________________
૩ર૮
શુભસંગ્રહ-ભાગ પાંચમે १३६-अबजोना खर्चे हिंदमां चालतुं खिस्तीओनुं प्रचारकार्य
ભારતવર્ષમાં ખ્રિસ્તીઓનું પ્રચારકાર્ય કેટલું જોરશોરથી ચાલી રહ્યું છે તેનો ખ્યાલ બહુ થોડા ભારતવાસીઓને હશે. બ્રિટન, અમેરિકા, જર્મની વગેરેનાં જે અનેક મિશન અહીં સતત પ્રચારકાર્ય કર્યું જાય છે, તેમને ભારતવાસીઓને ખ્રિસ્તી બનાવવા માટે પોતપોતાના દેશોમાંથી થોકબંધ પૈસા મળે છે. હિંદુ સમાજની માહિતી માટે એ મિશનોના કાર્યને થોડોક અહેવાલ અત્રે આ પીએ છીએ.
એકલા ભારતવર્ષમાં એવી હ૦૦ ખ્રિસ્તી સંસ્થાઓ મોટા પાયા ઉપર કામ કરી રહી છે. તેમાં મુખ્ય આ પ્રમાણે છે:
બ્રિટિશ મિશન પિતાના દેશમાંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવા માટે દર વર્ષે પણાત્રણ કરેડ પૌંડથી કંઈક વધુ રકમ મેળવે છે. એ જ પ્રમાણે અમેરિકન મિશન પિતાના દેશમાંથી લગભગ ૫ કરોડ પોંડ મેળવે છે. સ્વીડન-નૈવે અને રવીટ્ઝર્લેન્ડનાં મિરાનો ૮ લાખ પૌડ તથા જર્મનીનું મિશન ૦ ૦ ૦ પીંડ મેળવે છે. આ મદદ દર વર્ષે મળ્યાજ કરે છે. આ ધનથી અનેક ઉપાઠારા ખ્રિસ્તી બનાવવાનું કામ કરવામાં આવે છે. સાત હજારથી વધારે દેશી ખ્રિસ્તી તથા અઢારહજારથી વધારે વિદેશી પાદરીઓ એ મિશનમાં કામ કરે છે. એ પાદરીઓમાં પુરુષ ઉપરાંત ૧૪૮૧ વિવાહિત સ્ત્રીઓ તથા ૨૪૦ ૮ કુમારિકાઓ છે. આ મિશનનાં ઉપદેશકે તૈયાર કરનારાં ૬૧ વિદ્યાલયે, ૧૪૧ અનાથાલયે, ૧૭૦ શિલ્પવિદ્યાલય, ઉ૧૭ હાઈસ્કૂલ, ૧૫૦૦૦ થી વધારે રવિવારની નિશાળ, ૯૮ ખેતીની શાળાઓ, ૫૦ કૅલેજે, ૯૪ ટ્રેનિંગ સ્કૂલો અને ૪૩ છાપખાનાંઓ ભારતવર્ષમાં છે. દેવાના અધિકારીઓ તરફથી ૬૫ સ્કૂલ, ૯૯ વર્તમાનપત્ર અને ૪૦૦ થી વધારે દવાખાનાં કાયમનાં છે. આ મિશન તરફથી ૧૫૦૦ ડૅડટર અને નર્સે જનસમાજની મફત સેવા કરે છે અને ૫૦,૦૦૦ શિક્ષક તાલીમ આપે છે. આ મિશનોની સ્કૂલે અને કૅલેજમાં પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. આ મિશનની સભાઓના સભાસદો લગભગ ૮ લાખ છે અને આવક લગભગ ૧૦ લાખ છે.
ધર્મપ્રેમી દેશાભિમાની અને સમજુ હિંદુ શ્રીમાનોએ, અગ્રેસરોએ અને વિદ્વાનો વગેરે એ આ બાબત તરફ ધ્યાન નહિ આપવું જોઈએ કે ઉપર જણાવેલાં બધાં ખ્રિસ્તી અનાથાલયે, ફલો, કૅલેજો અને ઇસ્પીતાલ વગેરે ભારતવાસીઓને ફસાવવાની જાળ છે? હિંદુઓ આ જાળામાંથી પોતાનાં ભાઈબહેનોને બચાવવા માટે શું કરી રહ્યા છે? શું તેમનામાં એટલી પણ અકકલ નથી કે જયાં સુધી આપણા તરફથી સરળ સ્વભાવવાળી હિંદુ જનતાની સગવડો માટે એના જવાબમાં પૂરતાં અનાથાલયે, સ્કૂલ, કન્યાપાઠશાળાઓ, દવાખાનાં વગેરે લેવામાં નહિ આવે, ત્યાંસુધી ખાલી વાતોના તડાકા મારવાથી આપણે ખ્રિસ્તીઓની સ્પર્ધા નહિ કરી શકીએ ? આપણા દેશના ધનવાન વગેરે હજી પણ શું યુરોપીયનોની વિલાસિતાનું જ અનુકરણ કર્યા કરશે? તેમની દાનશીલતા અથવા ધર્મપ્રચારને માટે અબજો રૂપિયા ખર્ચવાના ઉત્સાહનું તેઓ દશમાં ભાગે પણ અનુકરણ નહિ કરે ?
(હિંદી “સુધા” માસિકમાંથી સ્વતંત્રાનુવાદ)
–દયાલુ પુરુષ દૂસરે કે દુઃખ સે પીડિત હો જાતે હૈ. યહ ભાવના ઈશ્વર કે પ્રતિ સર્વોત્કૃષ્ટ પૂજા કે સમાન હૈ, જિસે મનુષ્ય ભગવદચના કે રૂપ મેં મન મેં ધારણ કિયે રહ સકતા હૈ.
શ્રી ભાગવતપુરાણ --પ્રત્યેક મનુષ્ય કે ચાહિયે, કિ વહ જૈસા દૂસરે કે ઉપદેશ કરતા હૈ, વૈસા પહલે અપને કે બના લે. જિસને અપને મન ઔર ઇદ્રિય કે વશ મેં કર લિયા, વહ દૂસરોં કે ભી વશ મેં કર સકતા હૈ.
-અજ્ઞાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com