________________
અણુશિયાની દુનિયા
^^^^^^^^^^* *~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^
: અરે ૩ જે જે વ્યકિત સામાન્ય જીવન જીવી, કઈ અર્થવગરના સ્વાદ, મોહ કે શોખ માટેજ પામર જીવન જીવે છે તે પણ અણશિયાના વિશેષણનેજ લાયક છે. પરિણિત હિંદુ સ્ત્રીઓ સામાન્ય જીવનજ જીવે છે તેમાં, અને બે-ચાર એવી તે સ્ત્રીઓને જીવતાં નીરખવાનો પ્રસંગ બન્યો છે કે જે ઉપરથી. સેંકડો વર્ષ પહેલાંની અજ્ઞાન, અભણ કે જંગલી સ્ત્રીઓ કેવી હશે તેને ખ્યાલ આવી શક્યા. આવી સ્ત્રીઓના પ્રકાર અનેક જાતના હોઈ તે બધાને વર્ણવવા જતાં એક પુસ્તક તૈયાર થાય; તેથી તેવાં બે–ચારજ ચિત્ર રજુ કરું. એક એવો પ્રકાર છે કે હર્ષભર મલકાતાં, હૈયે કોઇ “વર ની વહુ થવાને પિપાસુ કન્યા વડીલો ચોરીમાં જે પૂતળાને રજુ કરે તેની સાથે પરણે. લગ્ન પછી સાસરે જાય, સંસ્કારિતા કે કેળવણું હોયજ નહિ; એટલે દરેક પરિસ્થિતિને પ્રથમ અપનાવી પછી તેના પર જીત મેળવી તેની સરદારી લેતાં આવડે નહિ, એટલે ગમે તેના વાંકે કે ગમે તે કારણે વહુ અને સાસુ, નણંદ વગેરેને અણબનાવ થાય. સાસુ અને નણંદ પણ વહુનીજ કોટિનાં હોય; એટલે સાસુ, નણંદ બધાં વહુને વગોવે અને વહુ સાસુનું મૃત્યુ વાંછવા લાગે. સાથે નણંદના પગ ઘરમાંથી દૂર કરવાની યુક્તિ-પ્રયુક્તિ બધું આરંભે. તે વહુને વર ઘણું કરી પિતાની સ્ત્રીના પક્ષમાં જ ઉભો રહે એટલે તે દંપતી કુટુંબમાં અળખ મણું બને. આમ નિત્ય ચાલે અણશિયાને કંકાસ. એનું નામ અણશિયાની દુનિયા. આવી સ્ત્રીઓને જીવનભરનો કાર્યપ્રદેશ કુટુંબ; તેથી આગળ જ્ઞાતિ અને અમુક અંશે શેરી પણ ખરી. દિવસભરના કાર્યક્રમમાં રસોઈ, (રસોઈના અનેકવિધ સ્વાદમાં એકમયતા) બપોરના સૂવું કે દળવું ઝાટકવું, અનેક નવરીઓનું એકઠું થવું, દરેકે પોતપોતાના કુટુંબ કે જ્ઞાતિની કોઈ વ્યક્તિની ટીકા મય આખ્યાયિકાઓ કથવી, સાંજના બહુ તે કોઈ પથ્થરની મૂર્તિનાં દર્શન કરવાં, રાંધવું અને સવું. આખા જીવનપર્યંતના તેવાઓના મહત્ત્વના પ્રસંગોમાં વિવેકબુદ્ધિની મર્યાદા અમર્યાદાના ખ્યાલ વગર વધારેમાં વધારે છોકરાંઓ (અણુશમાં) ઉત્પન્ન કરવાં, લગ્નમરણની નાતે જમવી, સારાં સારાં લાડાં ઘરેણાંથી ઠાંસી ઠાંસીને જાતને શણગારવી, છેક રાંનાં છોકરાંનાં છોકરાંને પણ બાળવયમાં પરણાવવામાં જીવનની લ્હાણ સમજવી અને જીવનને અંતે કઈ બ્રાહ્મણને ગાયનું દાન કરી વેતરણીમાંથી સહીસલામત પાર તરી સીધાં સ્વર્ગમાં પહોંચી જવાની રજાચિઠ્ઠી મેળવી અક્ષયમાં મળી જવું. કેટલીએક સ્ત્રીઓ બોલકણી હોય છે અને કેટલીક સ્ત્રી તે ભલભલા પુરુષને પણ પાણી ભરાવે તેવી હોય છે. તેથી સ્ત્રીઓ ઘણું કરી વિલાસી, સ્વાદણ, બઝિકણું
યે કે વગર સમયે વાંક પાડવાવાળી ટીકાર, વાડી, ઉસ્તાદ છતાં રેડવામાં પારંગત અને શરીરે તંદુરસ્ત; એટલી કાબેલિયતવાળી સ્ત્રીને વ્યવહારમાં રચ્યા પચ્યા રહેવા સિવાય જીવનનો કશો જ ઉદ્દેશ કે ઉંચ વિચાર સુદ્ધાં ન મળે. સ્ત્રીવિષે આટલી ચર્ચા તે હટ્ટારૂપે કે ટીકારૂપે હું નથી જ કરતો. સ્ત્રીઓને ઉન્નતિને શિખરે બિરાજતી અને પ્રકાશતી જોવા હું ઇચ્છું છું. પરંતુ આપણા સમાજનો ઘણે મોટો સમુદાય કેવાં જીવન જીવે છે ?–અને તે જીવન પ્રશંસાપાત્ર તો નહિજ બબ્બે અણશિયા જેવાં જીવન છે. માટે તે કટિમાંથી ઉચ્ચ કોટિ માટે સ્ત્રીઓને વિચાર કરતી કરવાનો છે. ફરી સ્પષ્ટ કરી લેવું ઘટે કે, આ ટીકા સારી સ્ત્રી જાતિ ઉપર નહિજ પરંતુ અમુક પ્રકારનું જીવન જીવતી અમુક પ્રકારની સ્ત્રીઓ ઉપરજ ચર્ચાયેલ છે. વાસ્તવિક રીતે સ્ત્રીઓની આવી અજ્ઞાન દશા માટે સમાજ અને તેમાં ખાસ કરી પુરુષવર્ગજ જવાબદાર છે, કિંતુ જ્યાં પુરુષ પણ નર્યા અણશિયાથી પણ અધમ જીવન જીવતા હોય ત્યાં સ્ત્રીઓ પાસેથી વધારે સારી આશા કેમજ રખાય ? આ રહ્યા તેવા થોડા પુરુષારૂપ અણશિયાના નમુના.
કેટલાએક બબુચક જુવાનોને નીરખીએ છીએ ત્યારે તેને માટે અણશિયાનો ઉચ્ચાર આપઆપ કરી જવાય છે. મારા એક પીછાણવાળા સજજનનો સાળો છે. તે છાપાના રિપોર્ટરન ધધો કરે છે. તેની ઉંમર આશરે ત્રીસેક વર્ષની છે છતાં પોતાની સ્ત્રીની કે બાળકની કંઈ પણ વૃત્તિ સમજવાની લેશ પણ દરકાર નહિ. જીવનમાં વ્યવસ્થા કે ચોખ્ખાઈ સાથે વેર, જીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com