________________
અગત્યની સૂચનાઓ
૧-દિવાળી સુધી આ સંસ્થાના દરેક પુસ્તકમાં ખાસ કિફાયત-ચાલુ ૧૯૮૪ના વર્ષમાં પુરુષોત્તમ માસ સહિત બે શ્રાવણ માસ આવતા હોવાથી એ નિમિત્તે જે જ્ઞાનચારિત્રપ્રેરક પ્રથે વાંચવા-વંચાવવા કે ભેટ અથવા લહાણી તરીકે આપવા ઈછે, તેમને આ સંસ્થાનાં બધાં પુસ્તકે ચોમાસાની આખરસુધી ખાસ એાછા મૂલ્ય આપવાની વિગત આની આગલા- પુસ્તક(મુસ્લીમ મહાત્માઓ)માં અપાઈ ચૂકી છે. છતાં એ વાત ભૂલમાં ન જાય તેટલા સારૂ એ વિષયનું છુટું ચોપાનિયું પણ આ પુસ્તક સાથે મોકલી અપાશે. આશા છે કે, જેમને એને ઉપયોગ ન હોય તેઓ તે ફેંકી નહિ દેતાં અન્ય સજજનને આપશે.
૨–“મુસ્લીમ મહાત્માઓ –આ પુસ્તક દિવાળી સુધી રૂ.૧ાાને બદલે માત્ર રૂ. ૧) માં આપવાની ગોઠવણ રાખી છે. આ પુસ્તક વાંચનાર જે સજજનને એની મહત્તા સમજાઈ હોય, તે એને માટે બીજાઓને પણ ખાસ ભલામણ કરશે એવી આશા છે.
૩-મહાભારત, યોગવાસિષ્ઠ, દેવી ભાગવત, તુલસીકૃત રામાયણ, શાંતિપર્વ, વાલ્મીકિ રામાયણ, ચિત્રાવલીઓ ઈ. ની કિફાયત પણ ઉપલા નિમિત્તે લંબાઈ છે.
૪-શ્રીમદ્ ભગવદ્ગીતા-સરલાઈ સહિત–આ પુસ્તકની સાતમી આવૃત્તિ સંશોધનપૂર્વક છપાવા માંડી છે; અને તે પહેલા શ્રાવણમાં ચારેક આનામાં બહાર પડી જશે.
૫-શુભસંગ્રહનો આ ત્રીજો ભાગ પ્રથમ મૂલ્ય મોકલીને મંગાવનારને દિવાળી સુધી પોસ્ટેજ માફ૬-હરકેઈ પુસ્તકની પેઠે આ પુસ્તક પણ પ્રથમ શુદ્ધિપત્ર મુજબ સુધારીને જ વાંચવું જોઈએ. 'હ–આ લેખસંગ્રહમાંના દરેકે દરેક વિચાર સાથે આ સંપાદકને સંમત સમજવાને નથી. * ૮-આ સેંકડો પડવાળી પત્રાવાળીમાં જે જે વાનીઓ સમાયેલી છે, તેમાં જે કાંઇ હિતાવહતા હોય તેનો યશ તેને તૈયાર કરનારા સજજનેને અપા જોઈએ. અત્ર તરફથી તો તેમની તૈયાર કરેલી વિવિધ વાનીઓમાંથી યથામતિ બની તે તે પીરસવાનું જ કામ બજાવાયું છે. એમાંની કયી ચીજ કેને ઠીક અને કેને અઠીક લાગશે એને આધાર દરેક જમનારની સ્થિતિ ઉપર પણ છે.
--પસંદગી કરાયા પછી તેનાં કફ જોવાનું હજી પણ જોઈતા પ્રમાણમાં સંપાદકથી બનતું નથી. માટે આ સંગ્રહમાં જેમને પણ અગત્યની ભૂલચૂક જણાય, તે યોગ્ય સુધારણા સાથે લખી મોકલીને આ પછીના અંકમાં તે સુધારણ સૂચવવાની સુગમતા આપે એવી વિનતિ છે.
૧–આ પ્રકારના શુભ સંગ્રહ માટે જે કોઈ સજજને પિતાના લેખ આ સંસ્થા૫ર મેકલવા ઇછે, તેમને વિનતિ કે, અત્ર તરફથી એ પ્રકારે પહોંચી વળાય તેમ નથી; અને એ પણ વર્તમાનપત્રો અને માસિક વગેરેમાં છપાઈ ચુકેલા લેખોમાંથી પસંદગી કરવાનું એક ખાસ કારણ છે.
૧૧-વિવિધ ગ્રંથમાળાનાં બીજાં પુસ્તકો પણ જલદી નીકળશે.
સંવત ૧૯૮૩ના શરૂના ચાર અંકેતરીકે મુસ્લીમ મહાત્માઓવાળું પુસ્તક ચાલુ '૧૯૮૪ના જેઠમાં રવાના થઈ ચૂકયું છે. એ પછી ૧૯૭ થી ૧૯૯ સુધીના અંતરીકે આ ગ્રંથ પહેલા શ્રાવણમાં રવાના થશે. એ પછી એક પુસ્તક “છોટમની વાણી-ભાગ બીજો બનતાં સુધી બીજા શ્રાવણમાં રવાના થશે અને તે પછીનું છેલ્લું પુસ્તક “ભારતના વીરપુરુ” ભાઇપદ કે આસો માસમાં વી. પી. થી મોકલાઈ ૧૯૮૪ નું વાર્ષિક મૂલ્ય મંગાવી લેવાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com