________________
૩૧
તમારે શ્વાસ ખુશબોદાર છે? १२४-तमारो श्वास खुशबोदार छे ?
આપણામાંના ઘણાનો શ્વાસોસ ગંધાય છે. કોઈની પાસે બેઠા હોઈએ અને કંઇ વાત કરવા મોઢુ પાસે લઈ જઈએ ત્યારે તરત મેઢું પાછું ખેંચી લેવાને અનુભવ કોને નહિ થયો હોય ? બર્નાર મેકફેડને આને માટે સપ્ટેમ્બરના “ફઝિકલ કલ્ચરમાં ઘેડી સૂચનાઓ સાથે એના ઉપાયો બતાવતો એક નાનો લેખ લખ્યો છે તેમાંથી ફેરફાર સાથે ઉપયોગી ભાગ નીચે આપું છું.
ખુશબોદાર શ્વાસ માણસની પ્રતિભામાં એર ઉમેરે કરે છે અને મોટે ભાગે તે એ તંદુરસ્તીનું ચિહ્ન છે. ખરાબ શ્વાસ અજીર્ણનું ચિહન છે. શરીર એ એક જાતનું યંત્ર છે. જે એની બરાબર સંભાળ રાખી હોય તો એ એની મેળેજ સારી સ્થિતિમાં રહે છે, પણ અપથ્ય ખે કે, જૂદી જૂદી જાતના નડે એવા ખોરાક, બરાબર ચાવવાનો અભાવ અને અકરાંતિયાપણું આ બધાં એ યંત્રને કાંટેથી ઉતારી પાડવામાં મોટો ભાગ ભજવે છે.
પણ મોઢામાંથી દુર્ગધ મારવી એનું મુખ્ય કારણ તો ગંધાતી હોજરી-નહિ પચેલા ખોરાકના જથાને લઇને છે, અને આમાંથી બહુજ થોડા બચેલા હોય છે. કેટલીક વખત સળેખમને લઈને શ્વાસોચ્છાસ ગંધાય છે, પણ મોટે ભાગે તો વધતા ય ઓછા પ્રમાણમાં આનું મૂળ હાજરી જ હોય છે.
મેટો ભાગ ઘણું કરીને બધા વખતે આ અણગમતી પીડામાં સપડાયેલો હોય છે અને દરેકમાં તરતજ માલમ પડે એવાં કારણે પણ હોય છે. કેટલાકમાં પૂરતા પાણીના અભાવે આમ થાય છે. એ લોકો પૂરતું પાણી પીતા નથી. આને લઇને શરીરનું યંત્ર બરાબર સાફ થતું નથી. શિરાઓમાં ઝેર ભેગું થાય છે અને પરિણામે આંતરત્વચા વાટે ચીકણા પદાર્થરૂપે અથવા પરસેવારૂપે તે ઝેર બહાર નીકળે છે.
આનું એક ચિહ્ન જીભ ઉપર થર બાઝી ગયેલો હેર એ પણ છે. એની સાથે હાજર પણ ઘણું વખત મંદ થઈ ગયેલી હોય છે. કમભાગ્યે ઘણાને તે આની ખબરજ પડતી નથી. તેમના મિત્રો આનો ઉલ્લેખ કરતાં ગભરાય છે. પોતાનાં ઘરનાં માણસો પણ મોટા ભાગે આ પડદે નહિ ઉંચકે.
તમને જ લાગે કે તમે આ રોગથી પીડાઓ છો તે તમારી પાસેનાને સાચેસાચું કહી દેવાને જણાવો. તમારો શ્વાસ વાસ મારતો હોય તે તમને ચોખે ચોખ્ખું જણાવી દેવાનું તેમને કહે, અને પછી તમારી ફરજ છે કે ભેગા થયેલા જે ઝેરને લઈને આ બધું ડખલ ઉભું થયું છે એ ઝેરને દૂર કરવાના પ્રયત્ન કરે. - પહેલું તે જાણે પાણી પીવાનો મારો રાખો. ભારેમાં ભારે જરૂર એજ છે. ખોરાક ઓછો કરો, એ પણ જરૂરનું છે. આપણે જેને જાડો ખોરાક કહીએ છીએ એ ખોરાક ખાઓ. બધી જાતની લીલી ભાજી ખાઓ. આવા વખતે કાચ ખોરાક કે કુદરતે પકાવેલા ખોરાક બહુજ મદદ કરે છે અને અંદરના યંત્રને સાફ રાખવામાં ખૂબ મદદ કરે છે.
સંસ્કૃતિ આવે એવો ખોરાક ખાઓ. મેળવણુ કરેલો ખોરાક લે બંધ કરો, ઘણી જાતની વાની લેવાનું માંડી વાળો અને ભૂખ વિના ખાઓ નહિ. ભૂખ વિના ખાવાનું પાપ તો સાધારણ રીતે બધે નજરે પડશે. કસરતની પણ જરૂર તે ખરીજ. એના વિના તમે શરીરને સાફ અને ખુશબોદાર નહિ રાખી શકે. ચાલવાની કસરત બહુ ફાયદો કરે છે. વારે વારે ઉંડા શ્વાસોસ લ્યો. બને તેટલું ફેફસાંને તાજી હવાથી પૂરેપૂરો ભરો. ગરમ પાણીથી સાબુ સાથે બે ત્રણ વખત નહાવાને ઠંડા પાણીથી નહાવાનું વગેરે પણ શરીર સાફ કરવામાં ઠીક ભાગ ભજવશે.
એટલે હવે જણાયું હશે કે, એ રોગને દૂર કરવાને માટે મુખ્ય વસ્તુ શરીરના દરેક ભાગને પૂરેપૂરું ચેતન આપવું એ છે. બહારથી અને અંદરથી શરીરને બરાબર સાફ રાખો.
આ સૂચનાઓને જે બરાબર અમલ થાય તે પછી શ્વાસ ગંધાવાની વાત સ્વપ્ન પણ ન રહે.
(આષાઢ-૧૯૮૫ ના “પ્રસ્થાન'માં લખનાર પોપટલાલ પટવારી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com