________________
વિજ્ઞાનને વરેલી વેગવંત વિજળી
- ૩૦૭
અને આગળના વખતમાં અને હાલના વખતમાં પણ કેટલીક માનવજાતે દુનિયામાં એક સ્થળે સ્થાયી રહેવાને બદલે ભટકતીજ ફરે છે.
તાંબાના તારની દુનિયા એક તાંબાના પાતળા તારની અંદર જે ઈલેકટ્રોનની દુનિયા વસે છે, તેની અંદર પણ બે જાતનાં ઇલેકટ્રોન હોય છે –એક જાતનાં ઇલેક્ટ્રોન એકજ સ્થાન પર રહે છે, જ્યારે બીજા પરમાણુએ હંમેશાં ભટક્યા કરે છે. હવે દરેક તાંબાના પરમાણુમાં ૨૯ ઇલેકટ્રોનનું એક કુટુંબ હેય છે, બીજાં ભટકતાં ઇલેકટોન તેની આગળથી પસાર થઈ ત્યાં આગળજ થોભી જાય છે. અને
સ્થાયી લેકટોનમાંથી કોઈ ઈલેકટ્રોન આગળ ધસે છે. આવું બન્યાજ કરે છે અને આ ક્રિયાથીજ વિજળીનો પ્રવાહ શરૂ થાય છે.
સંપૂર્ણ ઈસ્યુલેટર ઇલેકટ્રિશિયનએ હજુ સંપૂર્ણ ઇનસ્યુલેટર શોધી કાઢયું નથી, પણ સાયન્ટિસ્ટો એવી આશા રાખે છે કે, આગળ ઉપર એવી ઈસ્યુલેટર–મેળવણી કે રસાયણ શોધી કાઢવામાં આવશે કે જે દશથી વીસ લાખ વોટનું વિજળીક બળ બહાર પાડશે. અત્યારે તે એવી જાતનું ઇનસ્યુલેટર નથી. અત્યારે કોઈ સાયન્ટિસ્ટ કેાઈ વાયરમાં કે ઈનસ્યુલેટરમાં વધારે પડતું વિજળીક પ્રવાહનું દબાણ કરવા જાય તો ફાટી જવાનો સંભવ છે, અને એ અખતરે અત્યારે કરી જોવાનું પણ ધાસ્તીભર્યું છે.
પ્રગતિ પણ વિજળીક શોધખોળાનો છેલ્લાં ૫૦ વર્ષનો ઇતિહાસ તપાસીએ તે આપણને જણાય છે કે, એ દિશામાં આપણે કેટલી પ્રગતિ કરી છે. “વેટિંગ હાઉસ રીસર્ચ લેબોરેટરી’ના પહેલા ડાયરેકટર મી. સી. ઈ. સ્કીનરે એક સ્થળે ભાષણ આપતાં જણાવ્યું હતું કે, તેઓ પોતે કોલેજમાં હતા ત્યારે માનતા હતા કે, ઈલેકિટ્રકન પાવર પાંચ માઈલ કરતાં વધારે લાંબે છેટે કદી મોકલી નજ શકાય અને ૨૨૦ વોટથી વધારે વેટનું વિજળીક દબાણ આવી શકે નહિ. આજે ૨૦૦ માઈલ સુધી વિજળીક પ્રવાહ લઈ જવામાં આવે છે, અને ૬૦,૦૦૦ વોટનું વિજળીક દબાણ આપી શકાય છે. મી. સ્કીનરે જણાવ્યું હતું કે, એક સાયન્ટિસ્ટ આખી જીંદગી ઇલેકિટ્રક એટમની ખાસિયત શોધવા પાછળ કાઢે તેજ આગળ ઉપર કોઇ દિવસે ગમે તેટલા વોલેટનાં વિજળીક દબાણને પકડી રાખી શકે એવું ઇસ્યુલેટર શોધી કાઢી શકાય. વળી એનું પણ કારણ શોધવાનું રહ્યું છે કે, ઇલેકટ્રોનથી ભરેલા એક વાયર આગળ બીજ વાયર લાવવામાં આવે તો પહેલા વાયરના
શ્કેરાયને શા માટે એકદમ નાચવા માંડી પ્રકાશના તણખા પાડે છે? મી કીટનર નામના વૈજ્ઞાનિક આ વિષયમાં શોધખોળ કરી રહ્યા છે. તેઓ પણું વેરિટંગ હાઉસ લેબોરેટરીમાં કામ કરી રહ્યા છે. મી. કીટનર ઉપરાંત મી. ટોનસન નામને એક સાયન્ટિસ્ટ છે કે જે પીટસબગની લેબોરેટરીમાં કામ કરે છે, તેણે લોહચુંબકના વિષયને પિતાને કર્યો છે અને જીવનભર તેનીજ શોધખોળ કરવાને તેણે ઠરાવ કર્યો છે; ને તે દુનિયામાં ચેખામાં ચોખ્ખું લોખંડ શેધવા પ્રયાસ કરી રહ્યા છે. જગતમાં ચારે બાજુ હજુ ઈલેકટ્રોન વેરાયેલાં પડયાં છે. આપણી આજુબાજુની હવામાં અને વાતાવરણમાં પણ ઇલેકટીન છે. ઇલેકટ્રોમેગ્નેટિક મોજાંઓથી દુનિયામાં નવી નવી વિજળીની અદ્દભુત શોધ કરી શકાશે. જગતમાં એવા સાયન્ટિસ્ટો પડયા છે કે જેઓ એક પ્રશ્ન લઈ તે પર આખી જીંદગી સુધી શોધખોળ અને અખતરા કર્યા કરે છે.
ચિત્રોનું બ્રોડકાસ્ટિંગ વિજળીક પ્રવાહથી દૂર અવાજ મોકલવાની રેડીઓ અને ટેલીફેનની શોધ અત્યારે પ્રચલિત છે. પરંતુ સાયન્ટિસ્ટે હવે ચિત્રો પણ બ્રોડકાસ્ટ કરી શકે છે. અમેરિકાના જનરલ ઇલેકટ્રીક કંપનીવાળા ડૉઈ. એફ. ડબલ્યુ. એલેકઝાન્ડરસને આ શોધ કરી છે, અને તે ઘણે અંશે બેલ ટેલીફોન સીસ્ટમને મળતી છે. આ અલેકઝાન્ડરસન ટ્રાન્સમીટરમાં જે ચિત્ર દૂર મોકલવાનું હોય તે એક જૂના જમાનાનાં ફેનેગ્રાફનાં સિલિન્ડરની માફક એક ગેળ સિલિન્ડર પર વિંટાળવામાં આવે છે અને વિજળીક કિરણો મારફત તેના રંગે કિરણોને લઈ જઈ દૂરના સેન્સિટિવ સ્ક્રીનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com