________________
४१ - नमस्ते नमस्ते नमस्ते भवानि
त्वमर्कस्त्वमस्त्विमिंदुस्त्वमापस्त्वमाकाशभूवायवस्त्वं चिदात्मा || वदन्यो न कश्चित्प्रकाशोऽस्ति सर्व सदानंद संवित्स्वरूपं तवेदम् ॥ गुरुस्त्वं शिवस्त्वं च शक्तिस्त्वमेव त्वमेवासि माता पितासि त्वमेव ॥ त्वमेव वद्य त्वमेवासि बुद्धिर्गतिर्मे मतिर्देवि सर्वं त्वमेव ॥ श्रुतीनामागम्यं सुवेदागमाद्यैर्महिम्नो न जानाति पारं तवेदम् ॥ स्तुतिं कर्तुमिच्छामि ते त्वं भवानि क्षमस्वेद मंब प्रमुग्धः किलाहम् ॥ शरण्ये वरण्ये सुकारुण्यपूर्णे हिरण्योदराद्यैरगम्येति ॥ भवारण्यभीतं च मां पाहि भद्रे नमस्ते नमस्ते नमस्ते भवानि ॥
....
ભાવા:--હૈ દવે ! સૂર્ય, અગ્નિ, ચંદ્ર, જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને ચિદાત્મારૂપે પણ તમેજ છે. આપની સત્તાક્રુતિ વિના કોઇ પણ પદાર્થ કે પ્રકાશ અસ્તિત્વમાંજ આવી શકે તેમ નથી. આથી આ સમગ્ર વિશ્વમાં જે કાંઇ પ્રાણી—પદાર્થ, વસ્તુ-સ્થિતિ કે પદ-પદાર્થ ઇત્યાદિ છે, તે આપનુંજ સદાનંદ સવિત્ સ્વરૂપ છે.
હૈ દેવ! મારા ગુરુ, મારૂં કલ્યાણ અને મારી શક્તિ પણ તમેજ છે. મારાં માતા અને પિતા પણ તમેજ છે. મારી વિદ્યા, બુદ્ધિ, મતિ અને ગતિ પણ તમેજ છે!, એટલુંજ નહિ પણ હે ભવાનિ ! મારૂ' સર્વસ્વ પણ તમેજ છે.
હે વિશ્વેશ્વરી ! શ્રુતિઓને પણ તમારા મહિમા અગમ્ય છે અને વેદશાસ્ત્રાદિ પણ તમારા મહિમાને પાર પામી શકતાં નથી. તેપણુ હું ભવાનિ! આવા અપાર મહિમાવાળાં આપની હું સ્તુતિ કરવા ઇચ્છું છું, તેને માટે આપ મને ક્ષમા કરજો. કેમકે હે અનત ઐશ્વર્યાંના અંબારસ્વરૂપ માત અંબે! આપના જરાતરા મહિમા જાણવાથી પણ હું અત્યંત મુખ્ય ખની ગયો છું !
હે શરણાગતવત્સલ માતેશ્વરી ! હે પરમ પૂજ્ય અને અત્યંત કરુણાપૂર્ણ પરમેશ્વરી! ૐ હિરણ્યગર્ભાદેિથી પણ અગમ્ય અને અત્યંત પવિત્ર એવાં કલ્યાણિ ભવાનિ ! આ સસારરૂપી અરણ્યથી ભયભીત થયેલા એવા હું આપને શરણુ છુ, મુજ દ્વીન ડીનનું આપ રક્ષણ કરા, આપને અનેકાનેક નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે.
(શ્રીમ ંકરાચાર્ય વિરચિત ભવાની-ભુજ ગ-રાત્રમાંથી )
1..?mmmmmmmmmar
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(
-----------~******
.....................................................................................................................................................................................................
.................
www.umaragyanbhandar.com