________________
સભ્યાપાસના અને તેના બ્રહ્મવિદ્યા સાથે સબંધ
૭૫
પ્રાતિભાસિક પરમાણુના નૃત્યનેા સનાતન રાસ શ્રુતિ ભગવતીના બીજરૂપ પ્રણવના એક દેશમાત્રમાં વિલસે છે.
સધ્યેાપાસનમાં આ પ્રમાણે ચેાગ્ય દેશ, કાળ, ક્રિયા અને મ ંત્રાના વિનિયોગ છે. એના સમ્યગ્ પ્રયાગવડે અંતઃકરણની નિ`ળતા, જીવનની વિશુદ્ધિ, ભાવનાએની ઉચ્ચતા અને જ્ઞાનસિદ્ધિની ચેાગ્યતા પ્રાપ્ત થાય, એ સમજાય એવુજ છે.
હવે બ્રહ્મવિદ્યાનું દર્શન કરીએ. આ સર્વાં ચરાચર જગતના અધિષ્ઠાનરૂપ તત્ત્વ કે જેનાવડે આ સ વિશ્વ દશ્યમાન થઇ રહ્યું છે, જે દેશ-કાલ-વસ્તુથી અબાધિત અને સજાતિ-વિજાતિ સ્વગત પરિચ્છેદરહિત છે, તે પરમ આત્મતત્ત્વની વિદ્યાને યાગ્ય રીતેજ રાજવિદ્યા અથવા બ્રહ્મવિદ્યા એ નામ અપાય છે. મન-વાણી એને પહેાંચી શકતી નથી, એવુ અપ્રમેય એ તત્ત્વ છે; તથાપિ સાધનસપન્ન અધિકારીને તે સુપ્રાપ્ય પણ છે.
બ્રહ્મવિદ્યા એ એક પ્રકારની વિદ્યા છે; તેની પ્રાપ્તિને અંગે અધિકારની અપેક્ષા ઉપર આપણા વિદ્વાને હમેશાં ભાર મૂકે છે. આમાં ઘણાને કંઇક વિચિત્રતા કે શંકા જેવું જણાય છે; તથાપિ ને બરાબર વિચાર કરીએ તે જણાશે કે, હૃદયસ્પર્શી, આદશસ્પર્શી કે ચારિત્ર્યસ્પર્શી જ્ઞાનતે અંગે અંતઃકરણની પરિસ્થિતિ ઘણું પ્રાધાન્ય ભેગવે છે. સામાન્ય વ્યવહારમાં પણ આપણે કેટલીક કેટલીક સમજણ અથવા જ્ઞાનગુથણીમાં અભ્યાસના પરિપાકની વા ચારિત્ર્યના પરિપાકની આવશ્યકતા જોઇએ છીએ. ગણિતનાં મૂળતત્ત્વાને અભ્યાસ કર્યાંવના ‘લેાગિરથમ’ સમજવાનું નજ અને. રેમિયા અને જુલિયટ જેવાંની જીવનકલિકાઓની આહુતિએ અપાયા પછી મેાંટેગ તે ક્રેચ્યુલેટને વિદ્વેષની નિઃસારતા દેખાય. હૃદયના પરિવર્તનની સાથે જ્યાં દેખા દેખાતા હાય,ત્યાં ગુણા પ્રતીત થવા માંડે છે અને રાજર્ષિ વિશ્વામિત્ર બ્રહ્મષિપદને ચેાગ્ય અને છે. આત્મતત્ત્વ વસ્તુતઃ નિત્યપ્રાપ્ત છે, એટલે એની ઉપલબ્ધિ ભૂલાયેલા કદાભરણુની પેઠે સહજ છે; પણ તે સત્કચડે. અત:કણની શુદ્ધિ અને ભક્તિવડે ચિત્તની એકાગ્રતા થયાવિના સુસાધ્ય નથી; કેમકે આ જગત(જેને કેટલાક અવિદ્યાનું દિવાનખાનું કહે છે તે)માં પ્રભુની માયાશક્તિની વિભૂતિરૂપ અવિદ્યાથી જ્ઞાન સહેજે આવૃત થઇ રહેલું છે. માનવજીવનને પરમ પુરુષા મેાક્ષ, જ્ઞાનવર્ડ મેાક્ષની પ્રાપ્તિ, જ્ઞાનને સારૂ ચિત્તની શુદ્ધિ ને એકાગ્રતાની આવશ્યકતા. આ શુદ્ધિ અને એકાગ્રતા સાધવામાં સધ્ધાપાસના એ એક બળવાન સાધન છે. ચિત્તરૂપી વૃક્ષને એ ખીજો કહ્યાં છે, પ્રાણસ્પંદન અને વાસના તે એના વા એકના પણ નિરાધવડે વૃક્ષને નિરાધ થાય છે, પ્રાણસ્પંદનનેા વિનિમય હૃદયેાગમાં અને વાસનાના વિનિમય રાજયેાગમાં મુખ્ય ગણાય છે. સધ્યેાપાસનામાં પ્રાણાયામ તેમજ નિષ્કામતાનું અવલખન હેાવાથી અને યાગેાની તેમાં સંકલના છે.
સધ્યેાપાસના એ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિનું સુકર સાધન છે; એટલુંજ નહિ પણ સંધ્યા, સાવિત્રી અને બ્રહ્મવિદ્યા, એ જગદબા ભગવતીનાં સ્વરૂપેજ છે. માર્કડેયપુરાણમાં આવેલ સપ્તશતીમાં માર્ક તૈયઋષિ એજ સત્યનુ ઘોતન કરે છે:
सा विद्या परमा मुक्तेर्हेतुभूता सनातनी ।
અર્થાત-એ બ્રહ્મવિદ્યા મેાક્ષના ઉત્તમ હેતુરૂપ અને સનાતન છે; વળી
त्वमेव संध्या सावित्री त्वं देवो जननी परा ।
અર્થાત-સંધ્યા, સાવિત્રી અને જગદ બા પણ એજ છે. આ રીતે સંધ્યા, સાવિત્રી અને બ્રહ્મવિદ્યા. આધિદૈવિક એકતા છે. વળી જેમ સધ્યેાપાસનાથી સત્વશુદ્ધિ અને શાંતિ થાય છે, તેમ બ્રહ્મવિદ્યાચી દેહાભિમાન ગલિત થઇ જ—
यत्र यत्र मनो याति तत्र तत्र समाधय: ।
એ ધન્યદશાની સપ્રાપ્તિ થાય છે. હૃદયની ગ્રંથિ ભેદાઇ જાય છે, સ સશયેા છેડાઇ જાય. છે અને કર્મપ્રવૃત્તિ શિથિલ થઇ જાય છે.'
આ રીતે સધ્યેાપાસના અને બ્રહ્મવિદ્યોપાસના ઉભયનુ પ!રમાર્થિક તેમજ લાક્ષણિક ઐકય .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com