________________
એલ્શેવિક ત્રિમૂર્તિ
૧૪૫
જમીન તેમજ ચરિતાના કરતાં વધુ એવી તમામ માલમત્તા છીનવી લઇને તે રાષ્ટ્રની માલકીની છે, એવુ જાહેર કર્યું. ત્યાર પછી તમામ ખેડુત અને મજુરવમાં જેની તેની આવશ્યકતા પ્રમાણે તે બધી જમીન વહેંચી દીધી. તેણે એક એવા નિયમ કર્યાં કે, કાઈ પણ ખેડુતે પેાતાના કુટુંબના પેાષણને માટે જોઇતું ધાન્ય રાખી લઈ ખાકીનું બધું સરકારમાં જમા કરવું; પરંતુ આ નિયમ ચેાડાજ વખતમાં લેનિનના અંગપર આવ્યેા. કારણુ સન ૧૯૨૧ ની સાલમાં ભયંકર દુષ્કાળ પડો. વરસાદના અભાવે આ દુષ્કાળ પડવો નહેાતા; પણ લેનિનના ઉપલા કાયદાના ગર્ભિતા અજ્ઞાન પ્રજાના સમજવામાં ન આવવાથી તેમણે ધાન્યની પેદાશજ કરી નહિ. જરૂરના કરતાં વધારે પકવ્યુ તેા તે સરકારમાં જમા થાય છે, તેા પછી વધુ પાક લાવવેાજ શા સારૂ ? આવા અવિચાર ખેડતાએ કરવાથીજ આ દુષ્કાળ પડયો હતેા. લેનિને ત્યારપછી તરતજ આ કાયદે પાછા ખેંચી લીધેા; કારણ પ્રજાના ગળે ઉતારીનેજ કાઇપણુ ભાખત કરવી હિતાવહ થશે, એવા તેણે વિચાર કર્યો. ધ્યેય સાધતી વેળા ઉપાયયેાજનામાં ફેરફાર જણાતાં લેાકેાએ આપણને ચાંચલચિત્ત ઠરાવ્યા તેાપણુ હરકત નહિ; પણ ગમે તે ઉપાયવડે ધ્યેય સાધવુજ જોઇએ, એવા લેનિનને મત હતા. આથી અનેક વાર તેની તે તેના અનુયાયીઓની વચ્ચે મતભેદના ખટકા ઉડવા લાગ્યા. ટ્રોવ્સ્કીને આ ફેરફારવાળુ ધેારણુ પસંદ નહાતું; તથાપિ છેવટસુધી લેનિનની અવજ્ઞા કરી નહિ, એ લક્ષમાં લેવા જેવુ છે. ઉપર જણાવેલા દુષ્કાળ પછી લેાકેાને ગમે તે પોતાના હેતુ પણ સાધ્ય ચાય એવી નવીન યેાજના લેનિને લખી કાઢી ને અમલમાં પણ આણી. આ યાજનાને ન્યુ કાનેમિક પૅલિસી' કહેતા અને તેનેાજ અમલ હમણાં રશિયામાં ચાલુ છે.
આ પ્રમાણે દિવસેા જતા હતા એટલામાં સન ૧૯૨૪ ના જાન્યુઆરી મહિનામાં લેનિનની પહલેાકની યાત્રા પૂરી થઈ. તે પુષ્કળ દિવસ આજારી હતા. હવે પાતે બચવાના નથી, એવુ જોઈને તેણે એક મૃત્યુપત્ર લખી રાખ્યું અને પેાતાની પછી રાષ્ટ્રમાંની એલ્શેવિકાની આગેવાની સ્ટાલિનને આપવી, એમ તેણે નક્કી કરી રાખ્યું.
લેનિનની યાગ્યતાનુ ઘેાડામાં વર્ણન કરવું હાય તે। તેના શિષ્યના એટલે ઝિનેાવ્હિકના શબ્દોમાં આ પ્રમાણે કરી શકાય. ઝિનેવ્હિક કહે છેઃ
“ કાત્રેડ લેનીન એ અણીની પળે અને કટાકટીના દિવસેામાં હાજર ન હેાત તે અમારા બળવાનું શું થયું હેત તે કહી શકાય તેમ નથી. તે કા` માકના સિદ્ધાંતાના અદ્ભુત પ્રચારક હતા.” જે ગરીમ અને ત્રસ્ત થયેલી પ્રજાને માટે તેણે આટઆટલેા ત્રાસ વેઠ્યો તે સમાજમાં સમતા પ્રવર્તે એટલા સારૂ અટ્ટહાસ કર્યાં, એ સમાજનાં સર્વ સુખદુઃખાતે એલ્શેવિક રાજ્યપદ્ધતિને અધ્યક્ષ થયા ત્યારે પણ તેણે સહન કર્યાં. તેને કાઇ એ. ડી. સી. નહાતા, રહેવાને રાજમહેલ નહાતા, બેસવાને ગાડીઘેાડા નહાતા, પહેરવાને ઉંચી જાતનાં કપડાં નહેાતાં અને પાસે એક કપકિા સુદ્ધાં નહાતી! મેલાંઘેલાં કપડાં, કુરૂપ વ્હેરા, વક્તૃત્વશક્તિ વિશેષ નહિ; આવે તે એક સાદે પુરુષ હતા; પણ તેના મસ્તકમાં સાક્ષાત્ બુદ્ધિમત્તા, હૃદયમાં પ્રજાસબંધેની લાગણી, ખાવડાંમાં પરાક્રમ, રક્તમાં મુઢીવાદીઓની ચીડ અને છાતીમાં અથાગ સાહસ અને ધૈર્યાં વાસ કરતાં હતાં. આ આપમતલખી જગમાં ખાળક, સ્ત્રી અને નિન પ્રજાના જેટલી દુર્દશા અને ત્રસ્ત હાલત ખીજા કાઈ પણુ વની નથી. એ પૈકી એકેકની દુરાવસ્થા દૂર કરવા સારૂ હજારેા આગેવાનાએ આજ હજારેા વર્ષથી પ્રયત્ન ચાલુ કર્યાં છે; પણ એકીસાથે આ ત્રણે પ્રચંડ કાર્ય એકદમ હાથમાં લઇને તેને પુષ્કળ પ્રમાણમાં ને ઘેાડા કાળમાં કાઇએ સુખી કર્યો હૈાય તેા તે એકલા મહાત્મા નિકાલાય લેનિનેજ. ઉપલા ત્રણે વની દુર્દશાને નાશ કરી તેમની પ્રતિસૃષ્ટિ કરી ખતાવનારા લેનિનને તેમણે પ્રત્યક્ષ ઈશ્વર માન્યા હાય તેા તેમાં કઈજ ગેરવ્યાજખી થયું નથી, એમજ કાઇ પણ કબૂલ કરશે. લેનિન આશરે ત્રેપન વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેની સ્ત્રી હયાત હાઇ શિક્ષણની ખાખતમાં તે હમણાં ઉત્તમ કા ખજાવે છે. લેનિનને યેાગ્ય એવીજ તે ખરી સહધમચારિણી છે.
ટ્રાન્સ્કી
એલ્શેવિક ત્રિસૂતિ પૈકી લેનિન પછીની મહત્ત્વની મૂતિ તે લીઓન ટ્રાટ્કીની છે. ટ્રાન્સ્કી
છુ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com