________________
મેહરમના તહેવારે
૫૧. २१-मोहर्रमना तहेवारो
મોહરમ એટલે શું ? મોહરમ એ હિજરી સનને પહેલે મહીને છે. મોહરમને અર્થ “હરામ કરેલુ” એવો થાય છે. એ મહિનામાં અરબસ્તાનમાં લડાઈ હરામ કરેલી છે, એટલે લડવાની મનાઈ છે. એવા બીજા ત્રણ મહિના છે. જેમાં લડાઈને ઈસ્લામે બંધ કરી છે.(૧) રજબ (૨) ઝીકઅદ૧૧ (૩) ઝીલજ.૧૨
મદ (સ.અ.)* પેગંબર સાહેબના વખતમાં અરબ લોકોના જુદા જુદા કબીલા હતા, તેઓ માંહોમાંહે નાનાં મેટાં કારણોને લઈને લડતા અને લડાઈમાં હારજીતથી પોતાના કજીઆનો ફેંસલો કરતા. વર્ષના મજકુર ચાર મહીનામાં લડાઈ બંધ રહેતી અને લોકો તે દરમિયાન પોતાનાં કામકાજ સુલેહશાંતિથી કરતા. મુસલમાનોમાં એ મહીનો પવિત્ર ગણાય છે. એ મહીનાની પહેલી તારીખે હિજરી સનનું નવું વર્ષ શરૂ થાય છે. જેમ બીજા ધર્મના લોકો પોતાના નવા વર્ષ પહેલો દિવસ ખુશાલીમાં ઉજવે છે, તેમ મુસલમાનો ઉજવી શકતા નથી. ઉલટું એ મહીનાની શરૂઆતથી અંત સુધી તેઓ માટે શોક અને દિલગીરીનું કારણ ઉભું રહે છે, કારણકે આ મહીનાની દશમી તારીખે હઝરત ઈમામ હુસેન (રદી.)+ સાહેબ અને તેમના ખાનદાનના એક સિવાય સઘળાં નાનામોટા પુરુષે કરબલા મુકામે ધર્મયુદ્ધમાં શહીદ થયા. (શહીદ થવું એટલે ધર્મ માટેની લડાઈમાં માર્યા જવું.) ઈમામ સાહેબના ફક્ત એક દીકરા ઝેનલ આબિદીન મંદવાડને લીધે બચવા પામ્યા. ઇમામ સાહેબે તેમજ તેમના કબીલાના માણસોએ શામાટે ધર્મયુદ્ધમાં પિતાના પ્રાણ સાચી અને પવિત્ર ખિલાફત માટે અર્પણ કર્યા ? ખિલાફત એટલે શું તે ઉપર હવે જરૂરી વિવેચન કરીએ.
પહેલા ચાર ખલીફ અને ખિલાફત ચૂંટણીનો કાયદો પેગંબર સાહેબે જ્યારે અરબસ્તાનમાં ઇસ્લામ નામે પવિત્ર ધર્મની સ્થાપના કરી, ત્યારે તેઓ દેશનો ધાર્મિક અને મુકી બંદોબસ્ત કરતા. એમના મરણ પછી એ કામ માટે, અરબ લોકોએ હઝરત અબુબક્કર (રદી.) સાહેબને ચુંટી કાઢયા અને તેમને “અમીરૂલ મોમિનીન” (મુસલમાનોના સરદાર) અને ખલીફા કહેવા લાગ્યા, અને તેમનો હોદ્દો ખિલાફતના નામે પ્રસિદ્ધ થયો. મદીના શહેર ખિલાફતનું મથક બન્યું. પહેલા ખલીફ હઝરત અબુબકર (રદી.)ની નિમણુંક ચુંટ
થી થઈ તેથી ખિલાફતની ચુંટણને કાયદે અમલમાં આવવા લાગ્યો. હઝરત અબુબક્કર (રદી.) સાહેબના મરણ પછી હઝરત ઉમંર (રદી.) બીજા ખલીફા થયા. ત્રીજા હઝરત ઉસ્માને (રદી.) અને ચોથા હઝરત અલી (રદી.) થયા. આ ચાર ખલીફ, ખુલફાએ રાશિદીન કહેવાય છે. ખુલફાએ રાશિદીન એટલે ધાર્મિક ખલીફાઓ. તેઓ ઇસ્લામ ધર્મ અને કુરાને શરીફના ફરમાનને અનુસરી દરેક કામ કરતા, તેમની રહેણુકરણું સાદી હતી. તેમના તાબામાં ઇસ્લામી મુલકોની આવકને ઘણો પૈસો રહેતો; અને તેઓ તેનો સદુપયોગ કરતા. હઝરત અલીની ખિલાફત વખતે આખા અરબસ્તાન, સીરિયા, ઇરાન, મિસર, ટ્રિપલી વગેરે દેશો ઈસ્લામના કબજામાં હતા. એ દેશોની ધાર્મિક અને મુલ્કી વ્યવસ્થા માટે મદીનાના ખલીફ ગવર્નરની નિમણુક કરતા. એ ગવનરે દૂર અને પાસેના દેશમાં ખલીફને નામે ધાર્મિકપણે હકુમત કરતા.
હઝરત મુઆવિયાની સીરિયામાં હકુમત જ્યારે ત્રીજા ખલીફ હઝરત ઉસ્માન શહીદ થયા, ત્યારે સીરિયામાં તેમના કુળ બની ઉમટ્યાના એક કાબેલ માણસ ગવર્નર હતા. તેમનું નામ હઝરત મુઆવિયા હતું. જ્યારે મદીના અને મક્કાના લકાએ હઝરત અલીને ચોથા ખલીફતરીકે ચુંટી કાઢયા ત્યારે મુઆવિયા સાહેબે તેમને ખલીફતરીકે
૭-૧૧-૧૨ એ હિજરી સાલનાં સાતમા, અગિયારમાં ને બારમા મહિનાનાં નામ છે.
* (સ. અ.) સલ્લલાહો અલે હે વસલ્લમ. તેમના ઉપર પરમેશ્વરના આશીર્વાદ અને શાંતિ થાય, : + (રદી.) (અલ્લાહ) અનહીં એટલે પરમેશ્વર એમનથી રાક રહે.' '' ' '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com