________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો પાડી કે “ તુકનાં પગલાંથી ઉભી થયેલી લડાયક પરિસ્થિતિ જોતાં, મિસરને મા. શહેનશાહના રક્ષણ નીચે મુકવામાં આવે છે અને હવેથી તે બ્રિટિશ રક્ષણ હેઠળને પ્રદેશ (પ્રકટરેટ) ગણાશે. આમ મિસરપરના તુકના શાસનને અંત આવે છે અને મિસરને રક્ષણમાટે જરૂર પડતાં બધાં પગલાં ના. શહેનશાહની સરકાર લેશે તેમજ તેનાં હિતેનું તથા રહેવાસીઓનું રક્ષણ કરશે.” હજી આ નેટાસના ભણકારા લોકોના કાનમાં ચાલુજ હતા, એવામાં બીજે જ દિવસે બીજો ઢંઢેરો બહાર પડ્યો, જેમાં કેન્સ્ટાટીને પલમાં વસતા ખેદીવ અબાસ હીમીને ના. શહેનશાહના શત્રઓના પક્ષમાં જવા માટે પદભ્રષ્ટ કર્યાનું તથા કાકા હુસેન કમાલને ગાદીવારસતરીકે સ્વીકાર્યાને જાહેર કરવામાં આવ્યું હતું. આ ધોષણાની રૂએ શાહજાદા હુસેન કમાલે મિસરના સુવાનને પદવી ધારણ કરી. ઇ. સ. ૧૯૧૬ ના ડીસેમ્બરમાં સુલ્તાન હસેનની બગડતી જતી તબિયત વધારે ગંભીર બની. આથી તેના વારસાના સવાલનો નિર્ણય કરવાની જરૂર જણાઈ. તેના એકના એક - પુત્ર શાહજાદા કમાલેદીને ગાદીવારસ થવાની ના પાડી, એટલે દીવ ઈસ્માઈલના છઠ્ઠા પુત્ર
શાહદા આહમદ ફઆદને આ પદવી આપવામાં આવી. યૂપીય વિગ્રહની સંધિ થઈત્યારે ૧૯૧૮ ના નવેમ્બરમાં અંગ્રેજો અને એ એવું જાહેરનામું બહાર પાડયું કે, પૂર્વના જે દેશોમ તુર્કોનું રાજય હતું, તે બધા મુલકે પ્રજાને મિત્રરાજ્યો સંપૂર્ણ મતાધિકાર આપશે. આ અરસામાં મિસરમાંની વડી ધારાસભાના ભવિષ્યના વહીવટને વિચાર કરવાને એક કમિશન નીમાયું. બરાબર આજ સમયે ઝધલુલ પાશા પાછા મેદાને પડ્યો. તેના પ્રમુખ પણ નીચે એક પ્રજાકીય સમિતિ નીમાઈ ઝાલે વડા કમિશ્નરની મુલાકાત લીધી અને મિસરની સંપૂર્ણ સ્વતંત્રતાનેર કાર્યક્રમ રજુ કરવા માટે તેણે લંડન જવાની માગણી કરી. આ વાજબી માગણીને બ્રિટિશ અમલદારે અનાદર કર્યો. આજ વખતે ના. સુલતાનની સંમતિથી વડા પ્રધાને મિસરની પરિસ્થિતિવિશે ચર્ચા કરવા માટે પોતે લંડન જવાની દરખાસ્ત કરી: ૫ણ તેને સુદ્ધાં લંડનની મુલાકાત મોફ રાખવાનું જણાવવામાં આવ્યું. આથી રશદી પાશા તથા અદલી પાશાએ રાજીનામાં આપ્યાં.
ઝઘેલલને દેશવટે હવે મામલો રસ પર આવ્યું. મિસરની આઝાદીની લડત વધારે ઉગ્ર બની. પિતાના માર્ગમાં ગમે પલાં વિદને આવવા છતાં ઝલુલ પાશા અડગ રહ્યો. બ્રિટિશ મુત્સદ્દીએ તેની લડતમાં અનેક અંતરા નાખતા હતા, છતાં તે જરાયે પાછા ન હો. માતૃભૂમિને સ્વાધીન બનાવવાના પવિત્ર યુદ્ધમાં ઝઘલની સરદારીએ અસંખ્ય વીર યુવકેને તેના તરફ આકર્ષા. આવા દેશભ
એ તેના પ્રમુખપણા નીચે બાર સભાસદોનું એક પ્રતિનિધિ મંડળ સ્થાપ્યું. જેને બીજા દેશેસમક્ષ મિસરના જન્મસિદ્ધ મોરથા ૨જુ કરવાનું કામ સોંપાયું. આ પ્રતિનિધિ મંડળે સુલતાનપર એક નિવેદનપત્ર મોકલી આપ્યું, જેમાં તેણે મિસર બ્રિટિશ ને રક્ષિત દેશ (પ્રોટેકટેરેટ ) હોવાનો ઈનકાર કર્યો હતે. હાથમાં આવેલી સોનાની ચલી ઉડી જાય એ કોને ગમે ? રાજ્યભીર બ્રિટિશ સત્તાધાશાને ઝઘલુલની આ પ્રવૃત્તિ તે કયાંથીજ ગમે ? તેઓ આ નવી પ્રવૃત્તિથી ભડકી ઉદયા તેઓને જણાયું કે, જે આ પ્રવૃત્તિને આગળ વધવા દેવામાં આવશે તે મિસરમાંની તેઓની સત્તાને જરૂર ધકકો પહોંચશે, એટલે તેઓએ માર્ચની ૮ મી તારીખે ઝઘલુલ પાશા અને તેના ત્રણ મુખ્ય અનુયાયીઓને ગીરફતાર કર્યા તથા બીજે જ દિવસે તેઓને દેશવટો આપી સાટામાં નજરકેદ કર્યો, પરંતુ બ્રિટિશ રાજ્યસત્તા લાંબા વખત ઝલુલ અને તેના સોબતીઓને કેદમાં રાખી શકી નહિ. હવે ઝઘલુલ મિસરની સમસ્ત પ્રજાનો પ્રિય સરદાર બન્યો હતો અને અને તેને માટે એટલાં બધાં માન અને પ્રેમ હતાં કે પિતાને સરદાર કેદમાં પડ્યો હતો તે વખતે તે હાથ જોડીને ચૂપચાપ બેસી રહી નહિ. દેશભરમાં રાષ્ટ્રીય ચળવળ જેસભેર ચાલવા માંડી. આ ચળવળને જુવાળ એટલો બધો પ્રબળ હતો કે બ્રિટિશ રાજ્યસત્તાને ઝઘલુલ પાશા અને તેના સંબતીઓને મુક્ત કરવા પડયા. ઝલુલ માલ્ટાથી છૂટીને તરતજ પારીસ ઉપડી ગયે,
સહ પરિષદ સમક્ષ તેણે મિસરની સ્વાધીનતા માટેની દલીલો રજુ કરવાના પ્રયાસ રજી કર્યા. પરંતુ યૂરોપના સ્વાર્થોધ અને રાજ્યલોભી મુત્સદ્દીઓની એ પરિષદે ઝધલુલની વાત સાંભળો નહિ. ઝઘલુલ આથી નિરાશ થયો નહિ. તેના હૃદયમાં અખૂટ આશાવાદ અને ધય ભરેલાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com