________________
૨૩૫
મુક્તિમાર્ગના મહાજન ९३-मुक्तिमार्गना महाजनो
(દેશને માટે પ્રાણ આપનાર, દેશહિત માટે જીવન કુરબાન કરનાર, સતત
યત્નશીલ રહેનાર બે વીરપુંગનાં જીવન)
૧-રેમ નગરની અમૂલ્ય સંપત્તિ-એક જુવાન રોમના ઇતિહાસમાં આ એક ઘટનાનો ઉલ્લેખ છે. એક સમયે રામમાં ભારે તોફાન થયું. દિશાઓ વાદળાઓથી છવાઈ ગઈ, પ્રચંડ પવન વાવા લાગે, કાન ફાડી નાખે તેવા મેઘગર્જનાના કડાકા સંભળાવા લાગ્યા, પ્રકૃતિએ ભીષણ રૂપ ધારણ કર્યું, વિધુતના ચમકારા થવા લાગ્યા, ભારે અવાજ થતામાં જમીનમાં એક મોટી ફાટ પડી અને મેટો ખાડે જણાય. નાગરિકે આ બનાવથી એટલે કે દેવી પ્રકોપથી ગભરાટમાં પડયા. કેટલાક સૂચના કરી કે, આ દેવી કેપને શાંત કરવા માટે શા શા ઉપાય યોજવા જરૂરના છે, તે આપણે આપણું ધર્મયાજક અને ભવિષ્ય ગણકને પૂછીએ. આ નિર્ધાર કરી તેઓ સર્વ ધર્માધ્યક્ષ પાસે ગયા. તેણે ગણતરી કરીને નાગરિકેને કહ્યું કે “હે રોમ નગરના સજજનો ! તમે જે વસ્તુને અતિમૂલ્યવાન અને વહાલામાં વહાલી ગણે છો, તેને એ ખાડામાં હેમશો એટલે તે આપોઆપ પૂરાઈ જશે. રામના નાગરિકે પાસેથી ભારેમાં ભારે બલિદાન દેવવર્ગ માગે છે.”
પછી સૌએ સુવર્ણના ઢગ એ ખાડામાં નાખવા માંડયા; પણ ખાડો પૂરાયે નહિ. અમૂલ્ય અલંકાર એમાં હેમી દીધા. પણ ખાડે હતો તે ને તેજ ઉડે રહ્યો. બહુમૂલ્યવાન રત્નરાશિ એમાં ઠાલવી દીધે; છતાં ખાડે પૂરાય શાનો? હવે નાગરિકે વિમાસણમાં પડ્યા. શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા.
એટલામાં એક નવયુવક ત્યાં આવી પહાંએ; તેની આંખોમાં અપૂર્વ તેજ હતું; મુખપર આહલાદની છટા નાચતી હતી. તેને અશ્વ થનગન કરતે નાચતો હતો. ઘેડે થોભાવી ત્યાં એકત્ર થયેલા મનુષ્યોને તેણે હાસ્યયુક્ત મધુર સ્વરે પૂછ્યું:
“આપ બધા અહીં શા માટે એકઠા થયા છે? આપ સર્વ શાની વિમાસણમાં પડ્યા છો?”
એક વૃદ્ધ પુરુષે પ્રત્યુત્તર આપ્યો “હે યુવક ! આપણી રામ નગરીપર આજે દેવને પ્રકાપ ઉતર્યો છે. તે કેને નિવારવા માટે રોમના નાગરિકે અહીં એકઠા થયા છે અને પિતાની મૂલ્યવાનમાં મૂલ્યવાન વરતુઓને ભોગ આપે છે કે જે વડે આ ખાડા પૂરાઈ જાય.”
તે યુવકે મિત હાસ્યથી જવાબ આપ્યો કે “અલંકારો એ કાંઈ રામના નાગરિકોની આદરની વરતુ નથી; અઢળક ધન કે રત્નરાશિ એ કાંઈ રોમની ખરેખરી સમૃદ્ધિ નથી; રેમનું વહાલું ધન, રોમની આદરની વસ્તુ, રેમની પ્રિયતમ અને મૂલ્યવાન સામગ્રી તેના યુવકે છે.”
એટલું બે લી તે યુવક પોતાના થનગનતા અશ્વસહિત તે ખાડામાં કૂદી પડો ને કહેવાય છે કે તરત જ તે ખાડે પૂરાઈ ગયો.
યુવાવસ્થા ખરેખર લોકોત્તર વસ્તુ છે. મદાંધ માતંગની માફક નિરંકુશ, શૌણભદ્રની માફક દુધર્ષ, પ્રબળ કામના પ્રબળ પ્રભંજનની માફક પ્રચંડ, નવવસંતની પ્રથમ મલ્લિકા કળિની માફક કોમળ, ભરવીની સંગીતલહરિની માફક મનોહર, જવાળામુખી માફક ઉછુંખલ છે. દેશહિત માટે ઝટવું, દેશના ક૯યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવું, મુક્તિના મેદાનમાં વીરની માફક ઘૂમવું, જનની જન્મભૂમિ માટે આત્મોત્સર્ગ કરતાં પણ પાછા ન હઠવું, એ યુવકેનેજ સાધ્ય છે. યુવકેજ દેશનું કલ્યાણ સાધી, મુક્તિમાર્ગે અન્યને પ્રેરશે. હું ગુજરાતના વીર યુવકે! જાગે, દેશમાં વ્યાપેલી નવચેતનાને ઉત્સાહથી વધાવી મુક્તિમાર્ગે વળો. જુઓ, અન્ય દેશનાં સંતાનેએ માતૃભૂમિ માટે શાં શાં બલિદાન આપ્યાં છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com