________________
શુભસંપ્રહ-ભાગ ત્રીજો
Awwwwwwwwwww
બ્રિટિશ સરકાર સુએઝની નહેરનું રક્ષણ કરવાનું કામ છોડી દેશે નહિ; કારણ કે એ નહેર બ્રિટિશ સામ્રાજ્યનું અખંડિતપણું જાળવી રાખવા માટે જરૂરી છે.” વડા પ્રધાને એટલી ખાત્રી આપી કે “સુએઝપરનું બ્રિટિશ સૈન્ય મિસરની રાજસત્તાના કામમાં દખલ કરશે નહિ. સુદાનમાં વ્યવસ્થા જાળવી રાખવાનો બ્રિટને નિશ્ચય કર્યો છે. તેણે ત્યાં જે કાર્ય કર્યું છે તેના પર તે પાણી ફરવા દેશે નહિ અને ત્યાંનું કાર્ય પૂરું થાય નહિ ત્યાં સુધી બ્રિટન સુદાન છોડી જશે નહિ.” આ વચન હતાં કહેવાતી સ્વાતંત્ર્યપ્રિય કામદાર સરકારના વડા પ્રધાનનાં !
ઝઘલુલની આવી જાતની સહકારની નીતિથી મિસરના રાષ્ટ્રવાદીઓના મનમાં તેનાવિષે શંકા પેદા થઈ. આથી ૧૯૨૪ ના જુલાઈની ૧૨ મી તારીખે કેરોના એક વિદ્યાથીએ તેનું ખૂન કરવાના પ્રયાસ કર્યો, જેને પરિણામે ઝલુલના ખભા પર સહેજ ઇન થઈ. આમ માતૃભૂમિના. એ સાચા સૈનિકને કુદરતે બચાવી લીધે; કારણ કે હજી તેને મિસરની ઘણું સેવાઓ બજાવવાની હતી.
ઝઘલુલની મુત્સદ્દીગીરી • નવેમ્બર માસની ૧૬ મી તારીખે તેને રાજા દુઆદ જોડે મતભેદ પડ્યો અને તેણે રાજીનામું આપ્યું. આમ છતાં ચૂંટણીઓમાં રાષ્ટ્રવાદીઓની જબરદસ્ત ફતેહ થઈ અને ઝઘલુલની મહેરબાની વગર સરકાર સ્થાપી શકાય તેમજ ન હતું, પરંતુ સુદાનમાં ત્રાસ અને સીતમ ગુજારનાર સરદાર લી. એકના તા. ૧૯ મી નવેમ્બરે થયેલા ખૂનથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. દેશભરમાં ખળ. ભળાટ જાગ્યો અને મિસરમાં ફરી લશ્કરી કાયદાનો કોરડો ફરી વળ્યો. મુત્સદ્દીગીરીમાં અતિનિbણાત બનેલા બ્રિટને આ ઘટનાનો બરાબર લાભ લીધો. મિસરની સ્વતંત્રતાની લડતને દાબી: દેવા માટે આના જેવો બીજો પ્રસંગ ફરીથી નહિ મળે, એ તેણે બરાબર જોયું; અને સરદારના ખૂનના બદલામાં તેણે અતિશય આકરી અને કચડી નાખનારી શરતો મૂકી. બ્રિટીશ વડા કમિક્ષર લંડ એલનબીએ જાતે કાઉન્સીલમાં જઈ અલ્ટીમેટમ આપે. તેમાં જણાવેલું હતું કે, મિસરે પ્રથમ તો માફી માગવી, ગુન્હેગારોને સજા કરવી, બધી જાતનાં રાજદ્વારી અદલને અટકાવવા અને બ્રિટનને ૫૦૦,૦૦૦ પાંડને દંડ ભરવો. આ ઉપરાંત સુદાનમાંથી સધળું મિસરી લશ્કર પાછું બોલાવી લેવાની પણ માગણી કરવામાં આવી. મિસરની સરકારે સુદાનને લગતી શરતોસિવાયની બધી શરતો માન્ય કરી અને એ મોટો ભારે દંડ ચોવીસ કલાકમાં ભરી દીધો. રોમન નિર્દય પાદશાહ નીરો નિત્ય નવી નવી સ્વાદિષ્ટ વાનીઓ ખાતે હતો, છતાં તેને સંતોષ થતો ન હતો. તે જ પ્રમાણે મિસરે આટલી બધી શરતો સ્વીકારી છતાં લૈર્ડ એલનબીને સંતોષ થયે નહિ અને પિતાની માગણીઓને તે જબરદસ્તીથી અમલ કરશે, એવી તેણે ધમકી આપી; એટલું જ નહિ પણ એ ધમકીનો તેણે અમલ સુદ્ધાં કર્યો. તેણે તાબડતોબ બ્રિટિશ મનવાર મિસર બોલાવી. આથી ઝઘલે રાજીનામું આપ્યું; કારણ કે એ વીર દેશભક્ત બ્રિટિશ શસ્ત્રોને
એમ નમતું આપે તેવો ન હતો. ૧૯૨૫ ની વસંતઋતુમાં ચુંટણી થયા પછી ઝીવર પાશાએ પિતાની બહુમતિ થયેલી ધારીને પ્રધાનમંડળ રચ્યું; પણ ઝીવરની ધારણું ખોટી પડી. ઝઘલે આ. પ્રસંગે ખરી મુત્સદ્દીગીરી બતાવી અને મોડરેટોની જોડે સહકાર સાધીને તેણે મિસરનું નાવ તોફાની વાતાવરણમાં હંકારવા માંડયું. તેની અડગ અને હિમ્મતભરી સરદારી હેઠળ મિસર જાતજાતનાં વિદતો સામે એકસરખી રીતે ટકી રહ્યું. આવા વિકટ સંજોગોમાં એક દેશનેતાતરીકે ઝઘલુલનું કાય સહેલું ન હતું. તેણે પ્રજાને હિંમતથી દોરી અને ગમે તેવા સંજોગોમાં પ્રજા તેના વાવટાને વફાદાર રહી. એક મુત્સદી તરીકે ઝલુલ પાશામાં ઘણી દીર્ઘદૃષ્ટિ હતી. દેશભક્તિની ધગધગતી ધગશ સાથે તેનામાં વ્યાવહારિકતા અને મધ્યમપણું પણ હતાં. ઝલુલે આ વખતે પોતાની મુત્સદ્દીગીરીનો લોકોને ખરો પરિચય કરાવ્યો. ઝીવરની ધારણા નિષ્ફળ નીવડી અને ચુંટણીમાં ઝઘકુલ પાશાને વિજય થયું.
ઈ. સ. ૧૯૨૫ ના માર્ચની ૨૩ મી તારીખે મિસરની નવી પાર્લામેન્ટ મળી અને તેણે ઝઘલુલને પોતાના પ્રમુખતરીકે ચૂંટા. આથી ઝીવર પાશાની સરકારે તાબડતોડ પાર્લામેંટ વિસર્જન: કરી અને નવી ચૂંટણી માટે તા. ૨૩ મી મેના દિવસ ઠરાવ્ય; પરંતુ આ દિવસ પણ પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com