________________
A
m
anMARAAAAAAAAAAAAAAAAAAAAMAANARIA
એક બંગાળીની અદ્દભુત યાદશક્તિ
૧૧૫ આ સાંભળતાં જ તમામ સભાજનો જોરશોરથી વાતો કરવા માંડયા. સોમેશ બેઝ તો આંખો બંધ કરીને ફકત હોઠજ ચલાવતો હતો. ચાલીસ મિનિટ થઈ કે તુરતજ બેઝે આંખો ખોલી અને જાહેર કર્યું કે “ જવાબ તૈયાર છે. ”
એમ કહીને તેણે પાટીઆ ઉપર જવાબ લખ્યો. એ જવાબ નીચે મુજબ હતો:
૪૨૨૭ ૪૩૫૮ ૩૧૨૨ ૭૭૮૧ ૭૮૬૭ ૯૨૦૬ ૬૫૬૦ ૭૦૭૬ ૧૬૫ર ૫૨૧૪ ૪૭૯૭ ૭૮૪૨ ૪૬૪૫ ૧૩૧૦ ૩૧૨૩ ૭૪૬૪ ૭૭૬ ૭ ૦૪૪૩ ૯૭૪૧ ૩૪૬૪ ૧૪૩૬ ૧૪૫૫ ૫૧૨૨ ૮૨૫૩ ૭૪૦૨ ૫૭૧૯ ૪૫૦૯ ૫૦૩૬ ૯૩૮૪ ૮૫૭૬
કમિટિના પ્રમુખે અને સભાપતિએ હસીને જાહેર કર્યું કે “મી. બેઝ ! તમારો જવાબ તદ્દન સાચો નથી. ૧૨૦ આંકડામાંથી ૧૯ આંકડા ખોટા છે. ” સંમેશ બેઝના ચહેરા ઉપર ઝાંખપ આવી ગઈ કઈ દિવસ નહિ ને આ પહેલી જ વાર જવાબ ખોટો? એક પણ શબ્દ બોલ્યા વિના તેણે ફરી વાર આંખ બંધ કરી દીધી થોડીવારજ મિનિટમાં ફરી દાખલાને તાળો મેળવી જઈ તે બોલ્ય
“મારે જવાબ તદન સાચો છે. જે ભૂલ હોય તો તમારી છે. તમે ફરી વખત ગણી જાવ.”
પણ આવડે ગંજાવર દાખલો ફરી ગણવાની પંચાત કોણ કરે ? કમીટીએ ના સંભળાવી, ત્યારે બોઝે કહ્યું.
તો મહેરબાની કરી તમારો જવાબ પાટી ઉપર માંડે. હું તમને તમારી ભૂલ પલકવારમાં સમજાવી દઇશ.”
કમિટિને જવાબ પાટીઆપર મંડાયો. બાઝે ભૂલો બતાવી; પણ કમિટિના સભ્યોએ માન્યું નહિ. વટે તેમણે ત્યાં ને ત્યાં બેઝની રૂબરૂ ફરી વખત દાખલો ગણવા માંડયો. તેમની ગણતરીમાં એઝે ભૂલો બતાવી દીધી. આખરે કાળાં શાહી જેવાં મેં કરીને તેમને કબૂલ રાખવું પડયું કે, સેમેશ બોઝ સાચો છે.
મી. બેઝની આવી અજાયબ શક્તિનું કારણ શામાં છે ? સભામાં જ મેટા મેટા પંડિતોએ તેને આ બાબતને પ્રશ્ન પૂછ્યું, એટલે બોઝે જવાબ આપ્યો -
ધ્યાન અને એકાગ્રતાથીજ મેં આટલી યાદશક્તિ મેળવી છે. ખાવાપીવા અને સૂવાનું હું બહુજ ઓછું રાખું છું. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું દિવસના ફક્ત ચાર પ્યાલા દૂધના પીઉં છું. એ સિવાય કશે ખારાક કે પાણી હું લેતો નથી. અને પૂરા ચોવીસ કલાકમાં
પીવામાં દારૂ અને પાણી લેતો નથી. રાતના અગિયારથી બે વાગ્યા સુધી સામાન્ય રીતે ઉઘ લઉં છું. બે વાગ્યા પછી એક મિનિટ પણ હું પથારીમાં રહેતો નથી.”
“બાકીને વખત શું કામ કરો છે” તેના જવાબમાં મી. બન્ને જણાવ્યું કે “બાકીના બધા સમયમાં હું ધ્યાન અને સમાધિ કરૂં છું. એ સમાધિ અગર એકાગ્રતાના બળથીજ મારું જીવન ટકે છે, તેમાંથી જ મને બધી શક્તિ મળે છે, મારા આધ્યાત્મિક ગુરુનાં મને સમાધિમાં દર્શન થાય છે. દરરોજ સવારના બેથી છ વાગતાં સુધી હું પ્રાણાયામ, સમાધિ અને ધ્યાન કરૂં છું. આવી સમાધિ કે એકાગ્રતાવિના કોઈ પણ માણસ કોઈ પણ ધંધામાં ફતેહ મેળવી શકે નહિ. સમાધિથી અને ધ્યાનથી મન ઉપર કાબુ આવે છે અને શકિતઓ એળે જતી અટકે છે. એટલે તે શક્તિને લાંડાર એકઠા થતાં આપણે તેને અજાયબ ઉપયોગ કરી શકીએ છીએ. આસપાસ ગમે તેવો શોરબકોર થવા છતાં આપણું ધ્યાન તૂટતું નથી.
“છોકરીઓનો નાચ થાય તો?” એક પ્રોફેસરે પૂછયું “ શું ગમે તેવા અવાજથી પણ તમારું ધ્યાન તૂટે નહિ?”
મી. બે જવાબ આપ્યો-“ હા ! હું દાખલો ગણતો હોઉં કે બીજી રીતે ધ્યાનમગ્ન હોઉં ત્યારે તમે મારી આસપાસ પડઘમ બજાવો કે સુંદર છોકરીઓના નાચ નચાવો, ગમે તેવા અવાજે કરે તે પણ મારી એકાગ્રતામાં લગીરે ખલેલ પહોંચવા સંભવ નથી. ધ્યાન વખતે હું કંઇજ સાંભળતો નથી. મારા આત્મા અને મનની આસપાસ હું એ વખતે સંયમ અને નિગ્રહની કિલ્લેબંદી રચી દઉં છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com