________________
૩૦૦
શુભસંગ્રહ-ભાગ પાંચમા
११७ - स्त्रीयात्राळुओने सावचेती
એક ભાઇ અમને આ પ્રમાણે લખી જણાવે છે:ગુજરાત--કાઠીઆવાડમાંનાં એક વિધવા ઠકરાણી પેાતાની વયસ્ક કુમારી અને એક યુવાન વિધવા બાઈ તથા એક વૃદ્ધ નેાકર સાથે શ્રીકાશી વિશ્વનાથની યાત્રાએ પધાયાં હતાં. કરાણીશ્રી ભેાળાં અને ધણાં ભાવિક જણાતાં હતાં અને તેમાં વળી જ્યાં સ્ત્રીવ પિંજરનાં પંખીડાંની સ્થિતિ ભાગવતા હેાય તે સમાજમાં ઉછરીને મોટાં થયેલાં. એટલે જ્યારે છૂટ મળે ત્યારે તેમના અનનુભવી કામળ હૃદયમાં અવનવાં મેાજા' હીલોળે ચઢે એ સ્વાભાવિક છે.
કાશીવિશ્વનાથ ઉપરની અચળ શ્રદ્ધાએ ઠકરાણી આટલે દૂર મુસાકરીના ભેામિયા માણસેાના સાથ સિવાય આવવાની હિંમત કરી શક્યાં હતાં. યાત્રાનાં સ્થાનેમાં પડયાની આંખે જોવાનું અને તેમના નિવાસસ્થાનના ઉપયોગ કરવાને હાય છે. વળી તેમની સત્તા ને સમજીત પ્રમાણે કેટલીક વાર યંત્ર માફક વવાનું હાય છે.
કરાણીને મુકામ કાશીનગરીમાં પ્રસિદ્ધ સ્થળ બ્રહ્મચારીની ધર્મશાળામાં હાવાથી પંડયાછના ત્રાસમાંથી કાંઇક અંશે મુક્ત હતાં, છતાં પડયાજી ગમે ત્યાંથી યજમાનને શોધી કાઢી પોતાના ગેારતરીકેના હક્ક સિદ્ધ કર્યાં સિવાય રહેતા નથી. ઠકરાણીને પણ તેમના પડયાએ શેાધી કાઢી દેવદનને લાભ અપાવવાને સાથે કરવા માંડયું.
પડયાજીની દાનત રાજકુમારીને ફસાવવાની હતી ને તે માટે તેમણે દરરાજ રાતના ખાર— એક વાગતા સુધી જમાનાના ઉખડેલા જુવાનીનાં જૂથ જમાવી સંગીતને! જલસે ત્રણ ચાર દિવસ સુધી કર્યાં. દેવદર્શન માટે ઠકરાણી પેાતાની કુમારી તથા બીજા માણુસા સાથે જતાં ત્યાં પણ પડયાજી સાથે જતા. ભીડના લાભ લઇને પડયાજી કુમારીતે કઇંક અટકચાળાં કરતા, તે ઉપરથી તેમની દાનત સ્પષ્ટ સમજાતી હતી; છતાં એ સંસારથી ઉખડેલા કુમારીના સાવ નિર્દોષપણાના કારણે તેમાં ફાવી શક્યા નહિ. અઠવાડિયા સુધી ઠકરાણીનેા મુકામ કાશીમાં રહ્યો. પંડયાજીએ પેાતાના ફાવે એટલા ફ્રાંસા પાથર્યાં, પણ તેમાં કાવી શકયા નહિ. છેવટે ઘેર જતાં ટ્રેન ચૂકાવી ખીછ અનુકૂળ ટ્રેન ખીજા દિવસ સુધી નહિ મળે એમ સમજાવી પેાતાને ઘેર લઇ જવાની યુક્તિ અજમાવી; પણ ત્યાં તે બ્રહ્મચારીની ધ શાળાના પટ્ટશિષ્ય સાથે હોવાથી તે તે પડયાજીની ચાલબાજી પહેલેથી સમજી ગયેલા હેાવાથી ઠકરાણીને તેમના સાથની સાથે મોગલસરાઇ સ્ટેશન સુધી બીજી ટ્રેનમાં એસાડી આવ્યા તે ત્યાંથી સીધી જતી ટ્રેનમાં પહોંચાડી આવ્યા. પડયાજીને સાથે આવવાની ના કહેવા છતાંએ પેાતે પેાતાની મેળેજ મેગલસરાઇ સુધી જવાને ચુક્યા નહિ. છેવટે પેાતાની ચાલમાછમાં આ બિચારાં ભેાળાં ભાવિક ભકતા ફસાયાં નહિ તેથી નિરાશ થઇ વીલા મેઢે પાછા ફર્યાં.
યાત્રાસ્થાનના આવા પ્રપંચી પંડયાએના નીચ વર્તનથી કેટલીએ યુવાન બહેનેાને પેાતાનાં બાળપણુ તેમજ અંધશ્રદ્ધાને લીધે ફસાઇ પેાતાના શિયળતા ખળાકારે ભેગ આપવા પડતા હશે; છતાં પેાતાની ઇજ્જત સાચવવા ખાતર માં બહાર ઉચ્ચાર સરખા પણ થઇ શકતા નહિ હેાય. આવી ભાવિક બહેનને મારી નમ્ર પ્રાર્થના છે કે, યાત્રાવિના સ્વર્ગ મેળવવામાં અંતરાય નડતા હોય અને તે અથે યાત્રા કર્યો સિવાય છૂટકા ન હેાય તેા તેમણે પેાતાના અંગત વિશ્વાસુ માણસાના સાથ સિવાય દૂરની મુસાફરીમાં તજ જવું એ સલાહ ભરેલુ છે. પ્રવાસી’
(આ પત્રમાંની હકીકત પ્રગટ કરવામાં કાર્પણ વ્યક્તિનું હીણું દેખાડવાના આશય નથી, પણુ અત્યારનાં યાત્રાસ્થાન જેટલે દરજ્જે અધમ અને પતિતાવસ્થામાં છે. તેથી અધિક સાવધાની સાથે ચાત્રીએએ-ખાસ કરીને પરદાપાષ સ્ત્રી યાત્રીએએ યાત્રા કરવી જોઇએ, અને તેટલા માટેજ તેમને કાને અમારે અવાજ પહોંચે તેા, આ સાવચેતીને સૂર કાઢીએ છીએ. આશા છે કે, જે ભાઈ યા બહેન આ સૂર સાંભળે તે સૌને સ’ભળાવે અને સાવધ કરે. સ‘પાદક) (શ્રાવણુ–૧૯૮૫ના ‘ક્ષત્રિય”માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com