________________
૮૨
શુભસંગ્રહ-ભાગ પાંચમ જતી. પે.તે આગળ શીખતી અને બીજાઓને શીખવતી. સ્વદેશને માટે જ્ઞાનસમૃદ્ધ થઈને પળ આ તેને અર્પણ થવાના એના અભિલાષ હતા. આજે પણ એ કહે છે કે, મારા જીવનના એ સૌથી મોંઘેરા પ્રેરણાકાળે મારા અંતરમાં જે જવલંત વિચારો પ્રગટ થયા એજ માનવજાતના કલ્યાણમાં ઉપયોગી નીવડવ્યા છે. એક એક વ્યક્તિને કેળવી કમાવીને તેનો વિકાસ કરો એટલે ન વું જગત એની મેળે જન્મશે.
અંતે મેરીની લાંબા સમયની આકાંક્ષા પાર ૫ડી. એણે કામ કરી કરીને થોડાક પૈસા બચાવ્યા હતા તે વડે તે આગળ અભ્યાસ માટે પારીસ ગઈ. એક મકાનને છટ્ટે માળે છેક ઉપરનું નાનકડું કાતરિયું ભાડે રાખી તે રહી. શહેરમાં ખાનગી શિક્ષણ આપી તે ગુજરાન ચલાવતી અને અવકાશના થોડા સમયમાં રાતના ઉજાગરા ઉમેરી વિદ્યાપીઠની પ્રવેશક પરીક્ષા માટે તૈયારી કરવા લાગી. એ નાના અંધારા કાતરિયામાં સુખ-સગવડની તે કલ્પના પણ ક્યાંથી હોય ? ઠંડી ઓછી લાગે તથા જરા ઉંધ આવે તેટલા માટે પોતાનાં હતાં તેટલાં બધાં કપડાં લઈ મેરી પથારી ઉપર પાથરતી. કાતરિયામાં ગરમી રાખવા માટે લોઢાને ચૂલો તે હતો, પણ કોલસા ઇ સીડીઓ ચઢાવીને લાવવા પડે; અને કયારેક તો કેસા વેચાતા લેવાને પૈસાજ ન હોય ! પિતાની સેઇ પણ એક સ્પિરિટ-લેમ્પ ઉપર તે આછીપાતળી કરી લઈ ચલાવી લેતી. દુઃખના આ દેહ્યલા દિવસોમાં પણ મેરીનો ઉત્સાહી આત્મા સુખી રહેતો. સદાકાળ અભ્યાસમાં તે લીન રહેતી. જાણે નવીજ દુનિયામાં વસતી હોય ! બે વર્ષ વીત્યે મેરી પિતાના પ્રિય વિષયમાં સ્નાતક થઇ. - પારીસની વિખ્યાત યુનિવર્સિટી-સોરની પ્રયોગશાળામાં હવે એને પ્રવેશ મળ્યો. ત્યાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર પીએરે કયુરી પાસે તે પ્રયોગશાળામાં કામ કરવા રહી. એ દરમિયાન ઑફેસર કયુરી સાથે એને પ્રેમ બંધાય. વિજ્ઞાનપ્રેમ એ એમના સંબંધનું મૂળ હતું. પરિચય વધતાં તેઓ પરણ્યાં અને પારીસમાં ગૃહસંસાર શરૂ થયો. ઍફેસર સાહેબને પગાર ઓછો હતો એટલે બંને જણને સખત કામ કરવું પડતું. ઘરકામ અને રસાઇ મેરીલવે તો મેડમ કયુરી)ને માથે હતાંજ; તે ઉપરાંત એ પિતાના પતિને પ્રગશાળાના કાર્યમાં પણ મદદ કરતી અને પોતે પણ પ્રોફેસરની પદવી મેળવવા આગળ અભ્યાસ ચલાવતી. લગ્ન પછીને જ વર્ષે તેને એ પદવી ઘણા માન સાથે મળી. આટલા કામમાં પણ એ દંપતી રવિવાર ને તહેવારોમાં સાઈકલપર શહેરબહારની કુદરતમાં લટાર લેવા નીકળી પડતાં, ફ્રાન્સના કેાઈ શહેરમાં ફરી આવતાં કે વૅકેશનમાં પિલાંડ જતાં. હવે તે કૈં. યુરીએ પણ સમજવા પૂરતી પિલિશ ભાષા શીખી લીધી હતી.
ઈ. સ. ૧૮૯૭ માં એમને ઘેર પ્રથમ બાળકને જન્મ થયે. આયા રાખી શકે એવી એમની સ્થિતિ નહોતી, એટલે બાળકની બધી સંભાળ માતાને માથે રહી. સદભાગ્યે મૅડમ કયુરીના સસરા એમની જોડે રહેવા આવ્યા, એટલે જ્યારે મેરી પ્રગશાળામાં કામે ચટતી ત્યારે નાના બાળકને દાદાજી રાખતા.
આ અરસામાં ઍ. હેત્રી બેકેરલ નામનો વિખ્યાત ઇંચ વિજ્ઞાની યુરેનિયમ ધાતુના ક્ષારવડે નવા પ્રયોગ કરી રહ્યો હતો. પ્રકાશ ભેદી ન શકે એવા કાળા કાગળથી મજબૂત વિંટેલી ફોટોમાફિક પ્લેટ ઉપર એ યુરેનિયમ ક્ષાર મૂકવાથી જાણે પ્રકાશ પડ્યો હોય તેમ તેની અસર એ કાગળ સોંસરી કેટપ્લેટ પર થતી. યુરેનિયમનાં આ અદભુત તેજકિરણાની બાબતમાં કયુરી દંપતીને રસ પડયો અને તેમણે એ વિષયના ખાસ અભ્યાસ તથા પ્રયોગ કરવા માંડયા. તરત મૅડમ કયુરીએ શોધી કાઢયું કે, થેરિયમ નામની ધાતુવડે પણ આજ પ્રયોગ થઈ શકે છે. આ યુરેનિયમ અને થોરિયમનાં તેજકિરણેનો એ આગળ અભ્યાસ કરવા જતી હતી, એવામાં એણે એક વળી નવી શોધ કરી. અસંખ્ય બીજાં ખનીજોને અભ્યાસ કરતાં તેમાંની કેટલીકમાં એને એક અદ્દભુત તત્ત્વ મળી આવ્યું. આ ખનીજોમાં જેકે યુરેનિયમ કે થેરિયમ બેમાંથી એકેયને અંશ ન હતો, છતાં યુરેનિયમના કરતાં વધુ તેજસ્વી અને ચૈતન્યવાળો પદાર્થ એણે શેધી કાર્યો અને એનું નામ, પિતાના દેશ લાંડના નામના સ્મરણતરીકે પિલોનિયમ રાખ્યું; પણ હજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com