________________
શુભસંગ્રહ-ભાગ પાંચમો
સુધી સંસારમાં ર પ રહે તે પણ તેને કોઈ આશ્રમધર્મ યાદ દેવરાવવા જાય નહિ અને કેાઈ જુવાન આશ્રમધર્મ ત્યજે અને સંન્યાસ લે તે બધા તેને સમજાવવા જાય ! પણ મને લાગ્યું કે, મારે આ વૈરાગ્ય પાછો નબળે તો નહિ પડે ? એટલે ત્યાંથી ઉનાળાની લાંબી રજાઓમાં કોઈને કહ્યા સિવાય અલમોરા આવી ગયા અને અહીં આવી સંન્યાસ લીધે. તે પછી મેં તે બાબત ત્યાં લખી જણાવ્યું.
પ્રવે-તમારાં માતપિતા ધાર્મિક ખરાં કે ? • જ-મારા પિતા ધર્મિષ્ઠ છે. પણ કઈ ખાસ સંપ્રદાયમાં માનતા નથી; પણ મારી માતા તો ક્રશ્ચિયન સાયન્ટિસ્ટ છે.
પ્ર–આ શબ્દપ્રયોગ તો આજે જ સાંભળ્યો.
જ-હા, મારી માતા દવા સિવાય રોગ મટાડે છે. જેમ ઇસુખ્રિસ્ત માંદાંઓને સાજા કરતા તેમ. તે એક જાતની સિદ્ધિ છે અને ખરે જ તેનાથી ઘણા દર્દીઓને સારૂ પણ થાય છે.
પ્ર-ઠીક, પણ તમે કૃષ્ણભક્ત કેમ થયા તે હજુ સમજાતું નથી. બુદ્ધને યા ઈસુ ખ્રિસ્તને માની શકાય; કારણ તેમની જીંદગી એટલે સત્ય, અહિંસા વગેરે સિદ્ધાંતો. પણ કૃષ્ણમાં તે એવું કાંઈ હું જોઈ શકતો નથી.
જ-ત્યાંજ તમે ભૂલો છો. તમે ઘડાની આગળ ગાડી મૂકે છે. સાચું જોતાં માણસ પ્રથમ આવે અને પછી સિદ્ધાંત. માણસ પોતાના સ્વભાવ પ્રમાણે સિદ્ધાંતો ઘડે અને તેથી માણસ અને તેને સ્વભાવ એ બેજ પ્રધાન વસ્તુઓ છે. હું પાપ કે પુણ્ય માનતા નથી. સારી વસ્તુ માણસનો સ્વભાવ અથવા ભાવ છે. મને જે અમુક માણસને સ્વભાવ ગમે તે પછી તેની બીજી બધી વસ્તુઓ તથા વર્તન તરફ હું બેદરકાર રહું છું. મારે મન તે બધું ગૌણ છે.
પરંતુ કૃણું એટલે તે શ્રી ભગવાન પોતે. એટલે તમારા પ્રશ્નના જવાબમાં એટલું જ બસ છે કે, હું કૃષ્ણને ભજું છું એટલે ભગવાનને ભજું છું.
પ્ર-તમારા કૃષ્ણ એટલે ભાગવતના કૃષ્ણ? જ-હા, અને ગીતાજીના પણું. સાચું જોતાં ભાગવતમાંથી પણ ગીતાજીને જ સાર નીકળે છે.
અનેક વિષય ઉપર વાત ચાલી. વૈષ્ણવ સંપ્રદાયના ભક્તિશૃંગાર ઉપર વાત ચાલતાં તેમણે કહ્યું:
અને કામ એ એવી જબરદસ્ત વસ્તુ છે કે જે તે કાબુમાં આવી જાય તો માણસને ખૂબજ મદદગાર થઈ શકે. અને તેથી જ સ્ત્રીપુરુષના સંબંધને અમે અધ અથવા સિંઘ ગણતા નથી; પરંતુ તે શક્તિને વેડફી નાખવાને બદલે તેને ઉંચે ચઢાવવાનો પ્રયાસ કરીએ છીએ. તેજ શક્તિ પ્રાચરણે અને તેની સેવામાં સમર્પણ કરવાથી આપણો રસ્તો સહેલે થઈ જાય છે અને તેથી તે વૈષ્ણવો ટીલું કરે છે તે ઉર્ધ્વગામી કરે છે.”
ત્યારબાદ મેં તેમને ડેક-ટેનીસ રમવા માટે આમંત્રણ આપ્યું. આ રમત આજકાલ અમને ખૂબ પ્રિય થઈ પડી છે અને સવારસાંજ પડોશીઓ સાથે આ રમત અમે રમ્યા કરીએ છીએ. આ રમતને ઈતિહાસ આપું? એકાદ મહિના પહેલાં મિસિસ કૂક ઉ આનંદમયી મૈયા મારે ત્યાં આવેલાં. અમે તે સમયે ગિલ્લી દંડા રમતા હતા. ત્યારે તેમણે કહ્યું કે, તમે બીજી કોઈ સારી રમત રમતા કેમ નથી ? મેં કહ્યું કે, અમારી રમતે સામાન્ય રીતે જનતાની દૃષ્ટિએ પસંદ કરેલી હોય છે. તે તદ્દન બીનખર્ચાળ હોવી જોઈએ, તે દ્વારા એક પાઈ પણ વિલાયત જવી ન જોઈએ, તે ગામડાઓમાં પણ રમી શકાય તેવી જોઈએ અને તેમાંથી પૂરતી કસરત મળવી જોઈએ. પછી ભલે તે રમત વિલાયતી હોય કે દેશી તેની અમને પરવા નથી. અમે તે પરદેશી રમતો પણ ઉપરની શરત એ રમાય તેવી હોય તો એ ગુજરાતમાં દાખલ કરવા તૈયાર છીએ. તેના જવાબમાં તેમણે હેકટેનીસ રમતાં શીખવાડયું. હું ત્યાં આવું ત્યારે આ રમત પ્રત્યક્ષ રમી દેખાડીશ અને જરૂર તમને પસંદ પડશે. શ્રી કુણમજી સાથે હું બે સટ રમ્યો અને ત્યારબાદ વળી પાછા અમે વાતે વળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com