________________
૧૦૬
શુભસંગ્રહ વ્યાંગ ચોથા
તેને ચીઢવવા તેના તરફ આંગળી ચીંધીને કહેતી કે “શું તારે માટે આ શરમની વાત નથી ?”. આ સાંભળીને તે બિચારી ઘરમાં જઈને ખૂબ રડ્યા કરતી હતી. તેને બાળક છ વર્ષને થયો ત્યારે મિસ્ટર બેયરે જોયું કે તે છોકરા તરફ કેઈ આંગળી કરે છે તે તરતજ રડવા લાગતો હતે.
બીજી એક સ્ત્રીને વિષે મિસ્ટર બેયર કહે છે કે, તે ગર્ભવતી હતી તેવામાં તેના માસિક ૫ગારમાં કંઇક ઘટાડો થવાથી તેનામાં એ ટેવ પડી ગઈ કે તે પોતાના પતિ અને અન્ય નિકટના સંબંધીઓને ત્યાંથી કંઈ ને કંઈ ચીજ ચોરી લાવતી હતી. તેના બાળકમાં પણ એજ આદત દેખાતી હતી કે, તે બીજાઓની ચીજો નહેાતે ચેરતો, પણ નજીકનાં સગાંઓની ઘણી ચીજો ઉઠાવી જતે. હતો. તેણે પિતાની માતાની સોનાની સાંકળી, બહેનની ઘડિયાળ અને પિતાની વિટી ચેરી હતી !
એજ મહોદય કહે છે કે, તેમણે એક ત્રણ વર્ષના બાળકને બહુ બુદ્ધિમાન જોઈને તેની માતાને તેનું કારણ પૂછયું. તેની માતા એક શાળામાં અધ્યાપિકા હતી. તેણે કહ્યું કે, મેં શાળામાં ઘણાંયે એવાં બાળકો જોયાં છે કે જે કશુંજ સમજતાં હોતાં નથી; તેથી હું મારી પ્રસૂતિ અવસ્થામાં પણ મારા બાળક બહુ બુદ્ધિમાન થાય એ વિષે ખાસ ધ્યાન રાખતી હતી.
સંસારના ઇતિહાસમાં ગુટો નામે એક ભયંકર ખુની થઈ ગયો છે. તેણે ૧૮૮૧માં પ્રેસિડંટ ગાફિલ્ડને મારી નાખ્યો હતો. તેની માતા કહે છે કે, તેને બહુ જલદી જલદી બાળક થતાં હતાં અને ગરીબાઇને લીધે તેને ગર્ભાવસ્થામાં પણ વધારે મહેનત મજુરી કરવી પડતી હતી, તેથી તેને ઘણુંજ દુ:ખ થતું હતું અને તે ગર્ભવતી થતા પહેલાં બહુ ડરતી હતી, તેથી જ્યારે યુટને ગર્ભ રહ્યો હતો ત્યારે તેણે ગર્ભપાત કરાવવાનો વિચાર કર્યો. ઘણેભાગે તે ગર્ભપાતની યુક્તિએ અને પરિણામે વિચારતી. ત્યારપછી તેણે અનેક દવાઓ ખાધી; છતાં પણ ઈશ્વરેચ્છાએ ગર્ભપાત થયો નહિ. ચુટોના જન્મ પહેલાં તેના માથામાં સણકા અને ચક્કર આવતાં હતાં. એ બધાનું પરિણામ એ આવ્યું કે, તેના છોકરાની પણ મેટ થતાં એ જ સ્થિતિ થઈ.
ડટર ટૅલને એક માતાએ કહ્યું કે, ગર્ભવતી અવસ્થામાં તેને પિતાના સંબંધીઓથી અલગ રહેવું પડ્યું અને તેથી તે એકલી એકલી પુસ્તકો વાંચીને પોતાને વખત ગાળતી હતી. તેની છોકરીમાં પણ એજ વૃત્તિ દેખાઈ. તે છોકરી રમકડાંને બદલે પુસ્તકો પસંદ કરતી હતી અને કલાકોના કલાકે સુધી પુસ્તક હાથમાં રાખીને રાજી રાજી થતી હતી.
એક બાળક એવું જખ્યું કે તેના એક હાથને કોણીથી પંજા સુધીનો ભાગ જાણે કે ફેંકટરે કાપી નાખ્યું ન હોય. તેની માતાને અનેક પ્રશ્નો પૂછતાં જણાયું કે, ગર્ભાવસ્થા વખતે ઘણે ભાગે તેને દિયર ઘરમાં રહેતો હતો અને તેને હાથ આ પ્રમાણે કાપેલ હતો.
મિસ્ટર બેયરને એ પણ અભિપ્રાય છે કે, ગર્ભાવસ્થા વખતે માતા પિતાનાં બાળક વીર, બુદ્ધિમાન, ઉત્સાહી અને ગુણવાન થાય એવું વિચાર્યા કરે છે તે ભાવનાનું પરિણામ બાળક ઉપર જરૂર થવાનું. તેઓ એમ પણ કહે છે કે, જે માતાને અંધારામાં ડર લાગતો હોય–અને તે વિચાર્યું કરે કે તેનું બાળક નિડર થાય, તે બાળક જરૂર માતા કરતાં ઓછું ડરપેક થશે. આને સારાંશ એ છે કે, માતાઓ જે આ બાબત ઉપર ધ્યાન આપે કે પિતાના અવગુણ બાળકમાં ન ઉતરે, તે તેને પ્રભાવ બાળક ઉપર પડશેજ પડશે.
ડૉક્ટરોને એ પણ અનુભવ છે કે, ગર્ભાવસ્થામાં જે માતાને કઈ ખાસ ચીજની ઈચ્છા થાય અને તે પૂર્ણ ન થાય તો બાળકમાં તેની ઈચ્છા ઘણીજ પ્રબળ થાય છે. વૈદ્યકીય ગ્રંથોમાં ધણી એવી બાબતો પણ મળી આવે છે કે, જમ્યા પછી બાળક ઘણી વાર સુધી રહ્યા કરતું હતું, પણ જ્યારે તેને તેની માતાએ ગર્ભાવસ્થામાં ઈચડેલી ચીજ જરા પણ આપવામાં આવી, ત્યારે તે તરતજ ચૂપ થઈ ગયું.
ગર્ભાવસ્થામાં એક સ્ત્રીને માંસની ખુશબે આવી અને તેને તે ખાવાની તરતજ ઈચ્છા થઈ; પણ તેના ધર્મ પ્રમાણે માંસ ખાવું એ યોગ્ય ન હતું, તેથી તેણે માંસ ખાધું નહિ. જ્યારે બાળક જગ્યું, ત્યારે તે બીલકુલ ધાવતું નહિ. દાઈએ થાકીને કહ્યું કે, આ બાળકને કઇ પણ ચીજની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com