________________
૨૬૪
શુભસંગ્રહ-ભાગ ચાથી
કેવળ આજ સત્યપ્રાપ્તિ માટે તેને ગૃહનાં બંધન શતશત વૃશ્ચિકવેદનાસમ સાહ્યાં અને એક સખ્યાસમયે માપિતાનાં આશા, લાડ, સ`પત્તિ અને વિલાસને છેડી, એકાકી સત્યની અહાલેક જગાવવા કમનીય યૌવનના પ્રભાતે ૧૯ મા વર્ષે માયાના પાશા તેાડી વાડી ચાલી નીકળ્યા, તે આમરણાંત પાછાં પગલાં નજ ભરવાની ભીષ્મપ્રતિજ્ઞાએ એ ગયા.
X
×
×
X
સિદ્ધપુરના મહામેળા વખતે એક શિવાલયમાં બાવાએ અને જોગીઓની ડેટ જામી છે. કાઇ ભાંગમાં તેા કાઇ ગાંજામાં ચકચૂર છે, કાઇ સાીમાં રત છે તે કાઇ ચરસમાં બેફામ છે, તેા કાઈ શરીરે રાખાડી રમાવી, જટાજૂટ વધારી ચીમટા અફાળતા · અહાલેક અમ ગિરનારી ’ની અમેા પાડતા સાધુતાને વેશ ભજવે છે તેા ક્રાઇ ગૃહસ્થીતે પણ શરમાવે તેવાં વસ્ત્રાભૂષણે થી સજ્જ થઇ ભક્તજનોને સન્યાસનું માહાત્મ્ય સમજાવે છે. જ્યાં ત્યાં મેટા મેટ! અખાડાઓ અને ધૂણીએવાળા સન્યાસના લીલામનું એ પ્રચંડ બજાર ભરાયું હતું. તેમાં એક લંગોટીમાત્ર સંપત્તિશાળી યુવક બ્રહ્મચારી અખાડે અખાડે અને ધૂણીએ ધૂણીએ રખડે છે અને સત્યને જાણવાની તેની આત્મતૃષાને છીપાવે તેવા હૃદયના ગુરુદેવની શોધમાં લાંધણા કરતા ફરે છે અને એક જગ્યાએ વેદાંતની ચર્ચા સાંભળવા લલચાઇ ત્યાં બેસે છે. ત્યાં તે દુર્વાસા મુનિને પણ આજુએ મૂકે તેવા રૌદ્રસ્વરૂપ પિતૃદેવનાં દર્શન થાય છે, અને કુપિત થયેલાં પિતૃ-નેત્ર-યમાંથી ઝરતા અગારાઓને પેાતાની દયાભીની આંખમાં સમાવી લે છે અને યથેચ્છ પ્રહારાને પુષ્પ ગણી વધાવી લે છે. તરુણુ બ્રહ્મચારી બંદીવાન બને છે અને પિતાજીને ઘેર પાછા ફરવા સ્વીકૃતિ આપે છે. આખા જીવનની આ એકજ પળ છે, જ્યાં દયાનંદને—હાં હાં દયાનંદને-જૂઠ્ઠું' ખેલવુ” પડે છે ! અને લાગ મળતાં પુનઃ જેતે ખાતર અસત્ય ખેલેલ તે અનંત સત્યની શોધમાં છટકી જાય છે !
X
*
X
×
પણ આથી કાઇ સત્યવતા ઋષિને અસત્ય ખેલ્યાના આરેાપ ના કરો; રે એ પાપમાં કદી ના પડજો ! એ અનૃતને તેણે કદી છુપાવ્યું નથી, એ અનૃતથી તેને કઈ પાર્થિવ લાભા હાંસલ કરવાના ન હતા. આ પ્રસંગને તેમણે પેાતાના આત્મચરિતમાં સ્પષ્ટવાદિતાથી આપ્યા છે, એટલે તેમના ઉપર જ્યૂડનું આળ લાગી શકતું નથી. મને તે એ પ્રસંગથી તેની સત્યવાદિતા વધુ સ્પષ્ટ થતી લાગે છે અને કદાચ તેને કાઇ ક્ષુદ્ર અપરાધ ગણે તેયે કવિવર કાલિદાસ કહે છે તેમ-— एको र्हि दोषो गुणसन्निपाते निमज्जतीन्दो: किरणेष्विवाङकः ।
અનંત ગુણુરાશિમાં આ તિક્ષુદ્ર દોષનું અસ્તિત્વજ ક્યાં ભાસે છે ? ક્ષીરસાગરમાં એક ક્ષુદ્ર લવણ-કણિકાનું અસ્તિત્વ ક્યાં છે?
“નરો વા કુંગરો વા” ની પેઠે આ પ્રસંગ હતા; ધમ અને અધર્મનું ત્યાં પાર્થિવ યુદ્ધ હતું, મેહ—પાશનાં માનવી અધતા અને સત્યની શોધમાં નીકળેલ આત્માની આરાધનાનું અહીં દૈવી યુદ્ધ હતું; છતાં યુધિષ્ઠિરને સંસારધમતા વિચાર કરતાં ધર્મરાજ કહી સ`ખવે છે તેમ હુંય અમરતાના વિચાર કરતાં ઋષિરાજને સત્યાવતાર કહુ તે જરાય અનુચિત હાવાની કાને આશંકા સરખી ન આવજો. કેમકે ઋષિ પેાતાના દોષોને સ્વયં ખુલ્લા કરવાનુ પસંદ કરે છે કે, એક વખતે તેમને ભાંગ પીવાની પણ આદત પડી ગયેલી. હુક્કાપાનની પણ લહેજત તેમણે ભાગવ્યાનુ વીકાયું છે; પણ સત્યને છેાડવાનું કદી વિચાયું સરખુંચે નથી. ભલા ! આવી આદતે ન લખતે તે કાણુ જાણવા ગયું હતું ? પણ ના, એ તે સત્યના પૂજારી છે, અને જ્યારે આત્મચરિત્ર લખે છે, ત્યારે પેાતાના દોષોના સ્વીકાર કર્યેજ છુટકા. તેને એ તમા હોતી નથી કે, લેકે એથી તેના વિષે કેવું ખેલશે? જે માણસ પેાતાની જાત ઉપર સત્યને ખાતર આટલે તીત્ર થઇ શકે છે, તેને ખીજાએ ઉપર તીવ્રતર થવાને નૈસગિ`ક હક્ક છે; અને એ તીવ્રતા જ્યારે સત્યની સરાણપર ચઢે છે ત્યારે તીવ્રતમ થઇ જાય છે. જર્મનીના મહાન વિચારક કવિ નીત્શેએ એટલા માટેજ કહ્યું છે કે, તમામ સંસારના નવયુગપ્રવર્તી કા કઠારજ હાય છે અને કઠેર થવું તેમને માટે આવશ્યક પણ છે. ( ‘પ્રચારક’ના સપ્ટેમ્બર-૧૯૨૭ ના અકમાં લેખક:-સ્નાતક સત્યવ્રત )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com