________________
ગુન્હેગાર કાણુ ?
૧૭૩
એરડેલના મુખ ઉપર કાંતિ હતી, શૌયનાં ચિહ્ના હતાં અને શાકના તરગા–ભાવા તે ઉપર તરવરી રહ્યા હતા.
આજે આખી દુનિયા શાંત જણાય છે. સધ્યાના સમય હાવાથી આકાશમાં ભગવાન સૂર્યનારાયણ પણ શાંત લાગે છે. સ્વચ્છ આકાશમાં વાદળના બે ચાર ટુકડાએ આમતેમ ફેલાઇ ગયા છે. એ ટુકડાઓ સૂર્યની મનેાહર રતાશને લીધે બહુજ રૂપાળા લાગે છે. વિશાળ સમુદ્ર પણ બધી રીતે શાંત છે. ફક્ત જળના એ ચાર તરંગા ઉત્પન્ન થઇ આમતેમ મજેથી નાચે છે એટલુ જ ! એ સાગરના વિશાળ પટ ઉપર બ્રિટીશ ક્રેબલેટ નામની સ્ટીમર વેગથી ચાલી જાય છે. એમાંના મુસાફરો કાઇ વખતે જમવા જાય છે તે! કાઇ વખતે સમુદ્ર અને આકાશના મનમેાહક દેખાવા જાવા માટે ડેક ઉપર આવીને ઉભા રહે છે. કાઇ કાઇ તા આગમેટનાં મશીને જોવા માટે તેમાં નીચે ઉતરી જાય છે. એ આગોટના એક ઓરડામાં એક અબળા આ ગુપચુપ બેઠી છે. વહાલા વાચક ! એજ સ્ત્રી મિસિસ એરડેલ છે. આજે એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી છે. એનુ આપત્તિમય અતઃકરણુ ઉદાસ થઇ ગયું છે. દુ:ખાથી બળી ગયેલી અબળાના અંતઃકરણમાં આત્મવેદના સિવાય બીજું શું રહી શકે તેમ છે વારૂ એને સંસાર નભ્રષ્ટ થઇ ગયા છે. માળામાંથી પક્ષાએ પેાતાની પાંખા પહેાળી કરીને ઉડી ગયાં છે અને સ્વત ંત્રતાની પ્રેમીપ ંખિણીને જ઼બરદસ્તીથી પરાધીનતાનાં પાવિક અધનાથી બાંધી લેવામાં આવી છે. આજે—અત્યારેજ મિસિસ એરડલ વિચાર કરી રહી છે કે, ખરેખર હું ગુન્હેગારજ હતી. મારે મારાં બાળકોનાં ખૂન કરવાની શી જરૂર હતી? શું મજુરી કરવાથી પેટના ખાડા પૂરવા પૂરતું નજ મળી શકત ? ના, મજુરી મળતીજ નહેાતી. એવી હાલતમાં ખરેખર મારાં વહાલાં ખાળકાનું ભરણપેષણુ કરવાનું મારે માટે બધી રીતે અસ ંભવિત હતું-મારાથી ન ખનવા જોગ કામ હતું ! વહાલા દીકરા જેકસ! મે` તને અને તારી બહેન મેરીને પેાતાના સ્વામય યજ્ઞકુંડમાં હોમી દીધાં આહુતિ બનાવી લિદાનની વેદી ઉપર વધેરી નાખ્યાં, દર્દીને ચગદી પણ નાખ્યાં! તે વખતે તમે અજ્ઞાન બાળકા હતાં; પણ હવે પરણેાકમાં, મારાં વહાલાં ભૂલકાંઓ ! તમે અજ્ઞાન નહિજ રહી શકા ! હાય, પ્યારા પુત્ર જેકસ-એ મેરી ! આજે તમારૂ સ્મરણુ મને વિલ બનાવી દે છે. મને માફ કરજો. મારાં વહાલાં ભૂલકાંઓ ! અરે...પણ આ શું ?... એ અખલા એરતે જોયું કે, સમુદ્રના ચંચલ તરગા ઉપર
દિવ્ય બાળકા તરી રહ્યાં
છે. આહ ! સૌ શાંત થઇ ગયું. જાણે કે આગોટ ઉભી રહી ગઇ હેાયતી ! તર ંગાપર રમતાં બાળકા જેસ અને મેરી છે, તેમનું મુખમંડળ મધુર મધુર હાસ્યની ઝાંખીથી ચમકી રહ્યું છે. કદાચ, હવે તેઓ ભૂખ્યાં નહિ હાય ! એકાએક સમુદ્રનાં હાથીસમાં મેાજાએ શાંત થઈ ગયાં. એ બાળકા સાગરના તરંગા ઉપર ઉભાં રહી ગયાં. ધીમે ધ^મે પછી તેએ પેાતાની પાસેજ જાણે. આવી ઉભાં હેાયની, એવા મિસિસ એરડેલને ભાસ થઇ આવ્યા. એ બાળકેાનાં મુખ ઉપર તિરસ્કાર અને ધૃણાના ભાવા ચમકી રહ્યા હતા. જેસ જાણે પેાતાની સ્નેહમયી માતાને કહી રહ્યો હતેા કે “બા, બા ! તું આ પાપી લેાકેાના પંજામાં કેમ આવી ગઇ છે ? આ ! આ ન્યાય નથી.. આવ, અમે તને બચાવી લઇશું.”
મેરીએ પણ જાણે કહ્યું કે “ ખા! ચાલી આવ. તારી દયાકૃપાથી અમે સુખી છીએ માડી !’’ 'અહા ! મારી દયાનુ સ્મરણ કરાવી મને તિરસ્કારમય શબ્દોનું લક્ષ્ય બનાવી રહી છે— મને તરાડી રહી છે. એણે તે તરફથી આંખેા ફેરવી લીધી. આખા ફેરવી લેતાંજ તે જે એરડામાં હતી તેના એક ખૂણામાં ફરી બાળકાનાં મધુર મુખ દેખાવા લાગ્યાં. બારીમાંથી ખીજી તરફ જોયું તેા ત્યાં પણ ખાળકા ઉભાં ઉભાં કહી રહ્યાં છે કેઃ—
“માતા-માતા ! આ ન્યાય નથી.”
હવે આ નારીને નિરાંત ક્યાં મળી શકે ? ખરેખર અહીં ન્યાય નથી. શું મારે। એજ ન્યાય હતા? એ પરમાત્મા ! શું દુનિયામાં તારી હસ્તી છેજ નહિ? અને જો હેાય તે તું શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com