________________
શુભસંગ્રહ ભાગ ચોથા
મનુષ્ય આત્માને શોધવા સમર્થ થઈ શકે એમ છે? ખાટલામાં સડતા રોગીઓ કે જડ મતિના ગામડીઆએ કંઈ આત્મજ્ઞાનના અધિકારી થઈ શક્તા નથી. હુંમાં શરીર તથા મન પણ આવી જાય છે, અને તેથી તેમનું સ્વરૂપ જાણવાની, તેઓ શાથી ઉત્તમ પ્રકારનાં રહે છે અને સાથી નિકષ્ટ પ્રકારના થાય છે, શાથી તેઓનું બળ વધે છે અને શાથી તેઓ નિઃસર્વ થાય છે, એ વગેરે અનેક બાબતો મનુષ્ય જાણવાની જરૂર છે; શરીર કેવું છે અને તેને શું જોઈએ છે, એ જેમ આપણે જાણવાની જરૂર છે, તેમ મન કેવું છે અને તેની ઉન્નતિના તથા અવનતિના તથા સાધનો છે, તે પણ જાણવાની તેટલી જ જરૂર છે; પરંતુ આજે પરમાર્થને સાધનાર આ બે બાબતો ઉપર કવચિત જ ધ્યાન આપે છે. આવું ધ્યાન આપવું, તેને તેઓ પરમાર્થથી ભ્રષ્ટ થવું સમજે છે. વસ્તુતઃ તો આવું ધ્યાન ન આપનારાજ પરમાર્થથી ભ્રષ્ટ રહેલા હોય છે. રેતીના પાયાવાળા મકાન ઉપર સાત માળ બાંધી સાતમે માળે આવતી પવનની મીઠી લહરિએનો નિરાંતે આનંદ લેવાના તેઓ ઉસુક હોય છે.
શરીરમાં બળ ક્યાં ઉત્પન્ન થાય છે તથા કેવી ક્રિયાઓથી તેને નાશ થાય છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરે. મન એ શું છે, તેના કયા વ્યાપાર સુખના હેતુ છે અને કયા દુ:ખના હેતુ છે, ક્યા બળને વધારનાર છે અને કયા બળનો ક્ષય કરનારા છે, તે જાણે. શ્વાસ લેવાની કળા સિદ્ધ કરો. શ્વાસ લેતાં અને મૂકતાં બરાબર નથી આવડત તો કેવી હાનિ થાય તે તમારૂં આત્મજ્ઞાન તમને શીખવવાનું નથી. તે બરાબર આવડ્યા વિના ગીતાની કે પંચદશીની આવૃત્તિઓ કર્યા કરવાથી આત્માના પ્રદેશ સુધી પહોંચવાની જે તમે આશા રાખી હશે તે તે વેવલાં છે, એમ જાણજે. ખાવાનું પણ હજી તમારે શીખવાનું છે, એ તમે જાણો છો? આ તમારી વ્યાસની માણુ જેવું પેટ શાથી થયું છે, એ તમે જાણો છો? કેમ ખાવું, શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું-એ ન જાણુવાથી પુરુષ છતાં તમારે સર્ગભા સ્ત્રીને અવતાર ભેગવવો પડે છે. હું કાણું છું” એ પ્રશ્નનો ઉત્તર “હું સચ્ચિદાનંદ સ્વરૂ૫ છું' એ, પ્રસન્ન થતા થતા તમે આપે છે, અને સ્વરૂપસંબંધમાં હવે મને લેશ પણ બ્રાતિ થતી નથી, એમ જેને તેને કહે છે; પણ જમ્યા પછી તમારા પેટમાં વીંણાચુંથા થાય છે, પ્રસંગે તમારે લોટા ભરવા પડે છે, પ્રસંગે કંઈ ધૂળધમાસ ફાકવું પડે છે, તેના ઉપાયનું તમને લેશ પણ જ્ઞાન નથી, અને પેટના શૂળ આગળ તમે ગરીબ ગાય જેવા થઈ જાએ છે. એમ શાથી થાય છે? એનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ખાવાની કળાનું અજ્ઞાન હોવાથી તમારી આ દશા થઈ છે. તમે આવી કળાઓના જ્ઞાનને ભલે બંધનકર્તા માનતા છે, પણ હાલ તે તેનું અજ્ઞાન જ તમને આત્માનું ‘નિર્દાન્ત જ્ઞાન’ હોવા છતાં બંધનમાં રાખે છે, એ સુપ્રસિદ્ધ છે.
વિધાનએ એ નિર્ણય કર્યો છે કે, ખાવાની કળાનું જ્ઞાન ન હોવાથી મનુષ્યો પોતાના બે તૃતીયાંશ બળને વ્યર્થ ક્ષય કરી નાખે છે.
ઉંધવાની પણ એક કળા છે, પણ તેનું પણ કેટલા થાડાને જ્ઞાન છે ! રાત્રે સારી ઉંધ ન આવવાથી આપણને બળની કેટલી બધી હાનિ થયેલી ભાસે છે ! લગભગ બધાજ મનુષ્ય એવું માને છે કે, ખાવાથી શરીરમાં બળ આવે છે. અને તેથી તેઓ આંખ મીંચીને ખા ખા કરે છે તથા વધારે ખવાય તો વધારે બળ આવે, એમ માની, વધારે ખાઈ શકાય એવા ઉપાયોને જ્યાં ત્યાં શોધતા ફરે છે; પણ ખાવાથી શરીરમાં જરા પણ બળ આવતું નથી, એ વાત જે તેઓએ શરીરનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોત તો તેઓ જાણ્યાવિના ભાગ્યે જ રહ્યા હતા. બળ ખાવાથી નથી આવતું, પણ ઉંધવાથી આવે છે. મનુષ્યને પુષ્કળ ખાવાનું આપવામાં આવે, પણ જે તેને એક ક્ષણ ઉંઘવા દેવામાં ન આવે તે તે દુર્બળ થઇને મરી જવાને.
ખાતાં શીખો, શ્વાસ લેતાં શીખો, ઉધતાં શીખ, બળનો સંચય કરતાં શીખો.
હવા એ આહાર છે, હવા એ પ્રોત્સાહન છે, હવા એ આરોગ્ય છે, હવા એ ઉત્પાદક સામર્થ્ય છે અને હવા એ સર્વ પ્રકારના આધિ તથા વ્યાધિને ટાળનાર અમૃતરસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com