________________
લધન તથા અતિલધન–તેના લાભ અને હાનિ
૪૫
ઉધાડી જગ્યામાં બેસું છું; તેાપણુ મને શરદી થતી નથી. હાલમાં મને ધણું બળ અને ઉત્સાહ જણાય છે તે એટલું કે, મને જરા પણ પુરસદ મળે તે કસરત કરવા મડી જાઉં છું. આટલા બધા દિવસ હું દૂધના આહાર ઉપર રહ્યો છું, રાંધેલા અન્તને ખીલકુલ અડક્યા નથી.” અતિઅન્ત વિષમય ને સ રક્તદાષનું કારણ છે,
અપવાસ-ઉપેારણથી આવે! વિલક્ષણ ગુણ પ્રાપ્ત થાય છે તે ખાબતમાં વૈદ્યક શાસ્ત્રજ્ઞાના વિશેષ સિદ્ધાંત એ છે કે, શરીરમાં જોઇએ તે કરતાં વધુ પ્રમાણમાં અન્ન જાય છે, એટલે તે સડવા લાગે છે અને દેમાં વિષમય પદાર્થોને એટલેા અધે! જમાવ થાય છે કે મળ બહાર કાઢનારી પ્રક્રિયાથી એટલે ખધે! મળ બહાર કાઢી નાખવાનુ બની શકતું નથી; તેથી રક્તવાહિની નાડીએથી રુધિરાભિસરણ બરાબર નિહ થઇ શકવાથી જ્યાં ત્યાં લેાહીની ગતિ અટકે છે અને તેથી મસ્તકળ, સંધિવાત, પક્ષાધાત, મધુમેહ વગેરે વિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે રક્તદોષ વધવાથી તેને પાષક ધર્મ કમી થાય છે, અને તેમાંથી ઉત્પન્ન થનારા ઉત્સાહ નષ્ટ થાય છે. એવી દેહની સ્થિતિ થઈ એટલે શૈત્ય, ફેફસાંના વિકાર, ક્ષય, તાવ વગેરે રાગ સત્વર પેદા થાય છે. અપવાસથી મવિકારનો નાશ
ઉપેાષણ-લ ધન શરૂ કરવામાં પહેલાં તે! ક્ષુધાની પીડા સહન કર્યાં પછી જૂદા જૂદા રસ ઉત્પન્ન કરવાના વ્યાપાર અધ થાય છે અને અન્ન પચવાને વ્યાપાર ચાલુ રહેવાથી જે શક્તિને વ્યય થતા હતા તે અટકે છે. આ પ્રમાણે દેહના એ વ્યાપાર બંધ પડવાથી મળ સાફ કરવાનું કામ શરૂ થાય છે. તે બરાબર ચાલવા માટે સાધારણ રીતે પાણી પીતા રહેવાની જરૂર છે. ઉપાખ્શ કરવાથી જીભ ઉપર સફેદ છારી વળે છે, પસીનામાં અને શ્વાસેાસમાં એક પ્રકારની ખરાબ વાસ આવે છે. એ શરીરમાંના મળ બહાર નીકળવાનું ચિહ્ન છે. શરીરમાંના સઘળા વિકાર નીકળી જતા સુધી આવી સ્થિતિ રહે છે. તે નીકળી ગયા પછી જીભ ફરી સાફ થાય છે અને ભૂખ સારી લાગવા માંડે છે. અપવાસના દિવસે પ્રતિદિવસ એકૈક પૌડ વજન ઓછું થતું જાય છે. પ્રથમ તે! શરીરમાં ચરબીના ભાગ વધારે પ્રમાણમાં હોય તે કમી થાય છે અને પછી સ્નાયુમાંને કામા પદાર્થ ખલાસ થાય છે. ત્યારપછીજ ખરૂ ઉપેાષણ શરૂ થાય છે. કેટલાક લેાક ચાળીર. પચાસ અપવાસ કરે છે. ઘણા દિવસ લઘન કરવાથી શરીરની વાસ્તવિક પુષ્ટતા રહે છે. ચાવાળા માણસે દુબળા થઈ ગયેલા જણાય છે. નિયમિત લધનજ લાભકારક છે.
મી॰ સિંકલેઅરના અનુભવ ઉપરથી હિંદુસ્થાનમાં ઠામ ઠામ ઉપેાષણના વા ચાલ્યા છે. તેને અનુભવ પ્રગટ થયેા કે ધણા લેાકેા ઉપેાષણ કરવા લાગ્યા હતા. તે અરસામાં દરભ ગાના મહારાજાએ ૭ ઉપવાસ કર્યો હતા. તેએના કેટલાએક આશ્રિત લેાકાએ પણ ઉપવાસ કર્યાં હતા અને ત્યારપછી એ વાત આગળ વધ્યાંજ ગઈ હતી. વેદાદિ કાળથી માંડીને આજસુધીના આ ધ-વૈદ્યકશાસ્ત્રો તે ઉપવાસ-લધનનું મહત્ત્વ પોકારીજ રહ્યાં છે, પણ તે તર આપણી શ્રદ્ધા કેટલી આછી છે તે આ ઉપરથી જણાઈ રહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે લંધન રેગશામક છે તે વાત ખરી, પણ તે નિયમિત થવાથીજ બની શકે છે. તેને અતિરેક થાય તે અથવા વિરુદ્ધ પ્રકૃતિનેા માણસ કરે તેા તેથી કાયદાને બદલે નુકસાન થવા સભવ છે. ગમે ત્યારે ગમે તે પ્રકૃતિને માણસ લંધન કરે તેા તેથી ફાયદો થતાજ નથી. અલબત્ત, સ્વસ્થ પ્રકૃતિને માણસ નિયમિત રીતે કે પંદર પંદર દિવસે કે તેવી કાઇ પદ્ધતિસર લધન કરવાની પરિપાટી રાખે તે! તેથી અવશ્ય તેનુ શરીર આાગ્યપૂર્ણ રહી શકે. વૈદ્યક શાસ્ત્રના નિયમ પ્રમાણે દોષ(વાત-પિત્ત-કક્ર)નુ વૈષમ્ય થવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે. વાયુ, પિત્ત અથવા કફ્ વધી જવાથી જ્યારે વિકાર ઉત્પન્ન થાય છે, ત્યારે તેનું શમન કરવા માટે લધનની જરૂર રહે છે. હરહમેશ આહારવિહારથી અજાતાં પણ દાષવૈષમ્ય પ્રાપ્ત થઇ જાય છે અને તેથી પોંદર-વીસ દિવસે એકાદું લંધન કરવાથી દોષસામ્ય થઇ જવાને લીધે એ વ્યાધિના અંકુર નષ્ટ થાય છે; પણ ગરીબ સ્થિતિના માણસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com