________________
૩૮૫
જૈન સમાજને ચળકતો સીતારો १७८-जैन समाजनो चळकतो सीतारो
આસો માસની અમાવાસ્યાની અંધારી રાત્રિમાં આકાશપટ સ્વચ્છ સુંદર શોભી રહ્યું હોય, લીલીછમ ધરતી માતાની સાડીના રૂપેરી ચાંદલા સમાં અનેક નાના મોટા તારલીઆએ તેની શેભામાં કોઈ એર તરેહનો વધારો કરી રહ્યા હોય, તે બધામાં એક એ તેજસ્વી તારો હોય કે જે પિતાના પ્રકાશથી બધાની દૃષ્ટિ પતા તરફ ખેંચી રહ્યો હોય, માનવસમાજ પણ તેના પ્રકાશથી અંજાઈ તેના વિશેષ કાર્યપર, ફળપર મીટ માંડી રાહ જોઈ રહ્યો હોય, તેજ વખતે અચાનક અણધાર્યો એ તેજસ્વી તારો ખરરર કરતાં અગમ્ય આકાશઘટમાં કયાંક સમાઈ જાય અને એ જેનારને જે દુ:ખ-જે લાગણી થાય તે અકથ્ય અને અનિર્વચનીય હોય છે. એ લાગણી અને એ દુઃખ એના સાચા પરીક્ષક અને પ્રેક્ષક સિવાય બીજા ન અનુભવી શકે, એ સહેજ વાત છે.
આજ એક જૈન સમાજને ચળકતો સીતારા પિતાના તેજથી-સુંદર કાર્યશક્તિથી અને માનવતાના વિશિષ્ટ ગુણોથી બધાને મુગ્ધ કરી, બધાની દૃષ્ટિને પિતાના તરફ-કાર્ય તરફ આકર્ષ અચાનક અણધારી રીતે આ જીંદગી પૂરી કરી કાળની અનંત શાંતિની ગોદમાં લપાઈ ગયો છે. આજે તે મહાન સીતારાને અસ્ત થયે નવ નવ વર્ષનાં વહાણાં વાયાં છે. એ સીતારો તે બીજું કોઈ નહિ કિંતુ સૌરાષ્ટ્રમાં આવેલ જૈનના મહાન યાત્રાના ધામ પાલિતાણામાં શ્રી સિદ્ધગિરિની છાયામાં શોભતા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલના સ્થાપક પિતા અને સંચાલક પરમ ગુરુવર્ય મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી (કરછી). આજે તેઓ વિધમાન નથી પણ તેમના યશ:દુંદુભીને બજાવતું ગુરુકુળ આજે ઉભું છે. તેમાં ૧૦૬ જૈન અનાથ બાળકો જ્ઞાન પ્રાપ્ત કરે છે. અત્યાર સુધીમાં તે મહાન ગુરુકુળમાં સેંકડો વિદ્યાર્થી ઓ આશ્રય મેળવી વિદ્યા પ્રાપ્ત કરી પોતાના જીવનને સફળ બનાવી ગયા છે.
ગુરુકુળમાં રહી સુંદર ધર્મભાવના, મહાન સેવાધર્મ અને આદર્શ માનવગુણ પ્રાપ્ત કરી અનેક શુભ કાર્યો કરે અને સાચા શાસનસેવક તૈયાર થાય તેવીજ કેળવણી ત્યાં અપાય છે.
આ મહાન વિભૂતિનો જન્મ વીરભૂમિ ક૭૫ત્રીમાં (તા. મુંદ્રા) વિક્રમ સં. ૧૯૩૪ ના આસો વદી ૧૪-કાળી ચૌદશે થયો હતો. તેમના પિતાનું નામ છેલાશાહ અને માતાનું નામ સુભગાબાઈ હતું. તેઓશ્રીનું મૂળ નામ ધારશીભાઈ હતું. તેમને એક બીજા નાનાભાઈ હતા, જેમનું નામ મણશીભાઇ છે. જ્યોતિષીઓ ઘણી વાર કહે છે કે “કાળીચૌદશે જન્મેલ બાળક લાંબુ જીવે નહિ અને જીવે તો જરૂર મહાપુરુષ-મહાન વિભૂતિ થાય.” આ કહેવત ધારશીભાઈ માટે બરાબર સફળ થઈ.
બાળક ધારશીને તેઓ મોટી ઉંમરના થતાં તેમના માબાપે નિશાળે મૂક્યા. કરછની તે વખતની નિશાળો એટલે ઘેટાં-બકરાં પૂરવાનું પાંજરું. બાળક ધારશીને એ જડ કેળવણીમાં રસ પડતે નહિ એટલે તે નિશાળને બદલે ખેતરે, વાડીઓ, બાગ-બગીચામાં અને ઝાડોની નીચે જઈ કુદરતી દસ્યને આનંદ-મઝા ભગવતા. બાલપણથી તેમનામાં એક અપૂર્વ શક્તિ હતી કે કુદરતી વસ્તુ નિહાળી તેના ગુણ-દેણ જાણવા તેમને વનસ્પતિનું ઝાડનું બહુ અદ્દભુત જ્ઞાન હતું. તેઓ સેબ તીઓ સાથે જંગલમાં રખડતા, રમતા અને બધાના ઉપરી જેવા બની પોતાની પ્રભુતા-સત્તા દરેક ઉપર જમાવતા. અંતે માબાપના આગ્રહથી થોડું શીખી નામું લખવાનું જ્ઞાન પ્રાપ્ત કરી પિતાના ભાગ્યની પરીક્ષા અર્થે અલબેલી મુંબઈ નગરી મેહમયી તરફ ઝુકાવ્યું. મુંબઈ આવી થોડો વખત નોકરી કરી ત્યાં આ ચાલાક છોકરાને શેઠે પોતાની દુકાનમાં ભાગ કરી આપે. તેઓ નાની ઉંમરે મુંબઈ આવેલા છતાં કચ્છી સાહસપ્રિયતા, શૂરવીરતા અને ધીરજે તેમને ધંધામાં આગળ ધપાવ્યા. તેમનું શરીર મજબૂત બાંધાનું અને કસાયેલું હતું; તેમજ બુદ્ધિ અને ભાગ્ય અનુકૂળ હતાં. પછી શું પૂછવું? શું. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com