________________
wwwwwxwwwvvvvvvvvvvvvvvvvvvvvvvvw
- ૫૬
શુભસંગ્રહ-ભાગ પાંચમે જેને જોઈ લેકનાં અંતઃકરણ ખુશ થાય છે. ઉત્તરહિંદુસ્તાનમાં ઘણું હિંદુભાઈઓ પણ આ પ્રમાણે મહેરમના દિવસોમાં ઉપર વર્ણવેલાં બધાં પુણ્યનાં કામો કરે છે.
આખા હિંદુસ્તાનમાં મહારમના દશમા દિવસે લોકે તાઝિયા, ગિરહ, પંજા વગેરે બનાવી પિતાના શહેર અને ગામના મેટા રસ્તાઓ પર વાજાં વગાડી ફેરવે છે.
તાઝિયા બનાવવામાં હિંદમાં વસતી દરેક કામના માણસે સામાન્ય રીતે ભાગ લે છે એટલે એ કામ માટે જે ઉઘરાણું થાય છે તેમાં પૈસા આપે છે. હિંદુ દેશી રાજ્યમાં દાખલાતરીકે વડોદરા, ગ્વાલિયર વગેરેમાં રાજ્ય તરફની તાઝયા બનાવવામાં આવે છે, અને દરબારી ઠાઠથી તેમને ફેરવવામાં આવે છે. દરેક શહેર અને ગામમાં મુકરર કરેલી જગ્યાએ મોટા તાઝિયાને ફેર
વ્યા પછી એક ઠેકાણે તે પર પાણી છાંટી ઠંડા કરી પાછા તેમની અસલ જગ્યાએ લઈ જઈ ત્યાં તેમને વરસ દહાડો રાખી મૂકવામાં આવે છે. નાના તાઝિયાને નદી કે તળાવમાં ડૂબાડી દેવામાં આવે છે. મોહર્રમની પાંચમી તારીખથી ગિરોહ નામની ટોળીઓ, પંજાઓ વગેરે નીકળે છે. મસલમાનો નહાઇ ઘાયેલાં લુગડાં અને તે ઉપર નાડાશેલી વગેરે પહેરી ફકીર બને છે. વળી જેઓએ બાધા લીધેલી હોય છે તેઓ વાધ બને છે. એ પ્રમાણે ઇમામ હુસેન સાહેબ ઉપર મને આસ્થા અને યકીન હોય છે, તેઓ અનેક જાતની બાધાઓ રાખી તેમને પૂરી કરે છે, અને પિતાની ઇચ્છાઓ પાર પડેલી જુએ છે. તાઝિયા, ગિરેહ, પંજા વગેરેને મુસલમાની ધર્મ સાથે કશો સંબંધ નથી. એથી ઉલટું એ બધું બિદઅત* કહેવાય છે. મુસલમાન મેલવીઓ ધાર્મિક કથાઓમાં એની વિરુદ્ધ બંધ કરે છે; પરંતુ લકે ઉપર અંકુશ ન હોવાથી એ બધું અમલમાં આવે છે. આપણી માયાળુ સરકાર પણ આ કામની વચ્ચે પડતી નથી, પણ પિતાની ફરજતરીકે તોફાન, કજીઆ, ટેટાને રોકે છે અને એ દિવસોમાં સારી વ્યવસ્થા રાખે છે. તાઝિયા એ શબ્દનું મૂળ તાઝિયત છે. તેનો અર્થ દિલાસો તથા બીજાના દુઃખનો શોક થાય છે. તે ઉપરથી પારકાના દુ:ખને શોક ઉપજાવનારી વસ્તુ એ પણ અર્થ થાય છે-અર્થાત તાઝિયે એટલે ઇમામ સાહેબની કબર તથા રોજાનો નમુને જેનું દશ્ય જોનારના અંતઃકરણમાં શોકની લાગણી ઉત્પન્ન કરે છે. હિંદુઓ તાઝિયાને તાબૂત કહે છે, તાતને અર્થ શબ કે કફન થાય છે. તાઝિયા કે તાબૂત ઈમામ હસેન સાહેબને કરબલામાં જે રોજે છે તેને નમુન કે નકલ છે. તેને વાંસ, કાગળ, અબરખ વગેરેથી તૈયાર કરવામાં આવે છે. કેટલાક તાઝિયા ચૂનાના પણ બને છે. મુસલમાને કહે છે કે, તાઝિયાને રિવાજ હિંદમાં તૈમુર લંગે દાખલ કર્યો.
ઈ. સ. ૧૩૯૮માં જ્યારે તે દિલ્હી પર ચઢી આવ્યું તે પહેલાં એણે બાધા લીધી હતી કે, જેને હું હિંદને ફતેહ કરીશ તે ઇમામ હુસેન સાહેબના રોજાની યાત્રાએ કરબલા જઇશ. પણ જ્યારે તેની ઇચ્છા પાર પડી ત્યારે રાજકીય કારણોને લીધે તે ત્યાં જઈ શક્યો નહિ અને સલાહકારોના કહેવાથી દિલ્હીમાં તેણે એક સોનાને રત્નજડિત તાઝિયો તૈયાર કરાવ્યો. અને તેના આગળ ઇમામ સાહેબ માટે ફાતેહાની ક્રિયા કરી. તેને દિલ્હીના લોકે લાભ લે તે માટે તેને શહેરના મોટા રસ્તાઓ ઉપર ફેરવવામાં આવ્યો. ત્યારથી તાઝિયાને રિવાજ આખા હિંદુસ્તાનમાં દાખલ થઈ ગયા, અતિહાસિક દષ્ટિએ જોતાં તાઝિયા પણ ઈમામ સાહેબની શહાદતનું સ્મરણ કરાવે છે. મહોરમની દશમી તારીખે દરેક શહેરમાં લાખો માણસો તાંઝિયા જેવા નીકળે છે, મોટા રસ્તાઓ અને બજારોમાં દુકાનો લાગે છે અને એક મેટ મેળે ભરાય છે. ભણેલા અને ડાહ્યા માણસો તાકિયા જોઈને ઇમામ હુસેન સાહેબની મોટી શાહદતને યાદ કરી તેની કદર કરે છે અને ધર્મ તથા સત્યને વળગી રહેવાને પાઠ શીખે છે.
મુસલમાનોમાં મહોર્રમનો દશમે દિવસ “મે આશરા” ના નામથી પ્રખ્યાત છે. ઘણા અસલના વખતથી એ દિવસની મહત્તા અનેક રીતે સાબીત થયેલી છે. એજ દિવસે પેગંબર
* બિદઅત એટલે ઈસ્લામમાં નવી દાખલ કરેલી બાબત. * ફાતેહા એટલે ગુજરી ગયેલા માણસ માટે કરવામાં આવતી પ્રાર્થના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com