________________
૧૩ર
શુભસંગ્રહ-ભાગ ચોથો છીએ. આપણે જાણીએ છીએ કે, આ સરકાર અમુક પાપકર્મો કરી રહી છે, છતાં આપણે તેને સહકાર આપીએ છીએ. આ બધી વાતે આપણે જેમ જાણતાં છતાં કરીએ છીએ એ મનુષ્યસ્વભાવની અપૂર્ણતા સૂચવે છે; નહિ કે ઉચ્ચ સિદ્ધાંતો અને ઉચ્ચ આદર્શોની ક્ષણિકતા, સૂચવે છે. અર્થાત એ બધું આપણા આત્મબળની ખામીનું પરિણામ છે. અસ્તુ. એવી જ રીતે મહાન નરવીર પશ્ચિમની પ્રજામાં પાડ્યા છતાં જીસસ ક્રાઈસ્ટને દિવ્ય સંદેશ, પશ્ચિમની પ્રજા અત્યારે અભરાઈએ મૂકી રહી છે. તેવી રીતે હિંદમાં પણ વેદ, ઉપનિષદ વગેરે ઋષિમુનિઓના દિવ્ય વારસા છતાં, અનેક જાતિઓ, અનેક વાડાઓ છતાં અનેક મતમતાંતરના જંગલમાં ગુંચવાઈ પડી અવનતિને રસ્તે ચાલી જાય છે.
આટલું ટુંકામાં એતિહાસિક દષ્ટિએ અવલોકન કર્યા બાદ આપણે મુખ્ય પ્રશ્ન ઉપર આવીએ.
ધાર્મિક શિક્ષણ એટલે ઈશ્વરસંબંધે જ્ઞાન, પાપકર્મ કરતી વખતે ઈશ્વરથી ડરીને ચાલવાની પ્રેરણા, સત્ય, ન્યાય, દયા, ધર્મને સ્વીકાર, પરોપકારવૃત્તિને વિકાસ, સ્વાર્થયાગ, બલિદાનની પ્રેરણું વગેરે અનેક ગુણોની ઓળખ. આવા શિક્ષણની આવશ્યકતા તે ઉપરની ઐતિહાસિક દૃષ્ટિ પણ થોડે ઘણે અંશે સિદ્ધ કરે છે. એ અનુભવસિદ્ધ વાત છે કે, ઈશ્વરવિષયક જ્ઞાનવિના કઈ પણ મનુષ્યને કોઈ પણ કાળે ચાલ્યું નથી. જંગલી પ્રજામાં પણ ઈશ્વરસંબંધે કાંઈ વિચિત્ર ખ્યાલો હોય છે તે ખરાજ; એટલે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા તે ખરી જ. તે પછી પ્રશ્ન એ રહે છે કે, તે કેવી રીતે આપવું? અભ્યાસક્રમથી, પાઠય પુસ્તકના પઠન પાઠનથી કે કેવી રીતે? આ સવાલ જરા વિચારવા જેવું છે. અભ્યાસક્રમ માત્રથીજ ધાર્મિક શિક્ષણ આપી શકાય એમ કહેવું વિશેષ પડતું છે; પણ નાનપણથી જ બાળકના મન ઉપર પ્રાર્થના, ૨તુતિ, મહાન પુરુષોના જીવનચરિત્રની વાતે, એની અસર સારી થાય છે; એ સમજી શકાય એવી વાત છે. ઘણી શાળાઓમાં નિયમિત શિક્ષણ પહેલાં પ્રાર્થના તથા પ્રવચન થાય છે, એ પ્રથા અમારા નમ્ર મત પ્રમાણે સારી છે. પ્રવચન વખતની ૫ કલાકની શાન્તિ પણ બાળકના મન ઉપર સારી અસર કરે છે. જેમ જેમ ઉપરની શ્રેણીમાં વિદ્યાથીઓ આવતા જાય છે, તેમ તેમ રામાયણ, મહાભારત, ગીતા, વેદ, ઉપનિષદ્ વગેરે શાસ્ત્રોનું જ્ઞાન તેમને મળે એ જરૂરી વસ્તુ છે, એમ અમે માનીએ છીએ; અને એવું શિક્ષણ હાલની શાળામાં નથી મળતું તે એક જાતની ખામીવાળું શિક્ષણ છે. ઈશ્વરના અનહવિના એકલું જ્ઞાન નકામું થાય એમ કહેવું વ્યાજબી છે, છતાં ઈશ્વરને ખરા સ્વરૂપમાં ઓળખવામાટે શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી છે, તેની ના ન પાડી શકાય. આપણાં પ્રાચીન શાસ્ત્રો તથા સાહિત્યના અભ્યાસથી આપણે દેશમાટે લાગણી ઉત્પન્ન થશે અને આત્મભાન થવાથી આપણું ગૌરવ સમજી શકીશું, એ વિશેષ લાભ છે. ધર્મશિક્ષણમાં બીજા ધર્મની સરખામણીને ખાસ સ્થાન હોવું જોઈએ, એમ અમારો અભિપ્રાય છે, જેથી વિશાળ દષ્ટિ બની શકે અને સંકુચિતતા દૂર થાય.
બુદ્ધિના વિકાસ માટે દલીલસહિત ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ અને તેને માટે શાસ્ત્રોનું અધ્યયન આવશ્યક છે; પણ એકલા નૈતિક પાઠેથી નીતિ શીખવી શકાતી નથી, તેમ ધર્મસંબંધે વ્યાખ્યાનો કે ઉપદેશથી ધર્મ શીખવી શકાતો નથી, એ પણ આપણે મનુષ્યસ્વભાવના અવલોકનથી, અભ્યાસથી તથા અનુભવથી જાણીએ છીએ. ઘણાએ શાસ્ત્રીઓ અનીતિને માગે ચઢી ગયેલા આપણે વાંચ્યા છે, સાંભળ્યા છે અને અનુભવ્યા છે. ઘણાએ જ્ઞાની પુરુષોનું જ્ઞાન માટેનું અભિમાન ધૂળમાં રોળાઇ ગયું છે; અને સામાન્ય નૈતિક મનુષ્ય કરતાં પણ નીચી પાયરીએ પડી ગયા છે. એકલા ધર્મજ્ઞાનના મિથ્યાત્વને અનુભવ ઘણાને થયું હશે, જે બહાર પ્રકાશમાં નહિ આવેલા હોય. ઘણા શાસ્ત્રોનું વ્યાવહારિક જીવન તિરસ્કારપાત્ર હોય છે. તે આ ઉપરથી અનુમાન એમ નથી કરવાનું કે, શાસ્ત્રોનું જ્ઞાન ન લેવું, શાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને ખરા સ્વરૂપમાં ને ઓળખો. અનુમાન એટલુંજ નીકળે છે કે, શાસ્ત્રોના જ્ઞાનસિવાય ચારિત્ર્યવાન, પ્રભાવશાળી પોકાર એ જ્ઞાન પ્રાપ્ત થાય તો સારી છાપ પડે. વારંવાર સત્યસ્વરૂપ મનમાં રાખવાની આવશ્યકતા છે. સતત જાગૃતિની જરૂર છે. આ બાબતમાં સંધ્યા, હવન, નિયમિત ઉપાસના, પ્રાર્થના સારી મદદ કરે છે, એમ અમારું માનવું છે; અને તેવું શિક્ષણ તેઓને નાનપણથીજ આપવું જોઈએ. આવું વાતાવરણ શાળામાંજ ઉપસ્થિત કર્યું હોય તો તેની અસર સારી થાય. ખરાબ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com