તનારાઓ પછી ભલે તે દુનિયાના ગમે તે ભાગમાં વસતા હેય તેઓ ભગવાન મહાવીરના અનુયાયીઓ ગણશે.
પણ સુરતની આ ચેન પ્રજામાં એવું શું છે કે તેણે નંદનવનને પિતાને આંગણે ખડુ કર્યું ? તે પ્રજામાં એવી કઇ વિશિષ્ટતા છે કે તે આટ આટલી મહત્તાને પામી ? તે પ્રજામાં નર્મદે ગાયેલા પ્રેમ અને શાર્ય છે, ભૂતદયા એ એ પ્રજાને જીવન સિદ્ધાન્ત છે અને તેના પાલનમાંજ તેનું શૈર્ય છે. એ સદગુણેના સમન્વયથી એક ન સદ્દગુણ ઉત્પન્ન થયા અને તે દાન પ્રીયતા.
પાલીતાણું જાવ કે આબુજી જાવ, ગીરનાર જાવ કે સમેત શીખરજી જાવ, પાવાગઢ જાવ કે કેશરીયાજી જાવ, જ્યાં ત્યાં સુરતનું જૈનત્વ તેની દાન પ્રીયતાએ ઝળકતું દેખાશે.
પણ આ દાન પ્રીયતા આવી કયાંથી? એ પ્રજાના જન્મતઃ સંસકારથીજ. પણ તેના સાથને શાં? તેની વેપાર પ્રીયતા અને દેશાટન. આજે મુંબઈના પ્રખ્યાત પેઢીદાર સુરતીઓ છે. એરેબીયા, ઇંગલેન્ડ, કે ફ્રાન્સમાં આ પ્રજાએ પિતાના થાણું નાખી દીધા છે. જરી અને મોતીના વેપાર તે સુરતી જૈને પોતાનાજ ગણાવે છે. આ સાહસ ખેડવામાંજ સુરતના જૈન શર્ય છે. એથી સુરતની જૈન પ્રજા એ સાહસપ્રીય પ્રજા છે. જેમ સુરતે ભારતને સહિષ્ણુતા શીખવી તેમ સુરતના જૈનેએ ભારતને સાહસ પ્રીયતા પણ શીખવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com