________________
વામન અવતારને સંદેશ
રહદ
ધર્મ સ્વીકાર કરે, તે આપણે વિચાર કરવો જરૂરી છે કે, એઓના આ કાર્યમાં રાજનૈતિક ઉદ્દેશ શું છે? વામન બધું જાણું ગયો હતો કે, આ સ્વાંગ કેવળ એટલા માટે છે કે, તીબેટ વગેરે ત્રણે દેશ ઉપર પોતાની સત્તા જારી રહે; તેથી જે સમયે બલિનો યજ્ઞ ચાલુ હતો અને સામને રસ કાઢવાની તૈયારી હતી, તે જ સમયે વામને યજ્ઞમંડપમાં પ્રવેશ કર્યો અને જઇને બલિની સામે ઉભો રહ્યો. યાજક સમરસ કાઢવાની તૈયારીમાં હતા. તે જ સમયે વામનની તેજસ્વી મૂર્તિ યજ્ઞના મંડપમાં આવી ઉભી રહી.
વામનની પૂર્વ તૈયારી વામન નાનો હતો, પણ રાજનીતિમાં નિપુણ હતો. એના શરીરનું બળ કંઇ કમ ન હતું. અવસર આવ્યું તે લડવાને તૈયાર રહેતો. યુદ્ધના દાવ, મલ્લયુદ્ધના પેચ અને ચઢાઈની યુકિતઓથી પૂરેપૂરો માહિતગાર હ; તેથી વામન બહુ યજ્ઞમંડપમાં એકલે આવ્યું ન હતું. એની અગાઉ ગુપ્ત વેષમાં સેંકડે દેવવીર અને આર્યવીર બ્રાહ્મણને વેષ ધારણ કરીને મંડપમાં હાજર થઈ
તે રાવ પોતપોતાનાં અસશસ્ત્ર દર્ભમાં, ધોતીમાં. છાતીમાં. કુણાજિનમાં સંતાડી લાવ્યા હતા. તેઓ બ્રાહ્મણના ભેગા જઈ બેઠા હતા. એવી તૈયારી કર્યા પછી વામન જાતે બ્રહ્મચારીના વેશમાં દંડ-કમંડલું હાથમાં લઇ લંગોટી પહેરેલો મંડપમાં આવી બલિની આગળ હાજર થયો. ઉંમર નાની પણ તેજસ્વી, દેખાવમાં ઠીંગણે પણ બુદ્ધિમાં ભારે, થોડા પણ ગંભીર શબ્દ બોલનાર વામન જેવો બ્રાહ્મણકુમાર બલિદૈત્યે અગાઉ કદી જોયો ન હતો. એનું અસામાન્ય તેજ જોઈને બલિ સ્તબ્ધ થઈ ગયો. એણે વામનનું સ્વાગત કર્યું અને કહ્યું કે, હેય તે માગો. વામને ત્રિપાદ ભૂમિ માગી. બલિએ એને ઘણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, બીજી કેાઈ માટી ચીજ માગે, પણ વામન એકનો બે ન થયો
આના જેવી એક કથા મુગલ પાદશાહના વખતમાં બની હતી. દિલ્હીના એક મુગલ પાદશાહની પુત્રી બિમાર થઈ હતી, એને એક યુરોપીયન દાક્તરે સાજી કરેલી; તેથી બાદશાહે દાકતરને કહ્યું કે, તમારી ઈચ્છા હોય તે માંગે, હું તે આપીશ. એટલે દાકતરે કહ્યું કે, જહાંપનાહ ! બકરાના ચામડાની બરાબર જમીન મને આપો. આ વાત સાંભળીને બાદશાહને ખૂબ હસવું આવ્યું અને બીજું કંઈ માગવાને ર્ડાકટરને સમજાવવા લાગ્યા; પણ તેણે કંઈ માન્યું નહિ. પછી બાદશાહે બકરાના ચામડાની બરાબર જમીન આપવાનું ફરમાન કાઢયું; એટલે એ ધૂર્ત વેંકટરે એ ચામડાના બારીક તંતુ કાઢયા અને તે એકબીજા સાથે જોડી લીધા, તેથી એની લંબાઈ માઈલે સુધી થઈ અને એટલીજ જમીન માગી. બાદશાહ એની બુદ્ધિમત્તા ઉપર ખુશ થઈ ગયો અને એથી બમણું જમીન એને બક્ષીસ આપી.
ઇતિહાસમાં આવી અનેક કથાઓ પ્રસિદ્ધ છે. આવી વિપરીત જણાતી વાત માગનારના કહેવામાં લેષ રહે છે. જે એ ભલેષ જાણવામાં આવે, તે કંઈ ડર રહેતો નથી; પણ તે ન સમજી શકાય, તે સમૂળા નાશ થાય છે. વામનના ‘ત્રિપાદ ભૂમિ” શબ્દોમાં “લેષ સ્પષ્ટજ હતું. તીબેટ, ભરતખંડ અને પાતાલ-એ ત્રણ દેશ માગવાની એની મતલબ હતી: પણ એ વાત બલિના ધ્યાનમાં આવવી અસંભવિત હતી, કારણ કે બલિને ખબર ન હતી કે, બ્રાહ્મણએ પિતાની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચ્યું છે અને એમાં અનેકાનેક દેવવીર પણ ભળ્યા છે, તેથી કરીને બલિદૈત્ય અસાવધાન હતો.
જે કે બલિ પિતે અને એને સર્વ વીર અસાવધાન હતા, તો પણ તે માટે સમ્રાટ હોવાથી એ યજ્ઞમંડપની આસપાસ અને અંદર પણ સેંકડે રાક્ષસ સૈનિક તૈયાર હાજર હતા. તેઓ કંઈ આપત્તિ આવે તે વખતે બલિની રક્ષા કરવાને હાજરજ હતા, પરંતુ એમાંના કેઈને પણ ક્રાંતિની શંકા સરખી હતી નહિ. એવી ગુપ્ત રીતે વામને કાવત્રુ રચ્યું હતું. વામને આવી સાવધાનતા ન. રાખી હોત તે તે બલિનું રાજ્ય ઉથલાવી શકત નહિ.
જ્યારે વામને જોયું કે, શત્રુના વીરો અસાવધાન છે અને પિતાના પક્ષના વીર અસ્ત્રશસ્ત્રસહિત ત્યાં જ પૂરેપૂરી રીતે તૈયાર છે, ત્યારે એ સમજી ગયો કે, આજ અવસર અનુકૂળ છે; ત્યારે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com