________________
જાતિઓના આત્મધાત
૨૩
જનસંખ્યા વધવાને સંભવ છે ખરે, પરતું જનસંખ્યાની અસંખ્ય વૃદ્ધિથી જે સમાજ ઉપર આપત્તિએ આવે છે, તેને રાકવી એ પણ અગમબુદ્ધિનું કામ છે. પ્રાચીનકાળમાં ભારતના સાથી ગ્રીસ દેશના નેતાઓ-ક્રીટ, સેાલન, પીડન, પ્લેટ અને અરસ્ત વગેરે-તે પણ બાળકાની ઉત્પત્તિ સમાજના હાથમાં રહું અને નિઃસીમ જનવૃદ્ધિ થાય નહિ તે માટે પ્રયત્ન કરવા પડયા હતા.
પ્લેટાએ સ્વતંત્ર રાજ્યાની સ્વતંત્ર પ્રજાનાં મનુષ્યા અને નિવાસસ્થાનાની સંખ્યા ૫૦૪૦ નક્કી કરી હતી. એ સખ્યામાં વધઘટ થવા ન પામે તેનેા પ્રબંધ કરવાનું કર્તવ્ય રાજ્યના પ્રશ્નોંધકર્તાનું હતું. પિતાને જો એકથી વધારે પુત્ર! હેય તે તેમને તે પુત્રવગરનાંને આપી દે અને પુત્રી હાય તેા પરણાવી દઈ પેાતાના એકજ પુત્રને સઘળી સ ંપત્તિને અધિકારી બનાવે-અર્થાત્ પિતાના મૃત્યુ પછી કુટુંબમાં એકજ પુરુષ રહે; એવી વ્યવસ્થા કરી હતી.
અધિકારીની આજ્ઞા સિવાય લગ્ન કરવું, વધારે સંતાન ઉત્પન્ન કરવાં, અમુક ઉંમર પહેલાં કે પછી સંતાન ઉત્પન્ન કરવાં, એ રાજ્યની આજ્ઞા વિરુદ્ધ વન ગણાતું અને તેમને સજા કરવામાં આવતી. અધિકારી મારફત સર્વોત્તમ ખાળાને નગરની બહાર બાળઉછેરના ખાસ કામમાં રોકાયલી દાઇઓને ચાંપવામાં આવતાં અને અયેાગ્ય-રાગી બાળકાને માટે કઠેર નિયમ હતા કે તેમને ગાઢ જ`ગલમાં જમીનમાં દાટી દેવાં !
પ્રાચીન આ ની પદ્ધતિ પણ કંઈક એવીજ હતી. ત્યારે પણ સતાન ઉપર માતાપિતાના અધિકાર નહાતા. તે વખતે બાળક માટેા થાય કે તરતજ માતપિતા તેને ઉપનયન આપી ગુરુકુળમાં સાંપતાં હતાં, કે જ્યાં દેશભરના ઉચ્ચ કાર્ટિના વીતરાગી મહાત્માઓને નિવાસ હતા. ત્યાં તે મહાપુરુષા તેમની રુચિ, પ્રારબ્ધ, શરીર સોંપત્તિ, જીવન અને બળ વગેરેનુ વૈજ્ઞાનિક નિરીક્ષણ કરીને તેમને અનુકૂળ શિક્ષણ આપતા અને અંતે તેમની પાકી ઉંમરે તેમના ગુણકર્માંની પરીક્ષા લઈને મન, વચન અને કર્માંની ગતિને તે જે પ્રકારે સમાજસેવામાં લગાવી શકે તેમ હોય તે શ્રેણી(વ)માં તેને દાખલ કરતા હતા. સામાજિક સુંદરતા અને પ્રેમ કાયમ રાખવા માટે આ કેવી સુંદર પતિ હતી ! રાજા અને રક દરેકનુ બાળક ગુરુકુળમાં ગયા સિવાય રહી શકતું નહિ અને બધાને પેાતાના કુળની મેટાઇના ત્યાગ કરી ભ્રાતૃભાવથી વિનમ્ર બનીને ગુરુસેવા અને ભિક્ષાદ્વારા વિદ્યોપાર્જન કરવુ પડતુ હતું. આજે કેટલાં અનાથ બાળકે ગલીએ ગલીએ ભીખ માગતાં ફરે છે! તેમને ઘરની સ્ત્રીએ તથા દુકાનના દુકાનદારા કૂતરાંની પેઠે હડધૂત કરે છે અને તેમના લાડકડા છે.કરાએ રબડી-મલાઇ ખાઈને એઠા પડીઆએ તેમના તરફ ફેંકીને એકાદ લાત અને એકાદ ગાળ ચેાપડી દે છે ! તે વખતે આ રાક્ષસી દૃશ્ય નહતુ. કાઇ બાળક બારણે ઉભા રહી મધુર સ્વરથી કહેતા કે 'મત્તિ વિજ્ઞાન્તેદિ' (માતા ભિક્ષા આપે!) એટલામાં તે પ્રત્યેક ગૃહિણીની છાતીમાં દૂધ ઉભરાઇ આવતુ તેને તરત સ્મરણ થતું કે, તેના પુત્ર પણ આવી રીતે કયાંક મતિ મિક્ષાન્તેદિ (માતા ભિક્ષા આપે,) એમ કહેતા હશે. તે દોડીને તેને પેાતાનાજ પુત્રની પેઠે સકારતી અને ધરમાં જે ક! હાય તે તેને આપી તેનું સ્નેહપૂર્વક બહુ માન કરતી. અહે। કેવી એ સ્વર્ગીય જાતીયતા હતી ! કેટલું વહાલભર્યું સંગઠન હતું! કયાં ગયા એ કાળે અને કયાં ગયા એ ક્રમ! ! સોંપત્તિમાં ઉછરેલા શ્રીકૃષ્ણ અને દરિદ્રભૂતિ સુદામાજીની એ અલૌકિક મિત્રતા શુ' ગુરુકુળપ્રણાલીસિવાય સાવિત હોઈ શકે ખરી ?
એ ક્રમ પલટાઇ ગયા. મનુષ્ય સંસારમાં જન્મીને સંસારનું અન્ન ખાય છે, એટલે સંસારના તે ઋણી છે અને પેાતાના પ્રતિનિધિસ્વરૂપ યેાગ્ય પુત્રને સંસારડ઼ી સેવામાં રજુ કરીને તે ઋણમુક્ત થાય છે. પુત્ર’ શબ્દના એજ અર્થ છે. ઋણમુક્ત કરનાર પુત્રજ હાય છે. એટલા માટેજ સંતાન ઉત્પન્ન કરવાનાં હાય છે. પુત્રને જન્મ આપી, યથાશક્તિ યાગ્ય બનાવીને ગુરુને સોંપી દેવા અને સાંસારમાં સન્માનપૂર્વક રહેવાને યેાગ્ય થતાં તેને સ કંઇ આપી દઇને પેાતે વાનપ્રસ્થ થવુ, એ પ્રાચીન પદ્ધતિ હતી. પરંતુ જ્યારે મનુષ્ય સ્વાના કીડા બની ગયે, પેાતાની વૃદ્ધાવસ્થામાં સુખ આપશે એવી લાલસાથી સંતાનને પાળવા લાગ્યા, એટલે માણસની શક્તિ અત્યંત હલકી, નીચ અને નકામી થઇ ગઇ; અને તેનું પ્રત્યક્ષ ફળ અમારે એ ભાગવવું પડયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com