________________
શુભસંગ્રહ-ભાગ પાંચમ સ્ત્રીમાં પણ સદગુણોને એટલોજ અતિરેક હતું, અને એટલી હદ સુધી એ સદગુણો વધી પડયા કે એને ઘણીજ એ ગુણવૃદ્ધિથી કંટાળી ગયો અને ઘર છોડી નાસી ગયો. અને છેવટે છોકરાઓ પણુ માતાની માયાને ત્યાગી ગયાં. એક દિવસ એક ગૃહસ્થ સજજનવિષે ખૂબ વિચાર કરતે હતો અને છેવટે એને અજબ પ્રેરણ થઈ આવતાં એ બેલી ઉઠયો કે, “કેટલાક તો એટલી હદસુધીના સાધુપુર હોય છે કે એમને જ્યારે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે ત્યારે “પાપ”ને માટે ત્રણ વાર જયધ્વનિ પિકારવાની ઈચ્છા થઈ આવે છે !”
માત્ર જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે સ્મશાનયાત્રા વખતે આ સજજનાની સબત જરા ઉપયોગી થઈ પડે ખરી ! બાકી તે આ ભદ્રજનોથી દૂર નાસવાનીજ સૌ કોઈને ઈચ્છા હોય છે. આ સજજનોના સંસર્ગમાં આપણે ખૂબ કૃત્રિમ બનવું પડે છે અને માણસ મટી જવું પડે છે. ધર્મગુરુઓ એટલે તે સજજનતાને ખાસ ખેંચી કાઢેલે અક ગણાય; પણ છતાં એમના સાન્નિધ્યમાં કોઈ પણ માણસ પોતે હોય તે દેખાઈ શકતો નથી. સજજનતા એ જગતમાં સૃજન જૂની આપખુદ સત્તા છે. એ સજજનતાને સ્વાંગ સજનાર શ્રેઇજને માત્ર બીજાને માટે જ પુણ્યપાપને વિચાર કરે છે. એમને તે એક જ જાતનો વેપાર કરવાનું હોય છે !
- તેમાંય ઈશ્વરના ઘરની વાત કરનારા તે હમેશાં અરુચિકર અને સુગ ચઢે એવા હોય છે. પાપીઓ અને દુરાચારીએજ વિનદ માટે તે ઇચ્છવા જેવા હોય છે. અને એટલા માટે જ જીસસ ક્રાઈસ્ટ પણ પાપીઓને જ પસંદ કરતે. ખરેખર, ભલા થવાથી–ભદ્રજનેમાં ખપવાથી આપણે સુખી થઈશું એમ માનવું એ મિથ્યા ભ્રમણું છે.
આપણે સજજનોના સંગથી કે અલ્પ પરિચયથી અકળાઈ જઈએ છીએ એનું મુખ્ય કારણ એ લોકોની દંભ ખેલવાની નિયમિત નીતિ છે. વાત વાતમાં એ “એવી વાત ન કરજે” એમ કહી પિતાની પવિત્ર વૃત્તિનું પ્રદર્શન કર્યા કરવાની એમને ટેવ પડી ગઈ હોય છે. “સંતતિનિયમન કે બ્રહ્મચર્ય” વિષે એમની આગળ વાત કરે એટલે તે એમનાં નાક ઊંચાં ચઢી જાય. એમને પોતાને અંતઃકરણમાં તો કેટલીય વાર જરા “સ્વછંદ” ખેલવાની ઈચ્છા થતી હશે. પણ બિચારા શું કરે? એમને ભલા માણસની છાપ વળગી છે એટલે ઉપર ઉપરથી તો સરુચિભંગનો દેખાવ એને કર્યા સિવાય કેમ ચાલે ? આવી વાતે વખતે જરા અણગમો બતાવવો એ એમનો શિષ્ટાચાર હોવાથી એમને જાતીય આકર્ષણ જેવી વાત સામે સૂગ દેખાડવીજ રહી ને ! ' રોબર્ટ લુઈ સ્ટિવન્સન નામનો ગૃહસ્થ લખે છે કે ““મારું કામ મારા પડોશીને ભલા બનાવવાનું હોતું નથી. હું એને સુખી બનાવવા ચાહું છું” પણ ભદ્રજને હમેશાં દુનિયાને સુધારવાની વાતો કરશે. આજુબાજુ વસનારાંની આર્થિક અવનતિ માટે એ એમનાં પરભવનાં પાપ સામે આંગળી ચિંધતાં અચકાશે નહિ. માયાવી સુખ માત્ર એમને માટેજ હોવાં જોઈએ એવી એમના પૂર્વજન્મના પુણ્યપ્રતાપને પરિણામે જન્મેલી નિયમિત મનોદશા હોય છે, એટલે એમ તો માત્ર સફગુણેને સંચાર કરાવવાનું મહાભારત કામ સ્વીકારવું રહ્યું !
આપણને ગુજરી ગયા પછી સ્વર્ગ મળે એવી એમની સદાય ઝંખના હોય છે, પણ સ્વર્ગમાં પહેાંચીએ એટલે સુધીના માર્ગમાં અનેક કાંટાઓ નાખતાં એ ભદ્રજનને કંપારી આવતી નથી. આપણી જવાબદારીવિષે આ સજજના ઘણાં મોટાં ભાષણ કરશે: પણ એ જવાબદારીને અમલ કરવા માટે જોઈતી સાધનસામગ્રી આપવા-મેળવવા માટેના માર્ગે આ શિષ્ટજને મોકળા નહિ મૂકે. લાખ લોકોને ભૂખ ભેગા કરી અનેક જાતના આનંદ માણવામાં આ વર્ગ કદી કચાશ રાખતો નથી. માત્ર સગુણાનો સ્વતંત્ર ઈજારો એમણે ગરીબ માટે રાખી લીધા છે. સઘળાં ભદ્રજને ઈરાદાપૂર્વક આમ કરે છે એમ હેતું નથી, પણ જે સમાજવ્યવસ્થા આ શિષ્ટજનોએ શકય કરી છે એનું આ સીધું પરિણામ છે.
આટલું અનુભવમાં આવ્યા પછી એક અમેરિકન લેખક પુકારી ઉઠે છે કે “એ અંત:કરણ ! એ આત્મા ! તારું નામ દઈને જગતમાં કેટલા અનાચાર નીભાવી લેવાય છે ! સજજનતાને નામે ભદ્રજને કેટલાંય ભયાનક કામ કરે છે અને છતાંય એમનો ઇલકાબ તે અમર રહે છે ! સત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com