________________
૧૦૩
^
^^^
^^^^^^^^
^^^
સંસ્કારવિધિમાં રહેલા ઉત્તમ લાભ વિધિથી તને લાંબું આયુષ્ય, બળ તથા ઐશ્વર્ય પ્રાપ્ત કરાવવાને હું આ વસ્ત્ર પહેરાવું છું” એમ કહી આચાર્યું વસ્ત્ર પહેરાવવાં.
કુમાર આ વખતે કહે છે કે “મેં આ ધારણ કરેલી મેખલા, મારાં અવિહિત કર્મોથી થયેલી અપવિત્રતાનો ત્યાગ કરી મારો વર્ણ શુદ્ધ કરે. પ્રાણુ અને અપાનને નિયમમાં રાખી મને બળવાન બનાવનાર ભગિનીના જેવી હિતકર થાઓ અને મને કાંતિ તથા સૌભાગ્ય આપે. પરમાત્માનું જ્ઞાપક એટલે પરમાત્મસ્વરૂપ ઓળખાવી મને પાવન કરનાર, પ્રજાપતિની સાથે ઉત્પન્ન થયેલું હોવાથી સ્વાભાવિક શુદ્ધ અને આયુષ્ય તથા ઉત્તમ પદ પ્રાપ્ત કરાવનાર એવું યજ્ઞોપવીત હે આચાર્ય ! હું ધારણ કરું છું. આ યજ્ઞોપવીત મારામાં તેજ-બળની વૃદ્ધિ કરો.”
જઈની ત્રણ સર અથવા ત્રણ તાર, સત્વ, રજ અને તમ, એ ત્રિગુણ પ્રકૃતિ સૂચવે છે. અને તે પ્રકૃતિની ઉત્પત્તિ તથા લયનું સ્વરૂપ બ્રહ્મગાંઠથી સૂચિત છે. કુમાર દંડધારણ કરતાં ભણે છે કે “આ દંડ દીર્ધાયુષ, વેદાધ્યયન અને બ્રહ્મવસની પ્રાપ્તિ સારૂ હું ગ્રહણ કરૂં છું.” આચાર્ય કહે છે કે “હું તને પ્રજાપતિ દેવતા, સવિતાદેવતા, જળદેવતા, ઔષધિ, પૃથ્વી તથા વિવેદેવાસર્વ ભૂતોને સોંપું છું. તે સર્વે તારું રક્ષણ કરે. તું મારી આજ્ઞા પ્રમાણે વર્ત. દિવસે ઉંઘીશ નહિ, વાણુને નિયમમાં રાખજે અને સમિધ લાવી સાયં તથા પ્રાતઃકાળે તેને અગ્નિમાં હોમ કરજે.” ત્યાર બાદ ગાયત્રી મંત્રનો બોધ આપી છેવટ કહે છે કે “બ્રહ્મચારીએ પથારી ઉપરજ સૂવું. અતિ ક્ષાર તથા લવણવાળું ભજન કરવું નહિ. દંડ ધારણ કરે તથા મઘ, માંસ, અસત્ય ભાષણ અને સ્ત્રીઓમાં બેસવાને સર્વથા ત્યાગ કરે. કેઈની વસ્તુ આપ્યા વિના લેવી નહિ. કામ-ક્રોધાદિ દુર્ગણોને ત્યાગ કરવો. ગુરુ સૂતા હોય તે પિતે બેસીને, ગુરુ બેઠા હોય તે પિતે ઉભા થઇને, ગુરુ ઉભા હોય તે પાસે જઈને અને ગુરુ ચાલતા હોય તે દોડીને ઉત્તર આપે.
રાવર્તન-આ સંસ્કાર સોળ વર્ષ સુધી બ્રાહ્મણને, બાવીસ વર્ષ સુધી ક્ષત્રીને અને ચોવીસ વર્ષ સુધી વૈશ્યને ઉપનયન સંસ્કાર થઈ શકે છે. ગાયત્રીથી વિમુખ રહેનારને પતિત ગણુ અને તેની સાથે કશો વ્યવહાર રાખવો નહિ. સ્નાતકે રાત્રિને સમયે નદીમાં નહાવું નહિ, નગ્ન નહાવું નહિ, નગ્ન સૂવું નહિ, વરસાદ વરસતો હોય ત્યારે દેડવું નહિ, ઝાડ ઉપર ચઢવું નહિ અને જીવને જોખમમાં નાખ નહિ.
પ્રાચીન કાળે આ પ્રમાણે સ્ત્રી-પુરુષ સંસ્કારી હોવાથી તે કાળને ખરેખર સતયુગ કહીએ તે ચાલે. કેમકે પતિ પ્રત્યેના ધર્મ જેમ સ્ત્રીઓ સમજતી, તેમ પુરુષો પણ પત્ની પ્રત્યેના પિતાના ધર્મ સમજી તે પ્રમાણે વર્તતા હતા. સ્ત્રી પુરુષો ને પુરુષ સ્ત્રીને આખી જીંદગીનો મિત્ર અથવા સેબતી છે. મિત્રો જેમ એકમેકનું કહેવા-સાંભળવામાં જુલમ કે અત્યાચાર માનતા નથી, તેમ તેઓએ પણ એકમેકની ભૂલો સુધારી, સન્માર્ગ પકડવો જોઈએ. એ સમયમાં દંપતીને પ્રેમ ઉપર
જ નહિ પણ અંતરનો હતો; અથવા બીજા શબ્દોમાં કહું તો પશુવત કામવાસનાને નહિ, ખોટી પતરાનો નહિ પણ ખરા અંતઃકરણને અને દેવી (પ્રેમ)હતે. તે શુદ્ધ પ્રેમ પાછો પ્રાપ્ત કરવા માટે હવે આપણે સંસ્કારનું રહસ્ય સમજવું જોઈએ.
સંસ્કારના પ્રતાપ સંસ્કાર અને સતશાસ્ત્રના પ્રતાપે આપણી આર્ય માતાઓ કેવી પ્રતાપી અને પતિવ્રતા થઈ ગઈ તે જુઓ. કલિની પ્રેરણાથી નળ રાજા જ્યારે જુગાર રમવા તૈયાર થયા ત્યારે દમયંતીએ તેને જુગટાથી થતાં નુકસાનવિષે બોધ કર્યો. એ બાબત તે વખતની સ્ત્રીઓ કેટલી નીતિવાળા
વહારમાં કુશળ હતી, તે બતાવી આપે છે. પુરુષહઠથી છેવટ જ્યારે પતિની જુગારમાં હાર થઈ ત્યારે દમયંતીને તેણે પિયર જવા ઘણો આગ્રહ કર્યો. તે વેળા તેણે નિધન ધણથી જૂદી પડવાની ઈચ્છા ન દર્શાવતાં વનવાસનાં ઘર સંકટ વેઠવા સાથે ગઈ. નળે જ્યારે રસ્તામાં ત્યજી દીધી ત્યારે અનેક દુઃખ અને ત્રાસ છતાં દઢ પ્રેમી રહીને પિતાને ઘેર જઇને પણ દમયંતીએ તેની તપાસ કરાવી. તેને કૃશ તથા કુબડો જોઇને પણ આનંદથી ભેટી. એ તેનું કેવું પતિવ્રત ને કેવી પતિપ્રેમભક્તિ! વિરાટ રાજાની પુત્રી અને અર્જુનના પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાની હિંમત, વીરતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com