________________
૩૬૭
રાઇને મેરૂ!! –રાનો !!
કાઉન્સીલનો એક યૂરોપીયન સભ્ય–બહુ ચિંતાજનક ખબર મળ્યા છે, માઈ લૈર્ડ !” ગવર્નર-“કયાંથી? ખબર મળ્યા છે ?” સભ્ય–“ખેડા જીલ્લાના લોકેએ કર ભરવાનો ઈનકાર કરી દીધા છે!” ગવર્નર-“હું ? તમને કેાણે સમાચાર આપ્યા ?” સભ્ય-“છલા કમિશ્નર મિ. વિસને.” ગવર્નર-“ખરેખર ?” સભ્ય–“હા, માઈ લડે !” ગવર્નર-વારૂ, કમિશ્નર મિ. વિલ્સનને મારી પાસે મોકલજે.”
ગવર્નર-“શું સમાચાર છે, મા.વિસન?” મિ. વિલ્સન-“ખેડા જીલ્લાના લોકોએ કર ભરવાને ઈન્કાર કરી દીધું છે! ગવન -“શું સમસ્ત જીલ્લાના લેકાએ ઠરાવ કયો છે ?'
મિ. વિલ્સન-“નહિ સાહેબ, કેવળ આણંદ અને નડિયાદ તાલુકાના લોકોએ કર ન આપવાની વાત જાણવામાં આવી છે!”
ગવર્નર–“તમને આ સમાચાર કોણે કહ્યા ?” મિ. વિલ્સન-“ડેપ્યુટી કલેકટર મી. બ્રાઉન તરફથી ખબર મળી છે.” ગવર્નર-“વારૂ, મિ. બ્રાઉનને મારી પાસે મોકલજો.”
ગવર્નર-“વેલ મિ. બ્રાઉન ! શું સમાચાર છે? શું નડિયાદ અને આણંદ તાલુકાના લોકોએ કર ભરવાનો ઈન્કાર કરી દીધો છે?” - મિ. બ્રાઉન–“નહિ સર! કેવળ આણંદ તાલુકાનાજ લોકેએ કર ભરવાનો ઇન્કાર કર્યો છે, નડિયાદ તાલુકાની વાત ખોટી છે.”
ગવર્નર-“આ ખબર તમને ક્યાંથી મળ્યા ?” મિ. બ્રાઉન-“આણંદના મામલતદાર મિ. વ્યાસ તરફથી જાણવામાં આવ્યું.” ગવર્નર-“મિ. વ્યાસને મને મળવા કહેજે.” ગવર્નર-“કેમ મિ. વ્યાસ! તમારા તાલુકાના શા સમાચાર છે?” મામલતદાર-“સાહેબ! સમાચાર તો ઠીક છે. કંઈ નવાજુની નથી.” ગવર્નર-“કહે છેને કે, તમારા તાલુકાના લોકોએ કર ન આપવાનો ઠરાવ કર્યો છે ?”
મામલતદાર-“ના, સાહેબ! અમારા તાલુકામાં શાંતિ છે, કેવળ તાલુકાના સામરખા નામના ગામના લોકોમાં અસંતોષ ફેલાયો જણાય છે અને તે લોકો કર ન આપવાની ચળવળ કરી રહ્યાનું સાંભળ્યું છે.”
ગવર્નર-“તમને તે વાત કોણે કરી ?” મામલતદાર-“ગામના તલાટી વાત કરતા હતા.” ગવર્નર-“વારૂ, તલાટીને મારી પાસે મોકલજે !” ગવર્નર-(તલાટીને) “તમારા ગામમાં કેમ ચાલે છે?” તલાટી-“ઠીક ચાલે છે સાહેબ! લોકે સુખી અને આનંદમાં છે !”
ગવર્નર-“ સાંભળવામાં આવ્યું છે કે, તમારા ગામના લોકોએ કર ન ભરવાની ચળવળ કરવા માંડી છે.”
શુ. ૨૨
૪
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com