________________
સ્વામી વિવેકાનંદ્ભજી
ત
૨૮૫ આપણે સાંભળી ન સાંભળી કરીએ છીએ; આજ તેનુ પ્રાયશ્ચિત્ત વેઠવા ભારતવર્ષ ખુલ્લે વાંસે ઉભું છે ! આપણે મેઢેથી ફાવે તેટલેા સામ્યવાદના પ્રચાર કરીએ; પરંતુ જાતિભેદ આપણુને ભેદભાવની પ્રખર અવસ્થામાં ઘસડી જાય છે. આપણે માટે શિવોË કહીએ, સોઢું કહીએ; અને કાર્ય કરતી વખતે આપણા શિવ અનેક ખની જાય છે. બ્રાહ્મણ શિવ, વાણિયા શિવ, કાયસ્થ શિવ, મેચી શિવ-સા શિવ ! આપણને હજી બરાબર ખ્યાલ પણ નથી કે, આ જાતિભેદ ગામડામાં કેટલે વિકટ થઈ પડયા છે! એવાં અનેક સ્થળ છે કે જ્યાં શૂદ્ધની કાળી ઝુપડીએ આગળ થઇને બ્રાહ્મણ પસાર થતાં પણ અચકાય છે, અભડાય છે! આપણા જાતિભેદ દેવતાએપ ત પહેાંચી ચૂક્યા છે; તે પછી ખીજી ખાખતાની તેા વાતજ શી ? જે જાતિની આવી સ્થિતિ હેાય તેની ઉન્નતિ થવાની આશા ક્યાંથી રાખી શકાય? ધ્યાન ધરેા, સ્વામીજીના તે તેજ:પુ ંજ લેવરનું ધ્યાન ધરે. આ પતિત જાતિના પરસ્પર દ્વેષ અને ઝેરવેર જોઇ તેમનાં ચક્ષુએમાંથી અગ્નિની જ્વાળાની માફક કેટલાં ઉષ્ણ ચક્ષુએરૂપી તણખા ઝરે છે! એ સ` છતાં આપણે તેમની વાત ગ્રાહ્ય કરતા નથી. સ્વામી વિવેકાનંદજીના સ્વદેશપ્રેમની તુલના શી રીતે થઈ શકે? એ અનુરાગ, એ સત્ય સંકલ્પનિષ્ઠા, એ સેવાનું ગૌરવ અન્યત્ર ક્યાંયે જોવામાં આવતું નથી. આપણે ત્યાં તે એ સ્વદેશપ્રેમના છાંટા પણ નથી, આપણામાં જેએ સ્વદેશપ્રેમી છે તેમાંના ઘણાને પરદેશી વસ્તુ અનિવાર્ય થઇ પડી છે. પરદેશી પાણીવિના તેમના આધિવ્યાધિ મટતા નથી; પરદેશી ભાવના, પરદેશી પેશાકવિના એક દિવસ પણ તે ટકી શકતાં નથી; અને એવા લેાકેા દેશના મુખ્ય નેતાતરીકે આગળ પડે છે! આ બાબત કદાચ કોઇકને ખુખેંચશે; પરંતુ તે કા વિના નથી રહેવાતું. વળી સરકારી નેાકરીને સ્વીકાર કરવા ઉપરાંત ખિતાબની બેવડી ગુલામગીરી વહેારી લેવી એ પેાતાની ઇચ્છાપર અવલંબે છે; આ વાત જો આપણા ચિત્તમાંથી ખસી ગઇ હાય તે। સ્વામીજીના આદર્શ વિચારી જોવાની જરૂર છે; અને આપણે જો હજી પણ એ આદર્શ નહિ ગ્રહણ કરીએ તે ઉન્નતિની કોઈ પણ કાળે આશા રાખવી વ્યર્થાં છે. દેશનુ દારિદ્ય-દુઃખ-નિવારણ કરવા જતાં આપણે જો એમની વાણીનું અનુસરણ કરીએ તે! વિવેકાનંદજીને આ દેશમાં જન્મ લેવા સાર્થક છે, નહિ તેા વ્ય ! સ્ત્રીએની સ્થિતિને જે આપણે ઉન્નત ન કરીએ, શિક્ષણના વિષયમાં વિસ્તૃત પ્રમાણમાં પ્રયત્ન ન કરીએ, આપણે જો દુષ્ટ રૂઢિરિવાજોની જાળમાં જકડાઇ જઇ આપણાથી ઉતરતી જાતિને અસ્પૃશ્ય રાખી મૂકીએ તે સ્વામીજીનું શિક્ષણ, એમના ઉપદેશ, આદ એ સર્વાં મહેાધિના મજળમાં ગુમ થઈ જશે, એમાં શકા નથી ! ભારતવીર ! જાગા ! જાગે!!!
(“જ્ઞાનપ્રચાર”ના એક અંકમાં લેખકઃ-શ્રી. “જ્યેાતિ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com