SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ રશિયાનાં રખડાઉ બાળકે ૩પ૭ બીજી નિશાળના જેવીજ વ્યવસ્થા અહીં પણ હોય છે. તેઓ જ તેમનાં દિવાલ વર્તમાનપા ચલાવે છે અને વ્યવસ્થા જાળવે છે. સંસ્થાના દરવાજા ખુલ્લા જ રહે છે, જેથી કોઈ બાળક ઈરછા પ્રમાણે જઈ આવી શકતાં કેદખાના જેવો ભાસ થતો નથી. સ્નેહ અને સમજથી કે હું અને સમજથી કેળવણી અપાય છે. વ્યવસ્થામાં જોરજુલમ થતા નથી. આ રીતે સરસ કેળવણી મળી શકે છે. આ બાળકને સાવકાં માબાપને આપવાની અને તેમને ખેડુતગૃહમાં રાખવાની પદ્ધતિ ઘણીજ સરસ છે; કારણ કે તેઓમાંનાં ઘણાં તો જન્મથી ખેડુતજ છે. શહેરી જીવન તેમને ગમતું નથી. ખેડુતને આ બાળકના ખર્ચ માટે માસિક કંઈ રકમ મળે છે. બાળકને પદ્ધતિસર ખેતીનું શિક્ષણ અપાય છે. પ્રશ્નને ગૂઢ ઉલ આટલા પ્રયાસ છતાં આ સવાલનો નિવેડો લાવી શકાય તેમ નથી. કેળવણી અને સામાજિક સુધારા માટેનાં મંડળો બાળકનો ખર્ચ ઉપાડી લે છે. મુશ્કેલી એ છે કે, આ બે મિલિયન ૨૪ળ બાળકો માટેના પુરતા પૈસા નથી. વળી તેમને રાખવા જગ્યાની પણ તંગાશ છે. છેલ્લાં દશ વર્ષોમાં મોસ્કોની વસ્તી ૧૫ માંથી ૨૫ લાખ થઈ ગઈ છે, જેથી રહેઠાણને પ્રશ્ન તીવ્ર બનતો જાય છે. એક ઉદ્યોગને નફો બીજા ઉદ્યોગ માટે રોકાતાં નાણું ફાજલ પડતું નથી. વિદેશમાંથી લોન મળી શકતી નથી. શિક્ષકનો ભોગ પણ અજબ છે. તેમને ભાગ્યેજ ૪૦ થી ૫૦ બલ્સ માસિક મળે છે. તેવી જ દશા બાળકોની પણ છે. તેમનાં મકાનમાં રાચરચીલાનું તે નામ જ નથી. કારખાનાંઓ અને અભ્યાસગૃહોમાં પૂરતાં સાધન નથી. શિયાળાની કડકડતી ઠંડીથી બચવા પૂરતાં વસ્ત્રો પણ મળતાં નથી. પથ્થર જેવાં હૃદયને પણ પીગળાવી દે તેવું આ નથી? આટલું છતાં પણ પરિણામ સુંદર આવતું જાય છે. તે શ્રમજીવી બાળકેએજ એક નાનો સરખો બગીચો બનાવેલ છે અને તેમાં થોડાં જનાવરોને સંગ્રહ કરેલ છે. એારડાની દિવાલો પર સુંદર ચિત્રકામ પણ નજરે પડે છે. દિવાલ વર્તમાનપત્ર તેમને ખાસ વિષય છે. તેમાં તેમની લખેલી કવિતાઓ અને તેમનાં જીવનનો ઇતિહાસ આલેખતી નાની વાર્તાઓ તેઓ લખે છે. રશિયાનું ભવિષ્યનું સાહિત્ય આના ઉપર ઘડાશે તેમ જણાય છે. કેટલાંક બાળગૃહમાં સારી સગવડતા પણ હોય છે. ભવિષ્યની આશાઓ આ બાળકોને તેમના શિક્ષકે પ્રત્યે અત્યંત ભાવ છે. દરેક વસ્તુ તેઓ ઝડપથી ગ્રહણ કરી શકે છે. શિક્ષકોના રસનેહનો તેઓ અછો બદલો આપે છે. તેમને રઝળવા દેતાં તેઓ ભાવી બદમાશ થવાના. જ્યારે તેમને સમાજમાં સ્થાન મળતાં તેમનું ભાવી ખરેખર ઉજજ્વળ બનવાનું. આથી એમ સાબીત થાય છે કે, તેઓ ખરેખર બુદ્ધિશાળી અને હિંમતવાન છે, અને દેશના હુન્નર ઉદ્યોગ માં તેઓ સારો હિસ્સો આપશે. મેકિસમ ગોઆનું જીવન આમાં દષ્ટાંતરૂપ છે. એક વખતનું એનું જીવન આ રઝળ બાળકના જેવું જ હતું. રશિયાનો અત્યારના સવાલ આ બાળકોને માટે રહેઠાણો અને સાધને મેળવી તેઓ નકામા વેડફાઈ ન જાય તે માટે છે તેમની શક્તિઓ ખીલ્યા પહેલાં જ કરમાવા ન દેતાં તેની યથાર્થ ખીલવણી થઈ સામાજિક હિત માટે તેને ઉપયોગ થાય તેવો પ્રયાસ કરવાની ફરજ સોવિયેટ સરકારને માથે આવી પડેલ છે. (તા. ૯-૨-૧૯ર૯ના દૈનિક હિંદુસ્થાન”માને --મીસ એમિસ મેડલીને લેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy