________________
આત્મશ્રદ્ધાના રાહ
१३८ - आत्मश्रद्धानो राह
કાર
ઇતિહાસના અરુણાદયના કાળથી હિમાલયની ગિરિશિખા જેનાં વિજયસ્તંત્રા વદી રહી છે, પુણ્યસલિલા ભાગીરથીની તર`ગમાલા જેની સ્તુતિગાથાઓ ગાઇ રહી છે; એ આ અજરામર ભારતવના ક્લેવરમાં નવપ્રાણુની પ્રતિષ્ઠા કરવાનું મહદ્ભાગ્ય કાનું હશે ? ભારતવર્ષનું પુનઃવિધાન કરવાની ધન્ય જીવનલ્હાણુ કાને લલાટે લખાઈ હશે ? આશા અને ઉત્સાહ, પ્રેમ અને પુરુષા, માતૃભક્તિ અને આદશ પ્રીતિનાં અજવાળાંથી ઝળહળતાં નયનેાવાળા તરુણાને હું જોઉં છું અને મારા અંતરમાંથી નાદ ઉઠે છે કે આ-આ બડભાગી યુવકાના હાથેજ ભારતવર્ષનુ પુનરુત્થાન નિર્માયુ' છે. જેઓ ભારતમાતાને ફરી વાર જગદંબા બનાવવાના છે, જેએ એ જનનીના જયજયકારના ઝુડા અવનીભરમાં ફરકાવવાના છે, એ તરુણાને-નૂતન ભારતવર્ષના એક નિર્માંતાને હું પ્રણામ કરૂં
ભારતવતું પુનવિષઁન બ્રિટનની કે બ્રિટિશ મુત્સદ્દીઓની રહેમદિલીને આધારે નહિ થઇ શકે. એના રાહ જૂદે છે. પુનઃવિધાનના રાહ એ આત્મશ્રદ્દાના રાહ છે. પુનઃવિધાન તપશ્ચર્યાની શક્તિથીજ સિદ્ધ કરી શકાશે; રાજરમતના ખેલનારાએ નહિ, પણ તપસ્વીએજ પુનઃવિધાન કરી શકશે. નૂતન ભારતવર્ષી, જે જગતની પ્રજાઓને નવદેશ પાઠવવાનું છે, જે જગદ્ગુરુ બનવાનું છે, જે માનવજાતના વિનમ્ર સેવકતરીકે નવી તવારીખ રચવાનું છે, તે નૂતન ભારતવ−તે સ્વાધીન, આત્મનિષ્ઠ, આત્મશ્રદ્ધાવાન ભારતવ-બ્રહ્મચ, વિશુદ્ધિ અને તપશ્ચર્યાંની શક્તિવડેજ સર્જી શકાશે.
યુવા ! ભાવી ભારતવના આશાસ્ત્ર ભા! તપશ્ચર્યાની શક્તિ જમાવે. પુરાણા ગ્રંથામાં ઋષિવરેએ ગાયું છે કે, તપથીજ આ વિશ્વને ઉદ્દ્ભવ થયા છે; અને હુ વિનમ્ર વાણી ઉચ્ચારે. કે, તપશ્ચર્યાથીજ-તપસ્વીની શક્તિથીજ નવવિશ્વનું નિર્માણ થશે. તરુણા ! આ તપશ્ચર્યાને સદેશ જીવનમાં વણી કાઢે. આત્મસમર્પણુ, આત્મનિયમન, આત્મશુદ્ધિ અને બ્રહ્મચર્યંના ચતુર પાયા ઉપર જીવનની મહેલાત ઉભી કરે.
ભારત માતા આજે એવા યુવકેા માટે પેાકાર કરી રહી છે. દારિાના લેબાસમાં સજ્જ થયેલા અને હૃદયમાં એક માતૃમુક્તિનુંજ રટણ કરતા બ્રહ્મચારી યુવકૈાનાં ભૃંદા જે દિવસે ભારતવષ ના ગામે ગામ ઘૂમતાં હશે, એ તપસ્વી યુવકેાની ટુકડીએ જે દિવસે ભારતવર્ષનું ગામડે ગામડું પગ તળેથી કાઢી નાખશે, તે દિવસે ભારત માતાના દેવાલયમાં સ્વરાજ્યની નાખતા વાગતી હશે ! જે યુવકાનું એવું મહદ્ભાગ્ય નિર્માયુ' છે, જેમને કીરતારે ભારતવર્ષના નવવિધાનના નિર્માતા નિયેાજ્યા છે તેમને–એ બડભાગી બ્રહ્મચારી તપસ્વીઓને-અનેકાનેક પ્રણામ હા ! સાધુ વાસવાણી (તા. ૨૧-૪-૨૮ ના “સૌરાષ્ટ્ર”નું મુખપૃષ્ઠ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com