________________
આ પાનામામાં
-
-
-
-
-
-
१७१-प्रभु क्यां छे ?
તમને કોઈ નાસ્તિક પૂછે કે પ્રભુ ક્યાં છે? તે શો જવાબ આપશે? એને કહેજે કે, ભલા માણસ! પ્રભુ તો તારા ઘરમાં જ છે. આ તારાં વૃદ્ધ માબાપ એજ પ્રભુ છે. એના તરફ સન્માનની પ્રેમની, ભક્તિની દષ્ટિથી જો એટલે પ્રભુની પ્રભુતા તને દેખાશે, પ્રભુ તારા રસ્તામાં જ છે. પેલા દુઃખી આંધળાને હાથ પકડી એને તડકામાંથી છાંયામાં લઈ જા, એટલે એ દીનબંધુ પ્રભુનાં દર્શન તને એ આંધળાની આંતરડીમાંથી થશે. પેલી કોર પાણી માટે તરફડતા મુસાફરના મુખમાં પાણીનું ટીપું મૂક એટલે શાંતિથી અર્ધ ઉઘડેલી એની આંખમાં પ્રભુનાં તેજ તને દેખાશે. સામેના ઘરમાં ભૂખે મરતી વિધવાને એક રોટલાનો ટુકડો પહોંચાડ એટલે એના આશીર્વાદમાં પ્રભુના આશીર્વાદ તારા ઉપર ઉતરશે. ભલા માણસ! પ્રભુ સઘળે છે. (આવાં આવાં નિષ્કામ કર્મથી તારૂં અંતઃકરણ પવિત્ર કરીને પછી) જરા તું આંતરચક્ષુ ખોલીને જે (એટલે જણાશે કે) તારા પિતાના અંતરમાં પણ એને વાસ છે.
: ૦૦
નનનનન,
(“લોહાણા હિતેચ્છુ”ના એક અંકમાંથી)
મમમનનન નનનન નનનન
નમ09 views
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com