________________
શુભસંગ્રહ-ભાગ પાંચમે
ધીરજ સ્ત્રી બતાવી શકે એ સામાન્ય રીતે આજ લગી પુરુષ નથી બતાવી શકે. આ બધું સાચું હોય તે બાળકેળવણીને પ્રશ્ન ઉકેલતાં સહેજે સ્ત્રીકેળવણીને પ્રશ્ન આપણી સામે ખડો થાય છે, અને જ્યાં લગી સાચી બાળકેળવણી આપવા લાયક માતા તૈયાર નથી થઈ, ત્યાં લગી બાળક સેંકડો નિશાળમાં જતાં છતાં કેળવણી વિનાનાંજ રહે છે, એમ કહેતાં મને સંકોચ નથી થતું.
હવે હું બાળકેળવણીની કંઈક રૂપરેખા દોરી જાઉં. ધારે કે, એક માતારૂપી સ્ત્રીના હાથમાં પાંચ બાળકે આવ્યાં છે. આ બાળકને નથી બોલવાનું કે નથી ચાલવાનું ભાન; નાકમાંથી લીંટ વહે છે તે હાથવતી લૂછીને પગ ઉપર કે પોતાનાં કપડાં ઉપર લગાડે છે; આંખમાં ચીપડા છે; કાનમાં ને નખમાં મેલ ભર્યો છે, બેસવાનું કહેતાં પગ પસારીને બેસે છે; બેલે છે તો ફૂલખરણી ઝરે છે; “શું ને “હું” કહે છે અને “હુને બદલે “અમે ને ઉપયોગ કરે છે. પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદક્ષિણનું તેમને ભાન નથી. શરીરે મેલા ડગલા પહેર્યા છે, ગુહ્ય ઇન્દ્રિય ઉઘાડી છે, તેને ચૂંથ્યા કરે છે, જેમ વાર તેમ વધારે ચુંથે છે, ખિસ્યું હોય તો તેમાં કંઈક મેલી મિઠાઇ ભરેલી છે, એ વખતોવખત કાઢીને ચાવ્યા કરે છે, તેમાંથી થોડું કંઈ જમીન ઉપર વેરે છે અને ચીકણ હાથને વધારે ચીકણું કર્યું જ જાય છે. ટોપી પહેરેલી છે તેની કેર કાળીએસ થઈ ગયેલી છે અને તેમાંથી દીકઠીક ગંધ આવે છે. આ પાંચ બાળકોને સંભાળનારી સ્ત્રીના મનમાં માતાની ભાવના પેદા થાય તો જ તે એમને શીખવી શકશે. પહેલો પાઠ તેમને ઢંગમાં લાવવાનેજ હશે. માતા તેમને પ્રેમથી નવરાવશે, કેટલાક દહાડા સુધી તે તેમની સાથે માત્ર વિનોદજ કરશે અને અનેક રીતે જેમ આજ લગી માતાઓએ કર્યું છે એમ, જેમ કૌશલ્પાએ બાળરામના પ્રત્યે કર્યું તેમ, માતા બાળકોને પોતાના પ્રેમપાશમાં બાંધશે અને જેમ નચાવવા માગે તેમ નાચતાં બાળકોને શીખવી દેશે. આટલી ચીજ માતાએ ન મેળવી હોય ત્યાંસુધી વછુટી ગયેલાં વાછડાંની પાછળ બેબાકળી થઈને જેમ ગાય આમતેમ દોડયા કરે છે, તેમ આ માતા પેલાં પાંચ બાળકોની પાછળ ટળવળ્યા કરશે. જ્યાં લગી એ બાળકે સહેજે સાફ થયાં નથી, તેમના દાંત, કાન, હાથ, પગ જોઈએ તેવાં નથી થયાં, તેમનાં ગંધાતાં કપડાં જ્યાં સુધી બદલાયાં નથી અને જ્યાં સુધી હુને “શું થયો. ત્યાં સુધી તે જપ વાળીને બેસવાની નથી. આટલે કાબૂ મેળવ્યા પછી માતા બાળકને પહેલે પાઠ રામનામનો આપશે. તે રામને કેાઈ રામ કહેશે, કેઈ રહેમાન કહેશે; વસ્તુ એકજ હોય. ધર્મ પછી અર્થ તે હશેજ, તેથી માતા અંકગણિતનો આરંભ કરશે. બાળકોને પલાખાં આપશે ને સરવાળા-બાદબાકી તે મોઢેથી શીખવશે. બાળકને પોતે જ્યાં રહેતાં હોય તે જગ્યાનું ભાન હોવું જ જોઈએ તેથી તે તેમની આસપાસનાં નદીનાળાં, ટેકરા, મકાન બતાવશે ને તેમ કરતાં દિશાનું ભાન તો કરાવીજ દેશે અને બાળકોની ખાતર, તે પિતાના વિષયનું જ્ઞાન વધારશે. આ કલ્પનામાં ઇતિહાસ અને ભૂગોળ નખા વિષય કદી ન હોય, બનેનું જ્ઞાન વારૂપેજ અપાય. આટલેથી માતાને સંતોષ તો ન જ થાય. હિંદુ માતા બાળકોને સંસ્કૃતને વનિ બચપણથીજ સંભળાવે, તેથી તેમને ઈશ્વરસ્તુતિના કે મોઢે કરાવે ને બાળકની જીભ શુદ્ધ ઉચ્ચારણને સારૂ વાળે. રાષ્ટ્રપ્રેમી માતા હિદીનું જ્ઞાન તે આપેજ, તેથી બાળકની સાથે તે હિંદીમાં વાત કરે. હ દી પુસ્તકોમાંથી કંઈ વાંચી સંભળાવે ને બાળકોને દ્વિભાષી બનાવે. બાળકને તે અદારનું જ્ઞાન હમણું નહિ આપે પણ તેના હાથમાં પછી તે મૂકે. તે ભૂમિતિની આકૃતિઓ કઢાવે. સીધી લીટી, વર્તુળ વગેરે કઢાવે. જે બાળકે ફૂલ ન કાઢી આપે અથવા લોટાનું ચિત્ર ન કરી આપે કે ત્રિકોણ ને કાઢી આપે તે કેળવણી પામેલ છે એમ માતા માને જ નહિ; અને સંગીત વિના તે બાળકને તે નજ રાખે. બાળકો મધુર સ્વરથી એકસાથે રાષ્ટ્રગીત, ભજન વગેરે ન ગાઈ શકે તે સહન ન કરે. તેમને તાલબદ્ધ ગાતાં શીખવે. ભલી થાય તેમના હાથમાં એકતારો મૂકે, તેમને ઝાંઝ આપે, ડાંડિયા-રાસ શીખવે. તેમનાં શરીર કસવા સારૂ તેમને કસરત કરાવે, કુદાવે, દેડાવે અને બાળકને સેવાભાવ શીખવો છે ને હુન્નર પણ શીખવો છે તેથી તે તેમને કાલાં વીણવા, ફોલવા, લોઢવા, પીંજવા ને કાંતવાની ક્રિયાઓ શીખવે ને બાળકે રોજ રમતમાં ઓછામાં ઓછો અર્ધો કલાક કાંતી નાખે.
આ ક્રમમાં હાલ આપણને જે પુસ્તકો મળે છે તેમાંનાં ઘણાં નકામાં છે. દરેક માતાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com