________________
ધાર્મિક સુધારા
૧૮૯
હવે એમ ધારા કે (૧) આપણાં બધાં મેટાં મદિરા ( હિંદુ, જૈન, બૌદ્ધ ) અને મસ્જીદેમાં ઉચ્ચ ભાવનાવાળા ઉપદેશકેા, સાધુ કે રખેવાળ હાય તા દરેક ગામડામાં કેટલી જાગ્રતિ આવી જાય ? એમ ધારે। કે, આપણા બધા સાધુએ અને ફકીરે। અને સાધ્વીએમાં ઉચ્ચ આદર્શો અને સેવાભાવ હાય તેા ગામડાંઓનું જીવન કેટલું પવિત્ર થાય ? એમ ધારા કે, દેશના દરેક ધાર્મિક મકાનના ઉપયાગ પ્રજાને આત્મિક, નૈતિક, માનસિક તથા શારીરિક બળ આપવાને માટે થાય તે। દેરાને કૈટલેા અનહદ ફાયદા થાય ?
જ્યારે મહારાષ્ટ્રમાં નવી જાગ્રતિ આવી ત્યારે ત્યાં કેટલા સાધુસંતે પામ્યા હતા ? અને મેાગલ પાદશાહીને ઉથલાવી પાડનાર માત્ર શિવાજી મહારાજ નહેાતા, પણ રામદાસ સ્વામી જેવા અનેક સમ ધર્મોપદેશકેાએ પણ મહત્ત્વને ભાગ ભજવ્યેા હતેા. આજે પણ દેશમાં ઠેકઠેકાણે કેળવણીના, ધાર્મિક ઉપદેશના, રાજકીય ઉપદેશનાં આશ્રમે સ્થપાયા છે અને તેમાં આધુનિક ઋષિમુનિએ, સાધુએ, શિક્ષકા, પ્રચારકા, કાર્યકર્તાએ કામ કરી રહ્યા છે. આવા કાર્યકર્તાઓમાં જે જૂદાપણું હૈાય તે કાઢી નાખીને તેમનેા સહકાર થાય તે દેશમાં અજબ શક્તિ આવી જાય. આપણે જે સુધારા કરવાના છે તે એ દિશામાંઃ (૧) જે સાધુએ અને ધર્માચાર્યો . ચેતન વિનાના જડ, અજ્ઞાન, વહેમી કે ચારિત્રવગરના હેાય તેમના બહિષ્કાર થવા જોઇએ. (૨) ઉચ્ચ ભાવનાવાળા શિક્ષિત ચારિત્રવાન નવજીવાનેાએ આવા આશ્રમે, મંદિર, મસ્જીદો, ધર્માલયામાં દાખલ થઇ જવું જોઇએ. હાલમાં જે સાધુએ દુરાચારી છે તેમને તેા ભૂખે મારવા એ પુણ્યનું કામ છે એ વિચારના પ્રચાર કરવા. જે સાધુએ આળસુ, જડ અને અજ્ઞાન છે તેમનામાં ચેતન આવે અને પ્રજાને ઉપકારક થાય એવી તાલીમ આપવી, અને નવા સાધુઓએ બધી સસ્થાઓને કબજે કરવી. મીસર દેશના પાટનગર કરેામાં જે મેટી મસ્જીદ છે, તે અલ આઝાર માટી યુનિવર્સિટિ ની ગઇ છે. સર સુબ્રહ્મણ્ય આયરે સૂચના કરી હતી કે, દરેક મંદિરમાં શાળા સ્થાપી દેવી જોએ, અને ત્યાં દરેક પ્રકારની કેળવણી આપી શકાય. જે પ્રજામાં ઉચ્ચ ભાવનાને પ્રચાર થશે તે પરતંત્ર રહી શકેજ નહિ; એટલે ધાર્મિક રાજકીય, આર્થિક અને શારીરિક ઉન્નતિ સાથે સાથે થાય છે. ખરું જોતાં ધાર્મિક જાગૃતિમાં આ બધી પ્રવૃત્તિઓના સમાવેશ થઇ જાય છે.
આજના ધર્માંગુરુએ, મહારાજો, સાધુ, સન્યાસીએ, ફકીરા, ગાસાંઇના જીવનવિષે ટીકા કરવા માગતા નથી. પ્રજા જેને અથવા જેટલાને લાયક હાય છે તેને મળે છે. કરણી તેવી પાર ઉતરણી' એ કહેણીના ખેધ પણ એવાજ છે. જે લેાકેાને સ્વચ્છતાનેા ખ્યાલ નથી તે મદિરને ઉકરડા બનાવી દેશે. આપણા આદર્શો, આપણી આકાંક્ષાએ, આપણી જરૂરીઆતે હલકા નીચ પ્રકારની હાય પરિણામ કેવું આવે ? જ્યારે શીખ અકાળીએ જાગૃત થયા અને પેાતાનાં ગુરુદ્ધારે। સુધારવને નિશ્ચય કર્યાં ત્યારે પ્રજામાં અજમ ચેતન આવ્યું. જો હિંદી પ્રજા પેાતાના ધર્મગુરુઓને સુધારવાને પ્રયત્ન કરે તેા પચીસ વર્ષમાં કલ્પી ન શકાય એટલે સુધારે। થઇ જાય. હાલમાં તે ગમે તેવા અભણ અજ્ઞાન માણસ, સદાચારી હોય કે નહિ તે છતાં પણ શરીરપર રાખ ચેાળીને ભિક્ષા માગે તે સેંકડે સ્ત્રી તેની પૂજા કરવા મ`ડી જાય અને ભિક્ષા આપીને હધેલી બની જાય. આપણા સમાજમાં હજી હજારા વહેમ જડ ધાલીને બેઠા છે અને જે પ્રજાને મેટા ભાગ અભણ છે તેના વહેમ કાઢવા બહુ અધરા છે. હવે તેા યુવાનવ સમાજની લગામ હાથમાં લે અને પ્રજામાં સુસ'સ્કારે રેડવા માટે ગામડાંઓમાં કામ કરવાને ભેંસી જાય. પ્રજાને વધારે ખળવાન, હિંમતવાન, નિડર, ઉદ્યમી અને ધપરાયણ બનાવી દે તાજ આ દેશના ઉદય થાય. જીભના પટપટારા અને લેખાની કિંમત તેા છે, પણ ચારિત્રવાન પુરુષનેા સત્સ`ગ એજ ખરૂં ચેતન રેડી શકે છે, એજ મુડદાંમાં પ્રાણ મૂકે છે. જો આપણા યુવકેં। સ ંતેાષી' થઇને ગામડાંમાં બેસી જાય તેા આપણે ગુલામી અને પરતંત્રતાની ધુંસરી ફેંકી શકીએ.
(સં॰ ૧૯૮૪–ના હિંદુસ્તાન”ના દીપાત્સવી અંકમાં લેખકઃ-ડૉ. સુમન્ત મહેતા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com