________________
ભરતભૂમિને અભિનંદન
૩૪૫ લગ્ન પછી છોકરી સાસરિયાંની ગુલામડી બને છે. નાની ઉંમરે પરણવેલી છોકરીઓને તહેવાર વગેરેને બહાને થોડી મુદત માટે સાસરે મોકલવાની તેમના વર અથવા સાસરિયાં માગણી કરે છે. તે માગણી સ્વીકારવાથી તેમજ નહિ સ્વીકારવાથી હતભાગી છોકરીઓ જીવતે જીવત નરકની ીડા સહન કરે છે. માટે પિતાની દીકરીઓને પંદર વર્ષની ઉંમર પછી પરણાવવાનું વિચારવંત માબાપ ઠરાવ કરે એવી મારી પ્રાર્થના છે.
પરમાથી આત્માઓને અપીલ–બાળક સ્ત્રીઓનાં ખૂન, આપઘાત, સખત માર, નાક કાપવાં વગેરે ભયંકર ગુહાઓના સમાચાર વખતે વખતે વર્તમાનપત્રોમાં છપાય છે. તેવા સમાચારો તારીખવાર કાપી લઈને એક નોટબુકમાં ચોટાડવાની તથા તેવા મહાપાપ સામે પ્રજામત કેળવવાની પરમાથી આત્માઓ મહેરબાની કરે, અને તેથી તેઓ લાખો છોકરીઓના આશીર્વાદ મેળવે એવી મારી પ્રાર્થના છે.
સ્ત્રીસંબંધી ભયંકર ગુનાહાના સમાચાર વખતોવખત વર્તમાનપત્રોમાં છપાય છે. માટે વિચારવંત પરણેલા યુવકે પોતાની સ્ત્રી તરફ પ્રથમથી જ માન તથા માયાથી વર્તવાને ઠરાવ કરે, વિચારવંત સાસુઓ તથા સસરાઓ પણ વહુ તરફ માયાથી વર્તે અને પિતાના દીકરાને પણ તે બાબત હંમેશાં બાધ આપે, અને તે સર્વે સુખી થાય એવી મારી પ્રાર્થના છે.
વાંચનાર! હિંદુ કોમને લાખો વહુના રોજીંદા શાપથી બચાવવાનો કોઈ પણ પ્રયાસ કરવાની આપ મહેરબાની કરે, અને લાખો છોકરીઓના આશીર્વાદ મેળવો એવી મારી પ્રાર્થના છે.
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ॥ (૧) ઘઉં વાવશો તો ઘઉં પામશે. (૨) પથ્થર વાવશો તે પથ્થર પામશો. (૩) આશીર્વાદ વાવશે, તે સુખ અને સ્વર્ગ પામશે.
(૪) શાપ વાવશો, તે દુઃખ અને નરક પામશો. ‘તું ભુવને’ જુનાગઢ,
જે
લાભશંકર લક્ષ્મીદાસ १५८-भरतभूमिने अभिवंदन વંદુ માતા વિશ્વ વિખ્યાતા ! પદપંકજ તુજ ભરતભૂમિ;
જીવનના અભિલાષ પુરે તું, પરમ સુખદ પ્રિય પુણ્યભૂમિ. વંદુ શિર મુગટ હિમાદ્રિ રાજે, દક્ષિણ ભુજ પંજાબ વિરાજે; વામ ભુજે હે જ્ઞાનની ગંગા, ચરણ ચમે મહારાષ્ટ્ર ભૂમિ, વંદ સુરગણુની તું શક્તિ માતા, ઋષિવર કેરી નિવાસભૂમિ; વેદ પ્રકાશે ઝળહળ અંગે, દેવભૂમિ અમ સ્વર્ગભૂમિ, વંદુવીરરત્નથી વિભૂંષિત માતા, વિશ્વ વિષે સૈ તુજ ગુણ ગાતા; લક્ષ્મી તણાં નવલાં જ સ્વરૂપે, શોભી રહી શી સુવર્ણભૂમિ. વંદુ પૂર્વથી ચેતનભગ તું રેડે, જડ વિજ્ઞાન-તિમિર વિખેરે; ભૂલ્યા ભટકી શરણે આવે, પાદ પૂજે તુજ પુણ્યભૂમિ. વંદુ પશ્ચિમ જડ શક્તિથી ગાજે, ભૌતિક સુખ-આસન પર રાજે; જડમાં ચેતન તત્ત્વ વિરાજે, એ આકર્ષે આર્ય–ભૂમિ. વંદુશિશુ પર સ્નેહસુધા વષવે, નીતિ રીતે સંપ સજાવે; આત્મભોગના પાઠ ભણાવે, જગહિત કાજે જન્મભૂમિ. વંદુ
(ગુજરાતી'ના એક દીવાળીના અંકમાં લખનાર “સિંહ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com