________________
પ્રાચીનકાળની શ્રાવણ
૩૧૩ પૂજન કરી શૌનક, શાંડિલ્ય, માંડવ્ય, વત્સ, વામકક્ષાયણ આદિ મંત્રોક્ત તથા વંશક્ત, ઋષિએનું અને ગાયત્રી, ઉષ્મિક, અનુષ્ટ્રપ આદિ દેનું સ્મરણ-પૂજન કરવામાં આવતું. વર્તમાન મન્વતના સપ્તર્ષિઓનું પણ આવાહન તથા પૂજન આજકાલ કરવામાં આવે છે. જેઓનાં નામકશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ તથા અરુંધતીસહ વસિષ વગેરેના પૂજન પછી ઋષિઓનું તર્પણ કરવામાં આવતું; તેથી આ ઉત્સવનું બીજું નામ “ઋષિતપિણું પણ પડ્યું છે. આ દિવસે ઋષિપૂજન પછી નવીન યાપવીત ધારણ કરવું એ મુખ્ય કર્તવ્યોમાંનું એક છે.
- પ્રાચીન મહર્ષિઓએ જેમ વદતત્ત્વ સમજી તેનો જગતમાં પ્રચાર કર્યો હતો, તેમ આપણું સર્વનું એ કર્તવ્ય હોવું જોઈએ કે, વેદોક્ત જ્ઞાનરાશિને પોતે સમજે તથા જગતમાં વ્યાપી રહેલા અજ્ઞાનાંધકારને વેદપ્રચારરૂપી સૂર્યના આલોકથી હઠાવી જગતમાં ભારતવર્ષનું મસ્તક ઉન્નત તથા પ્રકાશવાન કરે. જે કે શ્રાવણી જેવા પ્રસંગે પર દેવપૂજા તથા હવન વગેરે પુણ્યકાર્યો પણ કરવામાં આવતાં, તથાપિ તેમાં વેદચર્ચાનું પ્રથમ સ્થાન રહેતું. એ દિવસનું મુખ્ય કાર્ય તે વેદન પ્રારંભ કરવાનું છે; અને આથી જ તે દિવસનું નામ “ઉપાકમ” પ્રસિદ્ધિમાં આવ્યું. આજ દિવસથી પૂર્વ સમયના ભારતવર્ષનાં વિદ્યાલયોમાં વેદ શીખવવાને પ્રારંભ થતો. એ વિદ્યાલયે કેવા પ્રકારનાં હતાં તે વિષેનું ટુંક વર્ણન આ પ્રમાણે છે –
જે દિવસોમાં સર્વત્ર વેદને પ્રચાર હતો, તે દિવસે ભારતવર્ષમાં સુવર્ણયુગ જેવા હતા. તે સમયના વિદ્યાથીઓ આજકાલના વિદ્યાર્થીઓની પેઠે વિલાસી નગરમાં ખેલવામાં આવેલી સ્કુલ-કોલેજોમાં રહીને ફેશનને અભ્યાસ કરી વિદેશી સભ્યતાને પોતાનામાં દાખલ નહેાતા કરતા. તેમનાં વિદ્યાલયે નગરના સહવાસથી ઘણે દૂર અને આયુષ્યપ્રદાયક ખુલ્લા મેદાનમાં હતાં. અનેક વૃક્ષોની ઘટાઓથી ઘટાદાર બનેલા, કોકીલોના ગાનથી ટહુકી રહેલા, એવા શીતલ મદ સુગંધયુક્ત પવનેવાળાં વન-ઉપવનમાં ગુરુજનોના ચરણકમળ સમીપ બેસીને પ્રાચીન કાળની વિદ્યાર્થીઓ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતા. જગતને હથેળીમાંના આમળા જેવું જાણનારા અનુભવી અધ્યાપકોનાં સારગર્ભિત વ્યાખ્યાને સાંભળવાથી જે અલભ્ય લાભ થતો તે ખરેજ અકથનીય છે. તેમના ધૂમાડાવાળી એવી સુવાસિત પર્ણકુટીઓમાં આસન લગાવી વિદ્યાથીઓ નિયમપૂર્વક નિત્ય સંધ્યાવંદનાદિ કાર્ય કરતા હતા. કલકલ નિનાદ કરતી, સ્ફટિક જેવાં સ્વચ્છ જળવાળી અને રસવતી એવી કલ્યાણકારી સરિતાઓનાં નિર્મળ જળમાં સ્નાન કરવું, નૈસર્ગિક કુળ તથા સાધારણ અન્ન અને ચોખાં ઘી-દૂધનાં ભજન, શીતળ વૃક્ષ છાયામાં વિશ્રામ, ગુરુને નિવેદન કરી ભોજન કરવું, સત્ય બોલવું, સદાચારપૂર્વક રહેવું વગેરે વગેરે પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓનાં મુખ્ય કાર્યો હતાં. એવું જ સ્વાભાવિક જીવન વ્યતીત કરતાં તેઓ ઉચ્ચ કોટિના અપૂર્વ વિજ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી કૃતાર્થ થતા. હે ભગવાન! શું ફરીથી ભારતની પૂર્વવત અવસ્થા નહિ થાય ? પ્રાચીનકાળમાં વિદ્યાર્થીઓને માટે આવું વાતાવરણ ઉપાગી માનવામાં આવતું. આવી એક એક વિદ્યાપીઠમાં હજાર હજાર વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રબંધ રહેતા. આવી વિદ્યાપીઠના પ્રધાન અધ્યાપકને “ કુલપતિ' કહેવામાં આવતા; અને તેમની “સેશન’ (સત્ર) આ શ્રાવણીના દિવસથી જ શરૂ થતી. અહીં હવે કહેવાની આવશ્યક્તા નથી કે, પ્રાચીન વિદ્યાલયો રેસીડેન્શિયલ' હતાં.
અચાર માહ્યાં નાસ્થ વિધી એ વચનાનુસાર માઘ માસના અંતમાં વેદે ભણાવવાનું બંધ થતું. વાસ્તવમાં માઘ માસ પછીથી વેદ જેવો કઠિન ગ્રંથ ભણવો પણ નહિ જોઇએ; કેમકે વિષય એટલે કઠિન હોય તેટલોજ અધિક શ્રમ તેના અધ્યયન તથા મનનને માટે લાગે છે. અને એ તો દેખીતું જ છે કે, જેટલી મહેનત અન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ કરી શકે તેટલી ગરમીના દિવસોમાં નજ કરી શકે. ભગવાન વેદની કઠિનતાનાં દૃષ્ટાંત આપવાની કોઈ આવશ્યકતા નથી. સર્વ કોઈ જાણે છે કે, વેદનું તત્ત્વ સમજવું એ કંઈ હરેક જણ કરી શકે તેવું કામ નથી. ફાગુન માસના આરંભથીજ વૈદિક “ડીપાર્ટમેંટ' બંધ કરી દેવામાં આવતું; અને વસંત-પ્રીમ-વર્ષા ઉપરાંત શ્રાવણીને દિવસે વેદની “સેશન (સત્ર) શરૂ કરી શરઋતુના બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com