________________
શુભસંગ્રહ-ભાગ ચોથા મૂર્તિપૂજક કોણ નથી? હિંદુ લોક, બુદ્ધધર્મી લોક અને ખ્રિસ્તી ધર્મની કઇએક શાખાઓ મૂર્તિપૂજક છે. મુસલમાન, ખ્રિસ્તી અને પ્રોટેસ્ટંટ, એ મૂર્તિપૂજક નથી એમ કહેવાય છે; તથાપિ મસલમાન સુદ્ધાં સાધુ-સંતોની કબરને મૂર્તિ જેટલીજ પૂજ્ય માને છે. અને ઉપાસનાને સર્વ બધાંગોથી દૂર કરી દેનારા પ્રોટેસ્ટટ તો દિવસે દિવસ ધર્મવિચારથીજ દૂર ચાલ્યા જાય છે. જે લેકે મૂર્તિપૂજા નિષિદ્ધ માને છે, તેમનું બસ ઑફ હૈ” જેમાં મૂક્યું હતું, એવું તેમનું પણ એક દેવળ હતુંજ! રોમન કેથોલિક અને ગ્રીક ક્રિશ્ચિયન એ તો મૂર્તિપૂજક છે. તે ખ્રિસ્તની અને તેનાં માબાપની સુદ્ધાં પૂજા કરે છે. પ્રોટેસ્ટંટ એટલે ખ્રિસ્તી સુધારક. એ મૂર્તિપૂજક નથી, તથાપિ તેઓ પણ સગુણ દેવને માને છે. પારસી અને ઈરાની લોક તો અગ્નિપૂજકતરીકે પ્રસિદ્ધજ છે.
એ પ્રેમકલા જેમ જેમ ખુલતી જાય છે, તેમ તેમ શાસ્ત્રગ્રંથ પણ ઓછા ઉપયોગી લાગતા જાય છે; તથા વાદ, ચર્ચા, પાંડિત્ય અને લોકકીર્તિ ઉપર પણ તિરસ્કાર આવતે ચાલે છે તથા બધા લૌકિક પદાર્થો તથા ૫દાર્થવાળાઓ ઉપર કંટાળો આવે છે અને પ્રેમ-સુખની આપ-લે કરનારા સંત અને સજજન સિવાય બીજા કોઈની પણ સંગતિ રૂંચતી નથી. આવી અવસ્થા થવી એજ ભગવતપ્રસાદનું સ્પષ્ટ ચિહ્ન છે.
" कथं विना रोमहर्ष द्रवता चेतसाविना ।
विनाऽनंदाश्रु कलया शुध्येद्भक्तया विनाऽऽशयः ॥ २३ ॥ અર્થ–શરીર ઉપર રોમાંચ થરકતાં નથી, અંતરકણમાં પ્રેમનાં ઝરણાં ફુટતાં નથી અને નેત્રમાંથી અશ્રુની ધારા વહેતી નથી, તે પછી ભક્તિ કેવી ? અને ભક્તિસિવાય ચિત્ત પણ કેવી રીતે શુદ્ધ થાય ? *
वाग्गद्गदाद्रवते यस्य चित्तं रुदत्य भीक्ष्णं हसतिक्वचिच्च । विलज उद्वायति नृत्यते च मद्भक्ति युक्तो भुवनं पुनाति ॥ २४॥
અર્થ:–ભગવાનના ગુણાનુવાદ ગાતાં, તેના રૂપનું ચિંતન કરતાં કિંવા નામોષ કરતાં પ્રિમને લીધે જેની વાણું ગદ્દગદિત થાય છે, જેનું ચિત્ત કરે છે, જે અનુતાપથી કદી રડે છે અને ભગવતપ્રસાદની પ્રાપ્તિ યાદ આવતાં હસે છે. તે કદી નિર્લજજ થઈને ભગવષ્ણુણ ગાય છે અને કદી નામ ઘોષથી સર્વ દિશાઓ ગજાવી મૂકે છે તો કદી અતિશય આનંદને લીધે નાચે છે. એવો મારે ભક્ત ત્રિભુવનને પાવન કરે છે, એમ દેવ પોતે કહે છે.
ભાગવતમાં (સ્કંધ ૧૧, અ. ૧૪)માંથી ભક્તના ઉત્કટ પ્રેમનું જે ઉપર પ્રમાણે વર્ણન લીધું છે તે વર્ણન પ્રમાણેજ ભકતની ખરેખરી સ્થિતિ થાય છે. દેવ સગુણ છે, દેવ પ્રત્યક્ષ છે, દેવ અંતરબહાર ભરપૂર છે, દેવજ કર્તા-ભર્તા-હર્તા છે, સર્વે તેનીજ લીલા છે, તેની જ કૃપાને હું ભાણું છું. તે મારી પાછળ ઉમે છે, એવી ભાવનામાં ભક્તને જે અનિર્વચનીય પ્રેમ-સુખ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન વાણુથી કોણ કરી શકશે? હરિના પ્રેમ-સુખની જોડ જેણે મેળવી તેને અનેક વાર ધન્ય છે !
વીર વડ તા! જેને દો ” એમ તુકાબારાય દેવ પાસે માગે છે, તે એટલાજ માટે કે “જુ નિર્જુન કથા હું મારી માં જે શીલા પી” એ તેમનો અનુભવ હતો. સગુણ પણ હરિ અને નિર્ગુણ પણ હરિ એમ તે પૂર્ણ જાણતા હતા તેથી જ સગુણ પ્રભુના પ્રેમથી તેમની વાણું તરબળ થયેલી જણાય છે.
(મરાઠી પારિજાતક પુષ્પમાળામાંથી શ્રીયુત મુળજીભાઈ જેઠાભાઈ પટેલે અનૂદિત કરેલા પિકી - થોડું લખાણું “ભાગ્યોદય’માંથી થોડાક સંશોધન સહિત.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com