________________
८०
શુભસંગ્રહ-ભાગ પાંચમા
કામાં ખુલ્લા શરીરે રહેવાની પદ્ધતિ—આટલી વસ્તુએ શરીરની સુધારણામાટે મુખ્ય છે. આટલી વસ્તુઓને સમજપૂર્વક ઉપયોગ થતાં કાઈ પણુ રાગ અસાધ્ય રહેતેા નથી.
પેાતાના વાળ ખરી પડવા માંડતાં તેણે આ કુદરતી પદ્ધતિથી તેને ઉપાય ચૈાજ્યેા હતેા અને વાળ જાળવી શકયા હતા. પ્રૂકના હદ ઉપરાંતના વાચનથી તેની આંખેા નબળી પડી હતી; પરંતુ આ ગુમાવેલી શક્તિ તે પાછી મેળવી શક્યા હતા. આમાં ડાકટરે તેમજ દવાને લેશમાત્ર પણ ઉપયાગ કરવામાં આવ્યેા ન હતેા.
ખરૂ' રહસ્ય
મેકફ્રેડને પાતાની આ કુદરતી પદ્ધતિથી કોઇ પણ વસ્તુના નીવેડા લાવવા બાકી રાખેલ નથી. દરેક રાગને માટે તે કને કંઇ ઉપાય બતાવેજ છે. ખારાક તૈયાર કરવાની આખી રીત તેણે જણાવેલી છે અને તેને સારા આદર મળ્યા છે.
આ બધું છતાં ડૉકટર લેાકે! આ પદ્ધતિથી, મેકફેડનના નામમાત્રથી વિરુદ્ધ હતા. આનુ ખરું કારણુ તે શું છે તે કહી શકાય તેમ નથી; છતાં એટલુ તે! સત્ય છે કે, તેમણે મેકફ્રેડનના સિદ્ધાંતા તરફ દુ'ક્ષ કરેલું છે. તેની ચકાસણી કરી જોઇ નથી. કુદરતી પદ્ધતિની અવગણના શામાટે થવી જોઇએ? એજ મેકફેડનના વાંધા હતા. આમાં ગમે તેમ હાય, મેકફેડનને આ લેાકેા તરફથી ઘણુંયે સહન કરવુ પડયુ હતું; છતાં પણ તેના સતત પ્રયાસ અને અગાધ મહેનતના પરિણામરૂપ જે સરસ અને સાદી તેમજ કુદરતી રાગેા મટાડવાની પ્રથા તેણે જનસમાજ સમક્ષ સાદર કરેલ છે, તેને યથા ઉપયાગ તેની સાચી કિમત સમજાવ્યા વિના રહેશે નહિ. ( તા.૮-૨-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્થાન”માંથી )
३० - पोलांडनी प्रतिभावान पुत्री मेडम क्युरी
વિજ્ઞાને શેાધેલી આધુનિક જગતની અદ્ભુત ચીજોમાં રૅડિયમ સર્વોપરિ સ્થાન ભેગવે છે. વિજળી અને ગરમી ઉત્પન્ન કરવાની અખૂટ અને અવિરત શક્તિ ધરાવનારૂં એ તત્ત્વ આજ કરાડે વર્ષોંથી પૃથ્વીના પેટામાં ખનીજો સાથે અદૃષ્ટ તે અજ્ઞાત પડેલુ હતું; ત્યાંથી તેને આટલાં વર્ષ પછી શેાધી કાઢી માનવજગત આગળ મૂકવાની પ્રતિભા દાખવનાર એક સ્ત્રીવિભૂતિ–પેાલાંડ દેશની તેજસ્વી પુત્રી મૅડમ ક્યુરી છે. વિશ્વદેવના અગ્નિ જેવા એ રેડિયમના જેટલીજ અદ્ભુત તે જીવનદાયી, તેની શેાધક મૅડમ ક્યુરીની પણ કથા છે.
પાંચ ભાંડુમાં સૌથી નાની એ મેરીને જન્મ પેાલાંડની રાજધાની વાસમાં ૧૮૬૭માં થયા. એને પિતા મિ. ક્શેાડાકી વાૌંના એક વિદ્યાલયને વિદ્વાન અધ્યાપક હતા. એની માતા કન્યાશાળાની અધિષ્ઠાત્રી હતી. આ શિક્ષક દંપતી પેાતાના સધળે! વખત ભાળઉછેર અને ખાળકેળવણી પાછળજ રકતું અને એમનું ગૃહજીવન શાન્ત, રસભર્યું તે સુખી હતું.
છ વર્ષની વયે મેરી નિશાળે બેઠી. સ્વભાવે તે સસલા જેવી શરમાળ અને ખીકણુ હતી. સરખી બહેનપણીએ સંગાથે પણ મેરીનું મેમાં સૌની પાછળ અપ જ દેખાય. આગળ ન પડવુ” એ એના મનની મેટામાં મેટી હાંશ, પણ મેરીના શિક્ષકા એમ એને પાછળ રહેવા દે તેવા ન હતા. જ્યારે જ્યારે કાઇ સજ્જન શાળાની મુલાકાત લેવા આવતા ત્યારે ત્યારે કવિતાના મુખપાઠ માટે કે ઉત્તમ વાચન માટે આ શરમાળ કન્યાનેજ ઉભી કરવામાં આવતી. આપડી મેરીતે તે તે ઘડીએ આકાશ પાતાળ એક થઇ જવા જેવુ થતું, અને ઘણી વાર તેા એવી આફતની પળે એ નાસી છૂટવાનુંયે કરતી. મનગમતી મઝા તા એને માને પડખે ખેસી વાર્તાઓ સાંભળવામાં પડતી. વાર્તાઓને એને અજબ શાખ હતા અને એ વાર્તાઓ પણ કેવી ? પરીએ તે રાક્ષસેાની કલ્પના-કથાઓ નહિ, પણ કુદરતની અજાયબીએની, સંસારની ખુબીએની, પ્રકાશ, તારા અને વાદળાંઓની, ખડકા અને મેધધનુષ્યેાની એવી જગતનાં વિસ્મયેાની સાચી કથાએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com