________________
vvvvvvvvvvvvvvvvvvvv૧૫, ૨૪૪૪૪wwww
૧૮૦
શુભસંગ્રહ-ભાગ પાંચમ એક ટેકરી ઉપર તેમને એક રાંગમાં ઉભા રાખીને કેંસ ઉપર લટકાવવામાં આવ્યા. એમના ગળામાં લોખંડી સળિયા ખોસવામાં આવ્યા, તેમના હાથપગમાં લોખંડી ભાલા કે કયા અને આવી રીતે ઉન્મત્ત, મગરૂર, નીતિભ્રષ્ટ એવા મિશનરીઓની બરાબર ખબર લેવામાં આવી. જે ડચ લેક કેવળ વેપારજ કરતા હતા તેમની વિરુદ્ધ શસ્ત્ર ઉચકવામાં આવ્યાં નહિ; પણ આ ડચને તેઓ પ્રોટેસ્ટંટ હોવાથી મિશનરીઓ શત્ર સમજતા અને તેમની વિરુદ્ધ તે ચોર અને લુંટારૂઓ છે એવી ઘોષણા કરતા. હિડેશની પછી ત્યાંને કારભાર ઈયેયાસુના હાથમાં આવ્યા. ફરીથી મિશનરી લોક નાના પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવવા લાગ્યા. ઇયાસુને મિશનરીઓની બધી કારવાઈ ધર્મ પ્રસારને માટે નહિ, પણ જાપાનને હજમ કરવા છે એમ અનેક ઉદાહરણો ઉપરથી સમજાઈ ચૂકયું. આ મિશનરીઓ ઈયેયાસુની વિરુદ્ધ કારસ્થાને રચીને તેના શત્રુની બાજુએ બંડમાં સામેલ થયા. આગળ જતાં ઇયાસુ ઇ. સ. ૧૬૧૬ માં મરણ પામે ને તેને છેક હિડેટાડા ગાદી પર આવ્યો. તેણે ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ જોરદાર ચળવળ શરૂ કરી અને એ પ્રકારના હુકમ છેડ્યા. આ હુકમ છેડવાનું કારણ જાપાન દેશને પોતાના રાજયની સાથે જોડી દેવાને પાદરીઓએ રચેલે તાગડો હતે. હવે પછી ખ્રિસ્તી મિશનરીઓના છળની મજબૂત શરૂઆત થઈ. આ મિશનરીઓને જે જાપાને આવુંજ ધીંગાણું મચાવી દીધું હોત તે જાપાનનું રાજ્ય પોર્ટુગીઝ, અંગ્રેજ, સ્પેન કિંવા ડચ લેકના તાબામાં ગયું હોત. આ ઉપરથી એક સિદ્ધાંત કાઢી શકાય છે, જ્યાંથી જ્યાંથી મિશનરીઓની પૂર્ણ હકાલપટ્ટી થઈ, ત્યાં ત્યાં સ્વરાજ્ય રહ્યું અને બાકીના દેશ યૂરોપીયનોએ ગળા નીચે ઉતારી દીધા. જાપાનના સ્વાતંત્રયનું કારણ ખ્રિસ્તી ધર્મનો સમૂળ ઉછેદજ છે, એમ અમને લાગે છે. આ ખ્રિસ્તી ધર્મને ઉછેદ કેવી રીતે કરવામાં આવ્યો એ આપણે સંક્ષેપમાં તપાસીએ.
હિડોશીએ મિશનરીઓને હાંકી કાઢયા હતા એ આપણે જાણીએ છીએ તેવી જ રીતે તે મિશનરીએ ત્યાંથી ન ચાલ્યા જતાં ત્યાં આગળ પડી રહ્યા, એ પણ આપણા જાણવામાં આવ્યું છે. એ મિશનરીઓ પૈકી હાથમાં આવેલા બે મિશનરીઓને શિરચ્છેદ કરવામાં આવ્યો. બીજા મિશનરીઓને કેદમાં નાખ્યા, ફાંસીએ ચઢાવ્યા, ઉભા બાળ્યા ને તેમના ટુકડે ટુકડા કર્યો. જેમની બાબતમાં તેઓ ખ્રિસ્તી છે એવો સંશય હતા તેમને મેરીની અને ઇસુ ખ્રિસ્તની છબીઓ પગતળે છંદવાનો હુકમ ફરમાવવામાં આવ્યો. વટલાયલા લેક અમે ખ્રિસ્તી નથી એમ કહેવા લાગ્યા. ૧૬૨૪માં સ્પેનિશને “જો તમે જાપાનમાં આવશે તો મૃત્યુમુખે પડશો” એમ જણાવવામાં આવ્યું. શિબારના બંડમાં ૩૦,૦૦૦ ખ્રિસ્તી લોકોની કતલ કરવામાં આવી. ૧૬૩૮ માં ડચ સિવાયના તમામ યુરોપીયનને જાપાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. જાપાની લોકોને પરદેશમાં જવાની બંધી થઈ. આ વખતથી જાપાનને બાહ્ય જગત બંધ થયું અને જાપાનમાંના ખ્રિસ્તી ધર્મનો અંત આવ્યો.
ત્યાર પછી ૧૬૪૦ માં કેટલાક પોર્ટુગીઝ વેપારી નાગાસાકી મુકામે એક અરજી લઇને આવ્યા. હવે મિશનરીઓ ઘણાં વર્ષથી જાપાનમાં આવ્યા નથી તો વેપારને માટે અમને પરવાનગી આપો એવી તેમણે માગણી કરી. આ પ૭ જણને ધર્માન્તર કરો. નહિ તે મૃત્યુને કબૂલ કરો આવો હુકમ કરવામાં આવ્યો. એમના પૈકી ૪૪ જણને ઠાર માર્યા અને બાકીના ૧૩ જણને આ સમાચાર પહોંચાડવાને પાછા મોક૯યા. પણ જતાં પહેલાં તેમને જે ઠેકાણે ૪૪ જણને ઠાર મારવામાં આવ્યા હતા તે ઠેકાણે લઈ જવામાં આવ્યા ને ત્યાં આગળ લગાડેલું પાટીયું વાંચવાને કહ્યું. એ પાટીયા ઉપર નીચેને મજકુર હતો:
“જ્યાં સુધી સૂર્ય પૃથ્વી ઉપર પ્રકાશે છે ત્યાં સુધી કોઈ પણ મિશનરીએ જાપાનમાં આવવાનું સાહસ કરવું નહિ; અને કદાચિત ફિલીપ રાજા, પ્રત્યક્ષ ઇસુ ખ્રિસ્ત કિંવા ગૌતમ બુદ્ધ આવશે તે પણ તેમનાથી આ હુકમ બદલાવી શકાશે નહિ. ને આવનારા મિશનરીઓનાં કાપવામાં આવનાર મસ્તક તેમનાથી બચાવી શકાશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com