________________
મુક્તિમાર્ગના મહાજન
૨૩૭ ઉપર જણાવ્યું તેમ સ્ટેન્કા રાજીનના બાલ્યકાળની બીનાઓ ઉપલબ્ધ નથી. તેને જન્મ ઉરચ કઝાક વંશમાં થયો હતો. તે ધર્મિષ્ટ અને દયાળ સ્વભાવનો હતો. પ્રાર્થના માટે તે નિયમિત રીતે દેવળમાં જતો હતો. એક વીર દેશભક્તમાં જે ગુણે હેવા જોઈએ તે સર્વ ગુણ અને
ક્ષણે તેનામાં હતાં. અત્યાચારી અને પ્રજાપીડક નોકરશાહી અમલદારે તેનામાં યમને સાક્ષાત અવતાર જોતા હતા પરંતુ દીન અને દુ:ખીજન તો તેને દયાનો અવતાર માનતા હતા. એમ કહેવાય છે કે, ઈ. સ. ૧૬૬૧ માં ઠેકઠેકાણે ધર્મ મંદિર બંધાવતાં લોકોએ તેને જે હતો. આ સિવાય જમ્મી માણસે અને દર્દીઓને માટે તેણે સેંકડો ઈસ્પિતાલો બંધાવી હતી. આવા ઉદાર અને પ્રજાહિતીને ચાર અને લૂંટારે કહે, એ મિથ્યા પ્રલાપ નહિ તો બીજું શું ?
ઈ. સ. ૧૬ ૬૧ ની પૂર્વેનું સ્ટેનકાનું જીવન વિગતવાર જણાતું નથી. તે સમયે તેનું જીવન દેવાલય, ધર્મશાળા, ઈસ્પતાલ અને વિશ્રાંતિભવન બંધાવવામાં વ્યતીત થતું હતું. એના જીવનને ઉષ:કાલ આ પરોપકારનાં કાર્યોમાં જ જતા હતા, એમ સ્પષ્ટ જણાય છે. આ સમયે
સને એક્ત કરવા માટે (કલીપ્રથા નષ્ટ કરવા માટે) ચળવળ શરૂ થઈ. આ સાળ મી શતાબ્દિને મધ્યકાળ હતો. રશિયામાં સ-ખેડ-કલીપ્રથાને લીધે પ્રજા દિવસે દિવસે અત્યાચારન ભાગ થઈ પડતી હતી. કુલીઓના માલિક તેમના પર જાતજાતને ત્રાસ વર્તાવતા હતા. કલીસ્વામીઓની ઉચ્છખલ વૃત્તિથી જનતા ગભરાટમાં પડી હતી. આવી સ્થિતિમાં જે થવું જોઈએ તે થયું. દિનપ્રતિદિન વધતા જતા અત્યાચારની પીડા એટલી હદે પહોંચી કે, પ્રજાની સહનશીલતાની સીમા ઉલ્લંધન કરી ગઈ. કુલીપ્રથા વિરુદ્ધની ચળવળની લહર દેશમાં ઉઠી અને એ લહર ભીષણ તેફાનમાં પરિણામ પામી.
રૂશિયામાં આ વખતે એક બીજું આન્દોલન પણ ચાલુ હતું. આ આન્દોલન એટલા માટે અસ્તિત્વમાં આવ્યું હતું કે જેથી રૂશિયામાં તે વખતે પ્રચલિત ધર્મ અને ધર્મમંદિરના કાનમાં ફેરફાર થાય. આ ચળવળ ત્યાંના પાદરીવર્ગે ઉભી કરી હતી, અને તેમાં તેમને એક પ્રકારનો સ્વાર્થ હતો. સાધારણ જનતા આ ચળવળની વિરુદ્ધ હતી. પાદરીઓનો પોકાર અને બળ જબરું હતું, એટલે લોકાને અવાજ દબાઈ જતા અને તેમનું કોઈ સાંભળતું નહિ. આખરે પાદરીવર્ગ એ કાનુનોમાં ફેરફાર કરાવવામાં ફતેહમદ નિવડ. પેટ્રીઆક નીકળે તો અન્ય નિયમોમાં પણ થાડે છેડે ફેરફાર કરાવી નાખ્યો. આ ફેરફાર કરેલા નિયમે છપાવી સ્થાયી કરવામાં આવ્યા. લોકે તેને અનાદર ન કરે અને તેનું યથાર્થ પાલન કરે તે માટે પાદરીવર્ગે રાજ્યશક્તિનો આશ્રય માગ્યો. ઝાર એલેકઝીસને પ્રાર્થના કરવામાં આવી કે, એ નિયમોના પ્રચાર અને પાલનને માટે રાજ્ય તરફથી ઘોષણા કરવામાં આવે. ઝારે શાહી ફરમાન કાઢયું કે, જે કાઈ માણસ આ નવીન સંશોધિત યમને નહિ માને કે તેનો ભંગ કરશે તેને ધર્મ મંદિરમાંથી બહિષ્કૃત કરવામાં આવશે. પ્રજામાં અસંતોષ તે હતો જ તેમાં ઝારના ફરમાને અગ્નમાં વૃતાહુતિનું કામ કર્યું
વળી ના. પ.પને પણ આ ફેરફાર ચિકર ન હતા. ના. પોપ અવકુમના નેતૃત્વ નીચે પ્રજાના એક મોટા પક્ષે એ નિયમો સ્વીકારવાની ના પાડી. જે લોકોએ આ નિયમનો અસ્વીકાર કર્યો તેઓ રાસ્કાલિનીકી એટલે કે અપરિવર્તનવાદી કે પુરાણું મતના નામે ઓળખાવા લાગ્યા. રાસ્કાલિનીકી પક્ષનું કહેવું એવું હતું કે, જેમ આપણા વેદમાં કે કુરાનમાં વધારો, ઘટાડે કે ફેરફાર થઈ શકે નહિ તે પ્રમાણે પ્રચલિત ધર્મ જે જ હતો તેની અમુક ક્રિયામાં ફેરફાર કે વધારો થઈ શકે નહિ.
ગમે તેમ પણ પ્રજાએ અત્યાર સુધીમાં ઘણું ઘણું સહન કર્યું હતું અને હવે એથી વિશેષ સહન કરવા તૈયાર ન હતી. અત્યાચારથી સંતસ અને પદદલિત પ્રજા ઉત્તેજનામાં આવી જાગૃત બની; ઉપરની ઘટનાએ આગમાં પવન ફુકવાનું કામ કર્યું. રાખ હતી તે ઉડી ગઈ; કેયલા સળગી ઉઠયા;
- સફ-ગુલામ-કુલી. + પાપ-રોમન કેથલિક સંપ્રદાયને વરિષ્ઠ ધર્માધ્યક્ષ. આપણે ત્યાંના શ્રી. કાંકરાચાર્યના જેવો ધર્મગુરુ; પણ સંપત્તિ અને સત્તા તેનાં વિશેષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com