________________
નવરાત્રિના શક્તિ પ્રેરક દિવસે
૩૪૧ १४३-नवारविना शक्तिप्रेरक दिवसो
તહેવારોને રાષ્ટ્રીય આરોપ ! નવરાત્રિના દિવસે એટલે નૂતન શક્તિ પ્રેરક દિવસો. ખેતીવાડીના કાર્યમાંથી પરવારેલા ભારતીઓ એ ન પ્રાણવંતા દિવસોમાં પિતાનાં બિંટીએ લટકતાં હથિયારો તરફ ફરીથી નજર નાખતા, ઉછળતા જીગરે તલવારે ને તીર, ભાલાઓ ને સાંગ, કટાર અને જમૈયા, જંજાળો અને બંદુક ઉપર વળેલા કાટ ઘસી કાઢતા, નવ દિવસની એ શક્તિપૂજાનાં પ્રદર્શન વિજયાદશમીને દિવસે કરવા. અબાલવૃદ્ધનાં ટોળાં ને ટોળાં ગામને ઝાંપે જતાં અને શક્તિના પ્રદર્શનના અનેક પ્રયોગો ત્યાં બતાવવામાં આવતા.
અને પછી ત્યારથીજ એ કીર્તિભૂખ્યા કોડીલાઓ થનથનથી જોડલીઓ ઠેકાવતા, શિરપાલમાં હદેવાએ ની ગુંથેલી નૃતન જવારાની યશકલગીએ લટકાવતા, મહેરછાઓને મૂર્તિમંત કરવા રાખેલનાએ જ અગાઉ મૃગયા રમવા ઉપડી જતા. ત્યાં એમની મદઈનાં પાણી મપાતાં. મૃગયા અને વરાહોની વાંસે માથાં મૂકીને અને છોડી મૂકતા. ક્ષત્રિયોની સાથે બાલસિંહસમાં કિશોર કુમારે પણ પિતાના બાહુબળની પરીક્ષા આપવા જતા.
એ દહાડે તો નેહથી જેનાં હૈયાં છલકી જતાં હોય એવી માતાઓ, સ્વહસ્તેજ કેડીલા. કિશોર કુમારોને ખભે ધીંગી ઢાલ બાંધતી અને કમરપટામાં પાણીદાર તલવાર લટકાવતી. બાપબેટાને પણ ન ધારે એ વી હવા સાથે હરીફાઈ કરતી ઘેડલીએ ચઢીને કુમાર મૃત્યુ સાથે ખેલવા નીકળી પડે ત્યારે ઉલ્લાસથી માતાઓ મમતાભરી નજરે તેની પીઠ દેખાય ત્યાંસુધી જઈ રહેતી. ત્યારે એ માવડીની આંખમાંથી ગૌરવની-સંતોષના જીવનની ધન્યતાની જે તેજધારાઓ વરસતી, એ વિરલ પળે જોવી તે હિંદુસ્થાનમાં તો લગભગ આજે અશય થઈ પડી છે. ખાસ કરીને ગુજરાતમાં તો એ દોના ક્યારનાય દુષ્કાળ પડી ગયા છે.
આજે તો નવરાત્રિના દિવસે તાબોટા વગાડીને રાસડા ગાવાના વાયડાડામાંજ પૂરા થાય છે. એ શૌર્ય અને સાહસના દિવસે આથમ્યા તે આથમ્યાજ, આજનું ગુજરાત લગભગ એનાં પૂરાં સ્મરણએ ભૂલી ગયું છે. ભલભલા પડછંદ પુરુષે પણ હાથમાં દાંડિયા લઈને આમતેમ કૂદાકૂદ કરે કે મોટા સૂરે પડવેની પણ પ્રીત ઘડી ઘડી ભૂવા રે એવા કશાક ગરબાઓ મોડી રાત સુધી ગાઈ ગાઈ. દશેરાની સાંજે સમડી પૂજા કરીને ઢીલા પગલે પાછા આવી. નવરાત્રિના શક્તિ મેળવવાના દિવસે વેડફી નાખતા જોઈને કયા નવયુવાનને દિલગીરી નહિ થાય ?
પરંતુ જૂના કાળના જર્જરિત મનોદશાના જુવાળ હવે ઓસરતા જાય છે. જીવતાં મુડદાં જેવી દશા માટે હવે આપણને પોતાને શરમ થવા લાગી છે. પરતંત્રતા આપણાં હૈયાંમાં શલ્યની માફક ખૂંચવા લાગી છે. પ્રતિદયે આજે નવી મહેચ્છાઓ પ્રકટી છે. એકે એક જુવાની નવાં નવાં સ્વપ્નમાં જોવા મળે છે. આસપાસથી પડતા પડધાથી એનાં રોમેરોમ ફરફરી ઉઠે છે. અને શું તે વખતે પણ ગુજરાતના નવજુવાનો નવરાત્રિ અને દશેરાના ઉત્સવની ઉપર, વળી ગયેલી ગુલામી અને કાયરતાની રાખ ઉખેડી નાખવા તત્પર નહિ બને ?
ચીનના, તુર્કસ્તાનના, ઈજીપ્તના, ઈરાનના અને અફઘાનીસ્થાનને નવજુવાનોના જંગની વાત સાંભળીને ગુજરાતને નવજુવાનોને પિતાની કંગાલિયત વિંછીના ડંખની માફક વેદના માપે છે. ગઈ કાલનીજ વાત–પેલા દૂધયા દાંતવાળા અફઘાન છોકરાઓનો કાફલો મુંબઈના કનારેથી તુર્કસ્તાન જવા ઉપડી ગયો, ત્યારે એ બહાર પાડોશીઓને મળવા મુંબઈના અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com