________________
૩૯૮
શુગસંગ્રહ-સાગ ચાથા
१३१ - मुस्लीम भाइओने एक समजु मुस्लीमनी खास सूचना
જે કામ પેાતાના ધર્મગુરુઓને કતલ કરે તે જુલમી કહેવાય. પછી તે ગમે તે હાય-હિંદુ હાય, મુસલમાન હોય કે ખ્રિરતી હૈાય. હિંદુ તેમજ ખ્રિસ્તી એ બેઉ કામેાને હું ખાતલ કરૂં છું;, કારણ તેમના ધર્મો અને ઋતિહાસની મને પૂરેપૂરી માહિતી નથી. એટલે તેમના વિષે કંઈ લખવું એ વાસ્તવિક નથી; પરંતુ હું મુસલમાન છું. મુસલમાની ધર્મ અને તિહાસની મને કંઈકે માહિતી છે તે આધારે ઇસ્લામી ધર્મ બાબત, ઇસ્લામી ઇતિહાસ બાબત અને મુસલમાનોએ પોતાના ધર્મગુરુઓ ઉપર ગુજારેલાં મહાજુલ્મી, મહાક્રૂર, મહાનિર્દય અને મહાપાપી કૃત્યા બાબત જે લખુ તે અલબત્ત વાસ્તવિકજ કહેવાશે; તેમ છતાં હાલના જમાનાના મુસલમાને જ્યારે તેમના વડીલેાનાં અતિ ઘેર અને મહાપાપી મૃત્યુ! મારી કલમથી છાપાંઓમાં પ્રસિદ્ધ થતાં જુએ છે ત્યારે મારા પ્રત્યે તેમના ગુસ્સાના પ્રવાહ જોસભેર ઉભરાઇ આવે છે. તેમના ક્રોધને અગ્નિ ઉછાળા મારા મારા તરફ દોડે છે અને તેમના જીમની ખૂની તલવાર મારા નિળ અને નાજુક દેહ ઉપર ચમકારા મારે છે; તેમ છતાં નિર્ભયતાથી હું મારૂં કર્તવ્ય કરીશ, તેમની ધમકીએ મને જે સત્ય સ્થાન અને ઉપદેશનું લક્ષ્યબિંદુ મે પકડેલુ છે ત્યાંથી ડગાવે એ વાત કાઇ પણ કાળે બનવાજોગ નથી. ઇસ્લામના મહાન ધર્માંગુરુએ ઉપર મુસલમાનએ પેાતેજ ગુજારેલા ખેહદ જુલમના હૃદયભેદક વૃત્તાંતે લખવા એજ માર્કવ્ય છે અને એમાંજ મારી જીંદગીનું સાર્થક અને કલ્યાણ છે, એમ હું માનું છું. હવે હું ચોક્કસ નિર્ણય ઉપર આવી ગયા ... અને ખાત્રીથી કહું છું કે, જે વખતે માંખવીઆના હરામી દીકરા યઝીદ દમાસ્કસ શહેરમાં ખીલાફતની ગાદીએ એઠો ત્યારે સધળી ઇસ્લામી દુનિયાની હકુમત તેના કબજામાં આવી અને સઘળા મુસલમાને એ તેની તાબેદારી સ્વીકારી; પરંતુ જે મુસલમાને ખરા ઈમાનદાર એટલે ધર્માં હતા તેઓએ તેની ઇસ્લામના ધર્મગુરુ હાવાની પાત્રતાના અસ્વીકાર જાહેર કર્યાં. તે ખરા ધી પુરુષાના સરદાર શાહજાદા હઝરત હુસેન હતા, જે ઇસ્લામના મહાન પેગમ્બરની પવિત્ર અને પૂજ્ય દીકરીના દીકરા થાય. આ બહાદૂર અને ધર્માં પાટીમાં ફક્ત ૭૨ પુરુષો હતા, જેમને કરબલાના રણમાં અન્ન અને પાણીવગર રોકી રાખવા, એવા યઝીદ પલીદે તેના શ્કરીઓને હુકમ આપેલા. આ ધિક પાટી` ભૂખ, તરસ અને ઉનાળાના સખ્ત તાપનુ દુઃખ વેઠી એ રણ દરમિયાન તબુએમાં પેાતાનાં બાલબચ્ચાંએ સાથે પડાવ કરી વસેલ! હતા. યઝીદ પદે તેમને માટે અન્નપાણીની નહેરા અને નદીએ નાળાંગ્મા ઉપર પહેરે મૂકેલા. નાનાં બાળકા તરસ્યાં ને તરસ્યાં મરણ પામ્યાં, મેાટા માણસે ભૂખ-તરસથી મરવા કરતાં ખાદૂરીથી દુશ્મને સાથે લડી શહીદ થયા. ઈસ્લામી દુનિયામાં અધકાર વ્યાપ્યું. ત્યારથી ઇસ્લામની ખાળ જુલમીએના હાથમાં આવી; એટલે ઇસ્લામ જે ખરા ધમ હતા તે મટી અધ થયા. અધમી આગેવાતાએ ઇસ્લામના નામે અધર્માંતે પ્રચાર કર્યો અને જુલમગારીને પાયા ચ્યા. ત્યારથી ઇસ્લામ ઈસ્લામ ન રહ્યો. ખરા ઇસ્લામીએની સાથે ઈસ્લામે પણ દુનિયા ત્યાગ કરી, પણુ ઇસ્લામને ઠેકાણે જુલ્મ સ્થપાયા તે અત્યાર સુધી ચાલ્યા છે અને ચાલશે. હવે ઇસ્લામ એ ધર્મ નથી, પણ જુલમ એ ધમ રહ્યો છે. એ ધર્મમાં પૈસા એજ ખુદા, પૈસા એજ પેગમ્બર અને પૈસા એજ ધમ ગુરુ. પૈસાને માટે ખુદાને પણ મારે, પેગંબરને પણ મારે અને ધર્મગુરુને પણ મારે. જો એમ ન હોત તે। મુસલમાતાએ પેાતેજ હઝરત હુસેન અને તેમના ૭૨ સાથીષેને દુઃખી અવસ્થામાં શહીદ કર્યોજ ન હેાત; માટે મુસલમાનને ઇસ્લામ ત્યારથી ગુમ થયે!–મને તેને પત્તો લાગતાજ નથી. હું તેા બધા મુસલમાનેને એમજ કહું છું કે, હવે જો ઇસ્લામ પાછા મેળવવા હાય ! તમેા હઝરત હુસેનની પાસે માગણી કરા; કારણ ઇસ્લામ તા તેઓશ્રીની સાથેજ ગયા. હવે ઇસ્લામ અહીં ક્યાંથી મળે ? માટે નાહક ફાંફાં મારેા નહિ.
(તા. ૨૮-૧૦-૧૯૨૮ના “હિંદુ” માં લેખક–શ્રી. સૈયદ ઇનાયતઅલી ખાકરઅલી કાદરી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com