SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રધર્મ અથવા આત્મનિવેદન ११५-मित्रधर्म अथवा आत्मनिवेदन માહિષ્મકદેશના કુળનગરમાં કુળ નામે એક ધમ રાજા રાજ્ય કરતા હતા. તે નગરને એક વાઘરી પાશવડે પક્ષીઓને પકડી નગરમાં વેચીને આજીવિકા ચલાવતો. નગર પાસે બાર યોજનાના ઘેરાવાવાળું માનસ નામે કમળસરોવર હતું. તેમાં પાંચ વર્ણનાં કમળ ઉગતાં. ત્યાં જાતજાતનાં પક્ષીઓનાં ટોળાં આવતાં એટલે વાઘરી ત્યાંજ જાળ નાખતો. તે સમયે છ નું સારસ હંસના પરિવારવાળો હંસરાજા ચિત્રકૂટ પર્વત ઉપર સુવર્ણગુહામાં વસતો હતો. હવે એક દિવસે તેમાંના કેટલાક સુવર્ણહંસોએ માનસરોવરે આવી ત્યાં વિશાળ ગોચરે સ્વેચ્છાએ ચરી ચિત્રકૂટ પાછો જઈને હંસરાજને કહ્યું “મહારાજ ! માનસરોવરમાં ચરણ બહુ સારું છે, ત્યાં આપણે ચરવા જઈએ.” “માણસજાતનો સમાગમ પરિણામે હિતકારી નથી, એટલે ત્યાં જવાનું મને રુચતું નથી” રાજાએ કહ્યું “છતાં તમને બહુ મન હોય તો એક વાર એ રસ પણ ચાખી આવીએ.” એમ કરીને હંસરાજે પરિવારસહિત સરોવર પ્રત્યે પ્રયાણ કર્યું. હવે હંસરાજ જેવો આકાશથી સરોવર આગળ ઉતરે છે, એવોજ એને પગ જાળમાં આવી ગયો. પગ ખેંચવાનું કયું પણ એમ તે પગની ચામડી કપાઈ ગઈ, લોહી નીકળ્યું, પીડા થઇ, પણ પગ ન નીકળ્યો. હંસરાજે વિચાર્યું કે, આ ઘડીએજ જે રાડ પાડીશ તે આ બધે સમાજ ભયભીત થઈ ચારો ચર્યા વિના ભૂખે પેટે ભાગશે અને અશક્તિને લીધે સરોવરમાં પડી જશે. એટલે એણે મૂંગે મોઢે વેદના સહન કરી અને બધા ચરીને ધરાયા એટલે પછી મોટે સાદે પિતે બંધાઈ ગયાની રાડ નાખી. તે સાંભળીને મરણુભયનો માર્યો 'હું'ચિત્રકૂટ ભાગ્યાં. બધા ભાગ્યા, પણ હંસોને સેનાપતિ સુમુખ ન ભાગ્યો. “મહારાજને માથે તો કાંઈ આપદા નથી આવી?” એમ તર્કવિતર્ક કરતા તે હંસરાજને ગોતવા મંડયો, અને જોયું તો તે ફાંસામાં બંધાયેલ છે, લેહીલોહાણ થઈ ગયા છે, વેદના ભોગવે છે અને કાદવમાં ચત્તા પડયા છે. હંસરાજને મુખે કહ્યું “મહારાજ ! બહીશો મા. હું મારો જીવ દઈને પણ તમને પાશથી મૂકાવીશ.' એમ કહીને તે નીચે ઉતર્યો, રાજાને આશ્વાસન આપવા મંડ્યો અને કાદવમાં બેસી ગયો. હંસરાજ:एते भुत्वा पिवित्वा च पक्कमन्ति विहङ्गमा। हरित्तच्च हेमवण्ण कामं सुमुख पक्कम ॥ ‘ખાઈ પી કરીને આ હંસો ભાગી જાય છે; હે હેમવર્ણ સુમુખ! તું પણ સુખેથી જા. ओहाय मां बातिगणा एकं पासवसं गतम् । अनपेक्खमाना गच्छन्ति किमेको अवहिय्यसि । - પાશમાં પડેલા મને એકલો મૂકીને સગાસંબંધી નિશ્ચિત્તપણે જાય છે. તું એકલો કેમ વાંસે રહ્યો છે? पतेव पततं से? नत्थि बद्धे सहायता। मा अनीघाय हापेसि कामं सुमुख पक्कम ॥ હે પક્ષિશ્રેષ્ઠ : ઉડી જા, જાળમાં બંધાયેલાની સાથે સગાઈ કેવી ? અવસર ચૂક મા અને જા. સુમુખ: गच्छेवाहं न वा गच्छे न तेन अमरो सियम् । सुखितं तं उपासित्वा दुक्खितं तं कथं जहे। હું જાઉં કે ન જાઉં પણ અમર રહીશ એવું તે કાંઈ છે જ નહિ. આજે ભાગું તોપણ યમરાજ મને થાક છોડી દેવાના છે? સારા દિવસોમાં તમારી ઉપાસના કરી તમારું લૂણ ખાધું. હવે દુ:ખના દિવસોમાં તમને કેમ મૂકે? : नाई दुःखपरेतो पि धतरछ तवं जहे। जीवितं मरणं वा मे तया सद्धि भविस्सति ।। ગમે એવું દુઃખ ભેગવું પણ તમને ન છોડું. જીવવું, મરવું–મારૂં જે થાય તે તમારી સાથેજ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy