________________
૪૯
રેડિયમ ઉપયોગ
२०-रेडियमनो उपयोग રેડિયમ આપણું સૃષ્ટિનું એક અદ્દભુત અને બહુ ઉપયોગી મૂળ તત્ત્વ છે. સર નૈમન નામને અંગ્રેજ ખગોળશાસ્ત્રી એક વાર સ્પેકટ્રોસ્કેપ યંત્રવડે સૂર્યનું વાતાવરણ નિહાળતો હતો. તેમાં એને એક નવી રંગરેખાની ઝાંખી થઈ. આ ઉપરથી તેણે કલ્પના કરી કે, સૂર્યમાં એક નવું મૂળ તત્ત્વ કે મળી આવ્યું લાગે છે. એ તત્ત્વનું નામ તેણે હલિયમ' પાડયું; કેમકે ગ્રીક ભાષામાં હેલિયાસીને અર્થ સૂર્ય થાય છે. વિજ્ઞાનની પરિભાષામાં તેણે આ તત્ત્વનું નામ “ડી”૩ રાખ્યું.
ત્યારપછી બીજા બે રસાયનશાસ્ત્રીઓએ એવી શોધ કરી કે, સૂર્યાનું મૂળતત્તવે ‘હલિયમ’ પૃથ્વી ઉપરની હવામાં પણ મોજુદ છે; અને જૂના ખડકોનાં પડમાંની તથા ઉંડા ઝરાઓમાંની હવામાં પ્રવાહરૂપે તે ઉડી જાય છે. એ પછી તે એ મૂળ તત્ત્વને સ્થલ પદાર્થ તરીકે પણ પકડવામાં આવ્યું. પાછળથી જણાયું કે, હેલિયમ તો એ મૂળતત્ત્વને માત્ર એક પ્રવાહજ હતા. એ ખોવાયેલું સ્થલતત્વ તે રેડિયમ.
આ તત્ત્વ-રેડિયમમાં ગરમી તથા વિજળી ઉત્પન્ન કરવાની અખૂટ શક્તિ છે. સૂર્ય તો. લગભગ એજ તત્ત્વનો બનેલો છે અને પૃથ્વીમાંથી તો એ અત્યંત અલ્પ પ્રમાણમાં મળી આવે છે. ને તેથી એની કિંમત પણ ખૂબજ ભારે છે. એક ગ્રામ” એટલે બેઆનીભાર રેડિયમની કિંમત સવાબે લાખ રૂપિયા જેટલી પડે છે. પૃથ્વી પર આટલાં વર્ષ અજ્ઞાત પડેલા સૂર્યને તારા
ના એ અદ્દભુત તત્ત્વ-રડિયમને શોધી કાદી સંસાર આગળ મૂકનાર મૅડમ ક્યુરી છે, એ વાત જગજાહેર છે; પરંતુ તેની પહેલાં અચાનક એક પ્રસંગ નીચે મુજબ બની ગયો.
આજથી શુમારે ત્રીસબત્રીસ વર્ષ ઉપર ટૅ. હેન્રી બેકરેલ નામના ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી કેટગ્રાફીના કેટલાક પ્રયોગ કરતા હતા. યુરેનિયમ નામના એક પદાર્થમાં એવો ગુણ છે કે, પ્રકાશ ભેદી ન શકે એવા કાગળોની આરપાર પણ તે પિતાનાં કિરણો મેકલી શકે છે અને છબી પાડવાની પ્લેટ ઉપર અસર કરી શકે છે. યુરેનિયમની આ શક્તિ ઉપર પ્રયોગ કરતાં કરતાં તેને હાથે અકસ્માત એક ભૂલ થઈ ગઈ; પણ એ ભૂલને લીધે તે એક પ્રકાશની ગતિ ને શક્તિ સંબંધી અત્યંત - ઉપયોગી જ્ઞાન મેળવવાનાં દ્વાર મનુષ્યજાતિને મળી ગયાં. | ફોટોગ્રાફીના સંપ્રદાય મુજબ B. બેકરેલ યુરેનિયમને સૂર્યના પ્રકાશમાં રાખતો હતો. એક દિવસ શરતચૂકથી તેમ કરવું એ ભૂલી ગયે; તોપણ અંધારામાંયે યુરેનિયમે પોતાનાં કિરણે ફેંકી છબીતી પ્લેટ ઉપર અસર પાડી અને તસ્વીર ઉઠી પણ ખરી ! તરત. આ ચમત્કારિક ભેદની શોધખોળ કરવા દેશવિદેશના વિજ્ઞાનીઓ મચી પડયા. એમાં મૅડમ ક્યુરી પણ હતી.
મૅડમ કયુરીએ પિચ બ્લેન્ડ' નામના–જેમાંથી યુરેનિયમ જડતું તે-ખનિજ પદાર્થ પર પ્રયોગ આરંભ્યો.પૃથક્કરણ કરતાં એને માલૂમ પડ્યું કે, એ પદાર્થનાં કિરણો યુરેનિયમનાં કિરણે કરતાં બેત્રણગણાં વધુ બળવાન હતાં. ઍરિયાની સરકારે પોતાને ખર્ચે બોહીમિયા પ્રાંતમાંથી એક ટન (૫૬મણ) જેટલું આ ખનિજ મૅડમ કયુરીની પ્રયોગશાળાએ મફત મેકલાવ્યું. આ સમગ્ર મનુષ્યજાતિના હિતની શોધ ખાતર પ્રજાએ પોતાના અંગત સ્વાર્થ ભૂલી જાય છે તેનું આ જવલંત દષ્ટાંત છે.
ખનિજમાંથી મહામહેનતે તેણે યુરેનિયમ છૂટું પાડયું; પણ તે સમજી ગઈ હતી કે, તેમાં એક બીજું પણ ભેદભરેલું તત્ત્વ છે કે જે યુરેનિયમ કરતાં પણ બળવાન છે. અંતે બધા પદાર્થો છૂટા પાડયા. પછી જે જરાક જેટલો શેષ ભાગ બાકી રહ્યો તેમાંથી એને એ નવું તત્ત્વ મળ્યું. એ તત્ત્વ અદસ્ય કિરણે પ્રેરતું હતું અને એ કિરણોના પ્રવાસને વેગ એક પળે વીસ હજાર માઈલ જેટલો હતે.
તે ઉપરાંત આ પદાર્થનાં રજકણેમાંથી એક વિચિત્ર પ્રવાહ સતત વહ્યા કરતો જણાયો અને
* આ ચમત્કારિક યંત્ર પ્રકાશનું પૃથ્થકરણ કરે છે. આ યંત્રમાંથી પસાર થતાં કિરણ જૂદા જૂદા રંગામાં વિભક્ત થઈ જાય છે. જે પદાર્થનાં મૂળ તત્ત્વો શોધવાં હોય તેને બાળવામાં આવે છે અને તેનું અગ્નિના પ્રકાશમાં પૃથક્કરણ કરવામાં આવે છે. એ પદાર્થમાં જે જે મૂળ તો હોય તેની રંગરેખાઓ યંત્રમાંથી નીકળતી દેખાય છે. વળી એ બળતો પદાર્થ યંત્રથી ગમે તેટલો દૂર હોય તો પણ તેનાં મૂળ તત્ત્વોની ખેાળ સહેલાઈથી થઈ શકે છે.
શુ. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com