________________
૨૯૬
શુભસંગ્રહ-ભાગ પાંચમ ११६-अलमोरामां एक भगवांधारी अंग्रेज वैष्णव साधु
તે એક ગેરે અંગ્રેજ છે. શરીર ઉપર ભગવાં કપડાં, ગળામાં તુલસીની માળા, કાને તુલસીનાં કુંડળ, કપાળે તિલક તથા અર્ચા, કાને ભરાવેલ કૃષ્ણપ્રસાદીનું ફૂલ, પગમાં ચાખડીઓ, હાથમાં ઝાળી બાંધેલી લાંબી લાકડી–આ એને સ્વાંગ. તેને મંદિરમાં બધા ગે પાળ કહીને બેલાવે છે. તેનું સાચું નામ છે શ્રીકૃષ્ણપ્રેમ વૈરાગી. પૂર્વાશ્રમમાં તે હતો પ્રોફેસર રોનાલ્ડ નેક્સન (એમ.એ.) લખનૌ તથા બનારસની વિદ્યાપીઠમાં અંગ્રેજી સાહિત્યને અધ્યાપક.
હાલમાં તે વૈરાગી થયો છે અને તેનાં ગુરુ શ્રી. યશોદામૈયા સાથે રહે છે. હું જ્યારે માજીનાં દર્શને જાઉં ત્યારે તેને મેળાપ થાય. માજીનો અને ઠાકોરજીનો તે સાચે સેવક છે. ભક્તિરસમાં મસ્ત રહે તો તે સાચો ભક્ત છે.
થોડા દિવસ અગાઉ મેં ગોપાળજીને મારે ત્યાં જમવા આમંત્રણ આપ્યું. મારા ગળામાં કંઠી જઈને તેણે આમંત્રણ સ્વીકાર્યું. જમી રહ્યા બાદ અમે વાતે ચઢયા.
મેં પૂછ્યું-“તમારી જીંદગીને વૃત્તાંત સાંભળવાની મારી ઇચ્છા છે. તમને વાંધો ન હોય તે કહો.” એટલે તેમણે જણાવ્યું.
“પહેલાં તે મહાયુદ્ધના સમયમાં હું લડાઈમાં કામ કરતા હતા. લગભગ ૧૭ વર્ષની ઉંમરે હું લશ્કરમાં ભરતી થયેલો. તે વખતનું ત્યાંનું વાતાવરણ જ લડાઈમય હતું. તેમાંથી બચવું મુશ્કેલ હતું. પળે પળે અને મહેલે મહોલે મોટી જાહેર ખબર હતી કે “ઈલૈંડ પૅન્ટસ યુ.” લડાઇમાં મને હવાઈ વિમાનનું કામ સોંપવામાં આવ્યું હતું. હું વિમાન ચલાવતો હતો અને જ્યારે જ્યારે જર્મનનું વિમાન જોવામાં આવતું ત્યારે ત્યારે તે ઉપર હુમલો કરતો. આ રીતે લગભગ બે વર્ષ જીદગી ગાળી; પણ જ્યારે દિવસ શરૂ થાય અને કામે ચઢું ત્યારે દરરોજ એમ થાય કે, આજે સાંજ સુધીમાં જે બચ્યા તે રાત્રે પથારીભેગા થઈ શકશે, નહિ તે રામ રામ. તેથી મને તે વખતે વિચાર આવવા લાગ્યા કે, આ જાતની જીંદગીનો શું અર્થ ? આવા જીવનથી શો લાભ? આટલા જોખમથી શો ફાયદો? પણ તે વખતે મારા વિચારો આટલેથીજ અટકતા અને આગળ જઈ શકતા નહિ. વળી આ જાતની વાત કરનાર પણ તે વખતે બીજો કોઈ હતો નહિ.
આમિસ્ટીસ બાદ હું કે બ્રીજમાં જોડાયો ત્યારે મને આ પ્રશ્ન ઉપર વિચાર કરવાનો પ્રસંગ મળે અને મેં ઉપનિષદ તથા બુદ્ધ ધર્મના ગ્રંથ અંગ્રેજીમાં વાંચવા માંડયા.”
પ્ર—પણ ક્રિશ્ચિયાનિટીને અભ્યાસ કરવાને બદલે તમે હિંદુ ધર્મ તરફ કેમ વળ્યા?
જ –હા, તેનું કારણ છે. મારો ઈસાઈ ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. વળી અમારા દેશમાં જે જાતની જીંદગી ઈસાઈઓ જીવતા હતા તે પણ હું જતો હતો. ત્યાં ધર્મની કોઈને પડી નથી અને ત્યાંના સંસારમાં કરતા પણ ખૂબ હતી.
પ્ર-પણ તેથી કંઈ ઈસાઈ ધર્મ ખોટો ઠરતો નથી. હિંદુ ધર્મના નામે ક્યાં ઓછો પાખંડ અને અત્યાચાર થાય છે ?
જ હા , પણ ઈસાઈ ધર્મમાં સંકુચિતતા તથા “સેકટેરિયાનિઝમ (જાતિવાદ) છે. ઈસાઈ થયા સિવાય મેક્ષ નજ મળે, એમ તેમાં મનાય છે. હું તે વાત માનવા બિલકુલ તૈયાર નથી. હું એમ માનું છું કે, પ્રભુ અથવા મેક્ષ મેળવવાના ભિન્ન ભિન્ન અનેક રસ્તા હોઈ શકે છે અને અમુક જ ધર્મ અને અમુક જ પયગંબર દ્વારા મોક્ષ મેળવી શકાય તે વાત મને બહુ સંકુચિત લાગે છે.
તેથી હું હિંદુ ધર્મ તથા બુદ્ધધર્મ તરફ વળ્યો. તે સમયે મુંબઈ ઇલાકાના એક મહારાષ્ટ્રી મિત્ર મારા સહાધ્યાયી હતા. તે ખૂબ હેશિયાર હતા અને અમે ધર્મ તથા હિંદુસ્તાન સંબંધી ઠીક ઠીક ચર્ચા કરતા. આ બન્ને પ્રશ્નોના સંબંધમાં મને તેમની પાસેથી સારા પ્રમાણમાં માહિતી તથા વાંચવાની સૂચનાઓ મળતી. અને જેમ મારો ધર્મનો અભ્યાસ વધતો ગયો તેમ મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com